બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / સૂર્યકુમાર યાદવનો રોમેન્ટિક અંદાજ, બર્થ ડે પર પત્નીએ શેર કર્યો ફોટો, SKYનો દિલખુશ રિપ્લાય
Last Updated: 09:17 PM, 14 September 2024
ભારતીય ટીમના વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ આજે પોતાનો 34મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ અવસર પર તેની પત્ની દેવીશા શેટ્ટીએ તેના પતિને ખૂબ જ સુંદર રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. દેવીશાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સૂર્યા સાથે ઘણી સુંદર તસવીરો શેર કરી અને હૃદય સ્પર્શી કેપ્શન લખ્યું.
ADVERTISEMENT
ADVERTISEMENT
તેણે લખ્યું, “તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, મારા શ્રેષ્ઠ મિત્ર, પતિ, પ્રેમી, મારી દુનિયા અને મારા જીવનનો શ્રેષ્ઠ નિર્ણય. હું દરેક દિવસ માટે તમારો આભારી છું. તમે મારી દુનિયા સુંદર બનાવી છે. હું તને ખૂબ પ્રેમ કરું છું અને હંમેશા કરીશ.”

ADVERTISEMENT
વધુ વાંચો : દેશી ગર્લનો વેકેશન પર બોલ્ડ અંદાજ, પ્રિયંકા ચોપરાએ બિકિનીમાં શેર કરી હોટ તસવીરો
દેવીશાની આ ખાસ પોસ્ટ પર સૂર્યકુમાર યાદવે પણ પ્રતિક્રિયા આપી હતી. તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ પોસ્ટ શેર કરતી વખતે તેણે લખ્યું, "રિલેક્સ્ડ." આ પહેલા દેવીશાએ એક ઈન્સ્ટા સ્ટોરી પણ શેર કરી હતી, જેમાં સૂર્યકુમાર તેની પત્નીના ખોળામાં આરામથી બેઠેલા જોવા મળ્યા હતા. આ કપલની કેમેસ્ટ્રી ચાહકોમાં ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે, અને તેમને સોશિયલ મીડિયા પર ઘણી શુભેચ્છાઓ મળી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.