બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / Surat to kolkata Indigo plane emergency lands at bhopal
ADVERTISEMENT
એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાનમાં તકનીકી ખામી હતી. વિમાનમાં 172 મુસાફરો સવાર હતા. જાણવા મળ્યું છે કે પાયલોટને ધુમાડો થતો હોવાનું અનુભવાયું હતું, જેના પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વૈકલ્પિક વ્યવસ્થા કરી તમામ મુસાફરોને રવાના કરાયા છે.
પાઇલોટે ભોપાલ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથે વાત કરી
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ રવિવારે સવારે ઈન્ડિગોની ફ્લાઇટ સુરતથી કોલકાતા જઇ રહી હતી. માર્ગમાં ફ્લાઇટમાં તકનીકી ખામી સર્જાઇ હતી. પાઇલોટે ભોપાલ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથે વાત કરી હતી કારણ કે ભોપાલ એરપોર્ટ સૌથી નજીક હતું.
રાજા ભોજ એરપોર્ટ પર વિમાનને ઉતારવાની પરવાનગી લેવામાં આવી હતી. આ પછી, વિમાનને ભોપાલમાં ઉતારવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
યાત્રીઓને કહ્યું થોડી રાહ જોવી પડશે
વિમાનના ઇમરજન્સી લેન્ડિંગ પછી, મુસાફરોને કહેવામાં આવ્યું હતું કે તમારે થોડો સમય રાહ જોવી પડશે, કારણ કે વિમાનની તકનીકી ખામી છે. પાર્કિંગના નિષ્ણાંત ઇજનેરો વિમાનની તકનીકી ખામીને સુધારવા માટે પ્રયાસ કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.