ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / મોબાઈલની લતે દીકરીનો જીવ લીધો, માએ ઠપકો આપતા ધો.8માં ભણતી છોકરીનો આપઘાત

ઠપકો / મોબાઈલની લતે દીકરીનો જીવ લીધો, માએ ઠપકો આપતા ધો.8માં ભણતી છોકરીનો આપઘાત

Last Updated: 12:03 PM, 5 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતનાં પાંડેસરામાં મોબાઈલ માટે માતાએ ઠપકો આપતા તરૂણીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.

ADVERTISEMENT

સુરતનાં પાંડેસરા ખાતે આવેલ આવિર્ભાવ સોસાયટીમાં ધો. 8 માં ભણતી તરૂણીને માતાએ મોબાઈલ બાબતે ઠપકો આપતા તરૂણીને લાગી આવતા તરૂણીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.

મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશનાં રહેવાસી અને સુરતમાં લેબર કોન્ટ્રાક્ટ રાખવાનું કામ કરતા પરિવારની સગીરા જે ધો. 8 માં અભ્યાસ કરતી હતી. ત્યારે તરૂણીની માતા શાકભાજી લેવા ગઈ હતી. જે બાદ માતા પરત આવતા તરૂણીએ ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. ત્યારે આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચોઃ BZ પોન્ઝી સ્કીમમાં તપાસનો ધમધમાટ, 2500000000 રૂપિયાના બિનહિસાબી ટ્રાન્ઝેક્શન ઝડપાયા

ગત રોજ સાંજના સુમારે તરૂણી મોબાઈલમાં વ્યસ્ત હતી. ત્યારે તરૂણીની માતાએ તેને ઠપકો આપ્યો હતો. અને મોબાઈલ લઈ લીધો હતો. જે બાદ તરૂણીની માતા શાકભાજી લેવા ગયા હતા. જે બાદ તેઓ પરત આવતા નાની દીકરી સૂતેલ હતી. જ્યારે બીજી દીકરી ગળે ફાંસો ખાધેલ હાલતમાં મળી આવતા તરૂણીની માતાએ બુમાબુમ કરતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા. અને તરૂણીને 108 મારફત સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat news Young Woman Suicide Pandesara Police
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ