ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Politics / સંસદ સત્ર બાદ પક્ષ-વિપક્ષની 'ચાય પે ચર્ચા', PM મોદી-પ્રિયંકા ગાંધી સહિત દિગ્ગજો રહ્યાં ઉપસ્થિત

Video / સંસદ સત્ર બાદ પક્ષ-વિપક્ષની 'ચાય પે ચર્ચા', PM મોદી-પ્રિયંકા ગાંધી સહિત દિગ્ગજો રહ્યાં ઉપસ્થિત

Published By: Priykant Shrimali

Last Updated: 01:40 PM, 19 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Parliament Winter Session 2025 : સંસદ સત્ર બાદ 'ચા પર ચર્ચા'- શાસક અને વિપક્ષના નેતાઓ એક સાથે જોવા મળ્યા, જુઓ અહીં Video

ADVERTISEMENT

Parliament Winter Session 2025 : આજે એટલે કે 19 ડિસેમ્બર અને બુધવારે સંસદનું શિયાળુ સત્ર પૂર્ણ થયા બાદ એક અનોખું રાજકીય દ્રશ્ય જોવા મળ્યું. વાસ્તવમાં લોકસભા સ્પીકર ઓમ બિરલા, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી સહિત શાસક અને વિપક્ષના અનેક નેતાઓ એક જ મંચ પર ચા પીતાં ચર્ચામાં વ્યસ્ત રહ્યા હતા.

આ અનૌપચારિક બેઠકમાં સંસદની કામગીરી, સત્રમાં પસાર થયેલા બિલ અને સામાન્ય રાજકીય વિષયો પર વાત કરવામાં આવી હતી. હાજર નેતાઓમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ, ચિરાગ પાસવાન, લલ્લન સિંહ, કિરેન રિજિજુ, અર્જુન રામ મેઘવાલ, સુપ્રિયા સુલે, રાજીવ રાય, ધર્મેન્દ્ર યાદવ અને એ રાજા જેવા અનેક જાણીતા સાંસદો હતા.

આ પણ વાંચો :'કોઇ પણ ઉમેદવારે અનામતનો લાભ લીધો છે, તો...', ભરતી પ્રક્રિયા પર હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

સૂત્રોના જણાવ્યા મુજબ પીએમ મોદી અને પ્રિયંકા ગાંધી વચ્ચે વાયનાડ અંગે સકારાત્મક અને સૌહાર્દપૂર્ણ વાતચીત થઈ હતી. સાથે જ સભ્યોએ નવા સંસદ ભવનમાં સમર્પિત હોલ બનાવવા અંગેની માંગણી પણ ઉપસ્થિત કરી. એક વરિષ્ઠ મંત્રીએ જણાવ્યું કે, જૂની સંસદ ભવનમાં આવી વ્યવસ્થા હતી, પરંતુ તેનો ઉપયોગ બહુ ઓછો થતો હતો. આ સાથે સભ્યોએ PM મોદીને કહ્યું કે આ સત્ર ઘણું સારું રહ્યું, પણ થોડી વધુ લાંબી થવી જોઇતી હતી કેમકે મોડી રાત્રિ સુધી બિલ પસાર કરવું આદર્શ નથી. મજાકમાં એ પણ ઉલ્લેખાયું કે, વિપક્ષના સતત વિરોધને કારણે સત્ર ટૂંકું થયું. આ પર PM મોદીએ હળવી ટિપ્પણી કરતાં કહ્યું કે, તેઓ વિપક્ષના અવાજોને દબાવવા માંગતા નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi Priyanka Gandhi Winter Session 2025

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ