બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Surendranagar Mining Mafia Blasts Tarnetar Temple Damaged
Last Updated: 01:45 PM, 19 March 2024
સુરેન્દ્રનગરમાં ખનન માફીયાઓ ફરી બેફામ બન્યા છે. ત્યારે ખનન માફીયાઓએ વિખ્યાત તરણેતર મંદિરની બાજુમાં ખોદકામ શરૂ કર્યું છે. બ્લાસ્ટ અને ખોદકામથી શિવમંદિર અને ધર્મશાળા સહિતને નુકશાન થયું છે. ત્યારે બ્લાસ્ટનાં કારણે ઠેર ઠેર તીરાડો પડી છે. ત્યારે તરણેતરના મેળામાં જે વિવિધ હરીફાઈ થાય છે તે મેદાનમાં ખોદકામ શરૂ કર્યું છે. ત્યારે તરણેતર મંદિરની બાજુમાં આવેલા તળાવમાં પણ ખોદકામ શરૂ કરાયું છે. તળાવની પાળને પણ નુકશાન થયું હતું.
ADVERTISEMENT
ખોદકામ રોકવા મુખ્યમંત્રીને રજૂઆત કરી
આ સમગ્ર બાબતે ખનન માફીયાઓ બેચરભાઈ, અમરાભાઈ, દેવાભાઈ દ્વારા ખોદકામ શરૂ કરાયાની મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. ત્યારે ખનન રોકવામાં નહી આવે તો બ્લાસ્ટથી મંદિરને વધુ નુકશાન થશે.
ADVERTISEMENT
જાગૃત નાગરિકે પત્રમાં શું લખ્યું
આ બાબતે જાગૃત નાગરિક દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને લખેલ પત્રમાં જણાવ્યું હતું કે, તરણેતર ગામે જ્યાં લોકભાતીગળ મેળાનુ આાયોજન થાય છે. તે મેળામાં જે રમત-ગમત ઘોડારેસ તેમજ પશુ મેળાનું આયોજન કરવામાં આવે છે. તે મેદાનમાં તેમજ ત્યાં આવેલા તળાવમાં માથાભારે ઈસમો દ્વારા મોટા પ્રમાણમાં ખનીજ ચોરી ચાલી રહી છે. જેના લીધે ખનન માટે જે બ્લાસ્ટીંગ કરવામાં આવે છે. તેનાથી જે પૌરાણિક શિવ મંદિર તથા તેની બાજુમાં જે મંદિર તેમજ ધર્મશાળાઓ આવેલી છે.
તેમજ તળાવમાં ખનન બ્લાસ્ટિંગ થવાથી તળાવની પાળને પણ નુકશાન થયેલ છે. આ ભુમાફીયાઓથી ડરીને પંચાયત તંત્ર પણ આંખ આડા કાન કરી લીધા હોય તેવું લાગે છે. એવી આશા રાખું છું કે, જે આ ભુમાફીયાઓ દ્વારા ગામ તેમજ રાષ્ટ્રની સંપત્તિને નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે. તેને જલ્દી બંધ કરાવી તેના ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
વધુ વાંચોઃ નારાજ કેતન ઈનામદારને મનાવવાના પ્રયાસ! CR પાટીલે કહ્યું 'એ તો પાર્ટી નક્કી કરશે કે...'
ખનીજ માફીયાઓના નામ
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.