બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'કોઇ પણ ઉમેદવારે અનામતનો લાભ લીધો છે, તો...', ભરતી પ્રક્રિયા પર હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

ચુકાદો / 'કોઇ પણ ઉમેદવારે અનામતનો લાભ લીધો છે, તો...', ભરતી પ્રક્રિયા પર હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

Published By: Priykant Shrimali

Last Updated: 11:06 AM, 19 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Police Recruitment 2025 : ભરતી પ્રક્રિયામાં અનામતનો લાભ લેશો તો... હાઈકોર્ટનો મોટો નિર્ણય, OBC-EWS ઉમેદવારોને આંચકો, જાણોશું છે સમગ્ર મામલો ?

Police Recruitment 2025 : પોલીસ ભરતી સાથે જોડાયેલ એક કેસમાં મધ્યપ્રદેશ હાઇકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. વાસ્તવમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટે પોલીસ ભરતી પ્રક્રિયામાં અનામતના ઉપયોગ અંગે એક મહત્વપૂર્ણ અને સ્પષ્ટ નિર્ણય આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે,જો કોઈ ઉમેદવાર ભરતીના કોઈ પણ તબક્કે અનામતનો લાભ લે છે, તો પછી તે સામાન્ય (જનરલ) શ્રેણીમાં સામેલ થવાની માંગ કરી શકતો નથી.

વાસ્તવમાં આ નિર્ણય પોલીસ કોન્સ્ટેબલ ભરતી સાથે જોડાયેલા એક કેસમાં આપવામાં આવ્યો છે. વિગતો મુજબ આ કેસમાં OBC અને EWS શ્રેણીની ત્રણ મહિલા ઉમેદવારોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમનું કહેવું હતું કે, તેમની કુલ ગુણસંખ્યા સામાન્ય શ્રેણીના કટ-ઓફ કરતાં વધુ છે તેથી તેમને જનરલ કેટેગરી હેઠળ પસંદ કરવી જોઈએ.

હવે જાણો શું હતો સમગ્ર મામલો?

મળતી માહિતી પ્રમાણે આ ત્રણેય ઉમેદવારોએ OBC અને EWS કેટેગરી હેઠળ લેખિત પરીક્ષા આપી હતી. લેખિત પરીક્ષામાં તેમના ગુણ સામાન્ય શ્રેણીના ઉમેદવારો કરતાં ઓછા હતા. જોકે શારીરિક ક્ષમતા પરીક્ષણમાં તેમણે સારું પ્રદર્શન કર્યું, જેના કારણે તેમના કુલ ગુણ સામાન્ય શ્રેણીના કટ-ઓફથી વધુ થઈ ગયા. જોકે તેમનાં નામ અંતિમ મેરિટ યાદીમાં સામેલ કરવામાં ન આવતા તેમણે હાઈકોર્ટમાં અરજી કરી અને માંગ કરી કે, તેમને જનરલ કેટેગરીમાં ગણવામાં આવે.

હવે જાણીએ કે હાઇકોર્ટે શું કહ્યું ?

આ કેસની સુનાવણી મધ્યપ્રદેશ હાઈકોર્ટની સિંગલ બેન્ચ દ્વારા કરવામાં આવી હતી, જેમાં જસ્ટિસ દીપક ખોટ અધ્યક્ષ હતા. સોમવારે કોર્ટે આ અરજી ફગાવી દીધી અને જણાવ્યું કે, અરજીમાં કોઈ મજબૂત આધાર નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, આ કેસમાં કુલ ગુણને આધાર બનાવવો યોગ્ય નથી. કારણ કે જો ઉમેદવારોએ લેખિત પરીક્ષામાં અનામતનો લાભ ન લીધો હોત તો તેઓ શારીરિક પરીક્ષણના તબક્કા સુધી પહોંચી શક્યા ન હોત.

આ પણ વાંચો : હાડ થીજવતી ઠંડી અને ગાઢ ધુમ્મસ વચ્ચે હવે 2 દિવસ વરસાદની આગાહી

હાઇકોર્ટે કરી મોટી સ્પષ્ટતા

મધ્યપ્રદેશ હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, એકવાર કોઈ ઉમેદવાર ભરતી પ્રક્રિયામાં અનામતનો લાભ લઈ લે પછી તે પોતાની શ્રેણી બદલવાની માંગ કરી શકતા નથી. અનામતનો લાભ લઈને આગળ વધ્યા બાદ જનરલ કેટેગરીમાં સ્થાન માગવું કાયદેસર નથી. નોંધનીય છે કે, હાઈકોર્ટનો આ નિર્ણય ભવિષ્યની તમામ સરકારી ભરતી પ્રક્રિયાઓ માટે મહત્વપૂર્ણ બની રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Police Recruitment 2025 Madhya Pradesh Reservation

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ