ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / દીકરીને સંપત્તિ આપવા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, કહ્યું 'વસિયત કરનારની ઇચ્છા...'
Last Updated: 05:54 PM, 19 December 2025
ADVERTISEMENT
લિંગ સમાનતા પર એક ઐતિહાસિક ચુકાદા બાદ સુપ્રિમ કોર્ટ હવે એક પિતાની વસીયતને સમર્થન આપતા તેની પુત્રીને મિલકતમાંથી બેદખલ કરી દીધી છે. પિતા એનએસ શ્રીધરને તેમના નવ સંતાનમાંથી એક નાની દીકરી શાઈલા જોસેફને તેની વસીયત અને મિલતકમાંથી એટલા માટે કાી મુકી કે તેણે તેમના સમાજ સિવાય અન્ય સમાજમાં લગ્ન કર્યા હતા. સુપ્રીમ કોર્ટને હાઈકોર્ટ અને ટ્રાયલ કોર્ટનાં એ નિર્ણયોને પલ્ટી દીદા છે. જેમાં વસિયતનામા પર શંકા વ્યક્ત કરીને, નવ બાળકોમાં મિલકત સમાન રીતે વહેંચવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
સુપ્રિમ કોર્ટમાં આ મામલે સુનાવણી દરમ્યાન જસ્ટિસ અહસનુદ્દીન અમાનુલ્લાહ અને વિનોદચંદ્રની બેંચે કહ્યું કે વસીયતને પડકારી શકાય નહી કારણ કે તે સ્પષ્ટ રીતે સ્પષ્ટ થઈ ચૂક્યું છે. બેંચે કહ્યું તે હાઈકોર્ટ અને ટ્રાયલ કોર્ટના નિર્ણય અને હુકમનામું રદ્દ કરવામાં આવે છે. શાઈલાને તેના પિતાની મિલક્તમાં કોઈ ભાગ મળી શકશે નહી. જેને વસીયત મારફતે અન્ય ભાઈ-બહેનોને આપવામાં આવ્યા છે.

ADVERTISEMENT
શાઈલાના વકીલ પી.બી. કૃષ્ણનની બેંચે જણાવ્યું કે, તેમના ક્લાયન્ટને મિલકતમાં માત્ર 1/9 નો જ હક છે. જે મિલકતનો ખૂબ જ નાનો ભાગ છે. જે બાદ બેંચે સ્પષ્ટતા કરી હતી કે આવા કિસ્સાઓમાં સમાનતાનો પ્રશ્ન ઊભો થતો નથી. એ પિતાની ઈચ્છા પર આધારીત છે.

ADVERTISEMENT
વસિયત કરનારની ઇચ્છા સર્વોપરી છે
બેંચે કહ્યું કે, અમે સમાનતા વિશે વાત કરી રહ્યા નથી અને વસિયતનામા કરનારની ઇચ્છાને જ માન્ય રાખવામાં આવે છે. વસીયત કરનારની છેલ્લી ઈચ્છા અને વસીયતમાં કોઈ ફેરપાર કરી શકાતો નથી. ભાઈ-બહેનની અપીલને સ્વીકારતા કહ્યું કે, બેંચ શાઈલા દ્વારા દાયર સંપત્તિનો બરાબરનો હિસ્સો કરવાના દાવાને ફગાવી દીધો છે.
ADVERTISEMENT

વસીયત મામલે કોઈ નિયમ લાગુ ન થાય
ADVERTISEMENT
સુપ્રિમ કોર્ટેએ પણ સ્પષ્ટ કર્યું હતું કે, વસીયતના મામલે સમજદારીનો નિયમ લાગુ થતો નથી. વસીયત વ્યક્તિની પોતાની ઈચ્છા હોય છે અને મિલકતનો ભાગ કરવાનો સંપૂર્ણ અધિકાર હોય છે. અને જો વસીયત મારફતે ભાઈ-બહેનને તેમની મિલ્કમાંથી વંચિત રાખ્યા હોય તો કોર્ટ સમજદારીથી નિયમ લાગુ કરી શકે છે.
આ પણ વાંચોઃ સંસદ સત્ર બાદ પક્ષ-વિપક્ષની 'ચાય પે ચર્ચા', PM મોદી-પ્રિયંકા ગાંધી સહિત દિગ્ગજો રહ્યાં ઉપસ્થિત
ADVERTISEMENT
સુપ્રિમ કોર્ટે શાઈલને વસીયતમાંથી બાકાત રાખવાના કારણ પર ટિપ્ણી કરતા બેંચે કહ્યું હતું કે, મિલકતમાંથી બાકાત રાખવા માટે એક કારણ જણાવવામાં આવ્યું છે. જે સ્વીકારતા અમે નક્કી કરતી શકતા નથી કે સમજદારીનો નિયમ શું કહે છે. અમે વસીયત કરવાવાળાને અમારા સ્થાન પર નહી મુકી શકીએ. અમે અમારો અભિપ્રાય વસીતય કરવાવાળાના વિચાર સાથે નહી બદલી શકતા.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.