બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / surat dimond bourse work in progress

તૈયારી / સુરતમાં એ બિલ્ડીંગનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે જેના બન્યા બાદ વિશ્વભરમાં સુરતીઓનો વાગશે ડંકો

Kavan

Last Updated: 07:19 PM, 1 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ડાયમંડ બુર્સ આકાર પામી રહ્યું છે. આ બુર્સને પંચતત્વની થીમ ઉપર બનાવવામાં આવી રહ્યું છે. આ બુર્સથી સુરત શહેરની સાથે ગુજરાતને મોટો ફાયદો થશે. આ ડાયમંડ બુર્સ 2600 કરોડના ખર્ચે આકાર પામી રહ્યું છે. જે સપ્ટેમ્બર માસ સુધીમાં કાર્યરત થઇ જશે. આ ડાયમંડ બુર્સમાં 4200 જેટલી દુકાનો આવેલી છે.

  • હીરા બુર્સથી લોકોની આર્થિક સ્થિતિ સુધરશે
  • વાર્ષિક 2.5 લાખ કરોડના વેપારની આશા 
  • 1.5 લાખ લોકોને રોજગારીની મળશે

આમ તો ડાયમંડને પોલીશ કરવાનું સૌથી મોટુ હબ સુરત છે. પરંતુ અત્યાર સુધી મુંબઇ ટ્રેડિંગનું હબ હતું પરંતુ હવે સુરત ડાયમંડ પોલીશીંગની સાથે સાથે ટ્રેડિંગનું હબ પણ બશે. આ બુર્સ આઠ મહિનામાં સાકાર થઇ જશે. ત્યારબાદ રફ માઇનિંગની કંપનીઓની ઓફિસ પણ શરૂ થઇ જશે અને પ્રથમ વખતે રફનું કામ પણ અહીંથી થશે. આ ઉપરાંત જો બુર્સની વાત પણ કરવામાં આવે તો ડાયમંડ બુર્સમાં વાર્ષિક 2.5 લાખ કરોડનો વેપાર થવાની આશા છે. તો સાથે સાથે 1.5 લાખ લોકોને રોજગારીની આશા પણ જાગી છે.

28મી ડિસેમ્બરે યોજાઇ BDBની બેઠક 

28મી ડિસેમ્બરે મુંબઈ સ્થિત ભારત ડાયમંડ બુર્સ(બીડીબી)ની એજીએમ મળી હતી. જેમાં સિન્થેટિક ડાયમંડના ટ્રેડિંગને મંજૂરી અપાઈ છે. જેમાં આવનારા દિવસમાં કેટલીક ગાઈડલાઈન્સ જાહેર કરાશે. છેલ્લાં ઘણાં વખતથી સિન્થેટિક ડાયમંડની ભેળસેળના કારણે નેચરલ ડાયમંડ ઈન્ડસ્ટ્રિઝને અસર વર્તાતી હોવાની ચર્ચા ઉઠી હતી. 

જોકે, વર્ષ 2019થી ડાયમંડ માઈનીંગ કંપની દ્વારા લાઈટવેઈટ સિન્થેટિક ડાયમંડ જ્વેલરીનું વેચાણ શરૂ કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે, એકમાત્ર યુએસમાં જ અદાજે 50 ટકા જેટલું સિન્થેટીક ડાયમંડ અને તેની જ્વેલરીનું માર્કેટ ઉભું થયું છે. 

કરોડો રૂપિયાનો વેપાર મળવાની આશા 

તા.28મી ડિસેમ્બરે મળેલી બીડીબીની એજીએમમાં 5 વર્ષ પછી સિન્થેટીક ડાયમંડના ટ્રેડિંગ પર મુકવામાં આવેલો પ્રતિબંધ ઉંચકી લેવામાં આવ્યો છે.જેને લઈ સુરતના હજારો ડાયમંડ વેપારીને સીધું ભારતમાં જ સિન્થેટિક ડાયમન્ડને લઈ માર્કેટ મળી રહેશે. જેથી હીરા વેપારીઓને આવનારા સમયમાં કરોડો રૂપિયાનો સીધો વેપાર મળવાની આશા બંધાઈ છે.

સંકળાયેલા મુદ્દાઓ

surat surat diamond bourse ગુજરાત સુરત surat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ