ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ભારત / વિશ્વ / આજે સૂર્યગ્રહણ, કેટલા વાગે લાગશે સૂતક કાળ, ક્યારથી ક્યાં સુધી? અહીં મેળવો બધી જાણકારી

ખગોળ / આજે સૂર્યગ્રહણ, કેટલા વાગે લાગશે સૂતક કાળ, ક્યારથી ક્યાં સુધી? અહીં મેળવો બધી જાણકારી

Published By: Hiralal Parmar

Last Updated: 08:01 AM, 21 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે 2025ના વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ લાગવાનું છે અહીં સૂતકથી લઈને ટાઈમિંગ અને ક્યારથી ક્યાં સુધી ચાલશે તે સંબંધિત બધી જાણકારી આપવામાં આવી છે.

ADVERTISEMENT

વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ 21 સપ્ટેમ્બરની રાત્રે શરૂ થશે. આ સૂર્યગ્રહણ 21 સપ્ટેમ્બરના રોજ રાત્રે 10:59 વાગ્યાથી 22 સપ્ટેમ્બરના રોજ સવારે 3:23 વાગ્યા સુધી રહેશે.

સૂર્યગ્રહણ કઈ રાશિ અને નક્ષત્રમાં થશે?

2015નું છેલ્લું સૂર્યગ્રહણ સર્વ પિતૃ અમાવસ્યાના રોજ થશે. આ દિવસે સૂર્ય કન્યા રાશિ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં રહેશે.

સૂર્યગ્રહણનું સૂતક ભારતમાં માન્ય રહેશે કે નહીં?

ભારતીય સમય મુજબ રાત્રે સૂર્યગ્રહણ થઈ રહ્યું છે, તેથી તેનું સૂતક ભારતમાં માન્ય રહેશે નહીં. જોકે, ધાર્મિક નિષ્ણાતોના મતે, સૂર્યગ્રહણનું સૂતક માન્ય ન હોવા છતાં, આ સમય દરમિયાન ગ્રહણ સંબંધિત સાવચેતી રાખવી જોઈએ. સૂર્યગ્રહણનું સૂતક ગ્રહણના બરાબર 12 કલાક પહેલા શરૂ થાય છે અને ગ્રહણ સમાપ્ત થાય ત્યારે સમાપ્ત થાય છે. તેવી જ રીતે, 21 સપ્ટેમ્બરના રોજ થનારા સૂર્યગ્રહણનું સૂતક ભારતીય સમય મુજબ સવારે 11 વાગ્યાથી શરૂ થશે. એટલે કે સૂર્યગ્રહણનો સૂતક સમયગાળો 21 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યાથી 22 સપ્ટેમ્બરના રોજ સવારે 3:23 વાગ્યા સુધીનો રહેશે.

સૂર્યગ્રહણના દિવસે આ મંત્રોનો જાપ કરવો શુભ

ધાર્મિક માન્યતાઓ અનુસાર, સૂર્યગ્રહણ દરમિયાન નકારાત્મક શક્તિઓ સક્રિય થાય છે. તેથી, ગ્રહણ દરમિયાન ચોક્કસ મંત્રોનો જાપ શુભ સાબિત થઈ શકે છે. મહામૃત્યુંજય મંત્ર, ગાયત્રી મંત્ર અને સૂર્ય મંત્રનો જાપ કરવાથી આ દિવસે તમને સકારાત્મકતા મળશે.

ક્યારે થાય છે સૂર્યગ્રહણ

જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે. ચંદ્ર વચ્ચે આવી જતાં સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર આવતો નથી.

વધુ વાંચો : પૈસા કરતાં પણ 'વધુ મળશે', જો તમે 5 વર્ષથી મોબાઈલ નંબર ન બદલ્યો હોય તો મળશે આ 5 લાભો!

કયા દેશોમાં દેખાશે?

આ ગ્રહણ દક્ષિણ ઓસ્ટ્રેલિયા, પેસિફિક મહાસાગર, એટલાન્ટિક અને એન્ટાર્કટિકામાં દેખાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

surya grahan news surya grahan 2025 surya grahan

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ