બ્રેકિંગ ન્યુઝ
VTV / supreme court says insurance ccompanies cant reject claim in these cases
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે વિમાકર્તા પોલિસી કાઢ્યા બાદ પ્રસ્તાવ ફોરમમાં વિમાધારક દ્વારા દર્શાવવામાં આવેલ વર્તમાન તબીબી સ્થિતિનું કારણ આપીને પોલિસી રદ કરી શકે નહીં.
જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ બીવી નાગરથનાની બેન્ચે એમ પણ કહ્યું હતું કે વીમા કંપનીને આપવામાં આવતી માહિતીમાં તમામ મહત્ત્વપૂર્ણ તથ્યો જાહેર કરવાની વિમાધારકની ફરજ છે.
એવું માનવામાં આવે છે કે ઓફર કરેલા વીમાને લગતી તમામ હકીકતો અને તથ્યો તે અગાઉથી જાણે છે.
ADVERTISEMENT
સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે જો કે અરજી કરનાર વ્યક્તિ તે જ જાહેર કરી શકે છે જેની તેને જાણ હોય છે. જે સ્થિતિનો તેને પરિચય નથી તેની જાણ તે કેવી રીતે કરે?
અગાઉથી જણાવ્યું જ હોય તો દાવો નકારી શકાય નહીં
ADVERTISEMENT
તાજેતરના ચુકાદામાં, બેન્ચે જણાવ્યું હતું કે, "એકવાર વીમાધારકની તબીબી સ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી પોલિસી આપી દીધી, તો પછી વીમાદાતા કંપની તેની હાલની તબીબી સ્થિતિને કારણે દાવો નકારી શકે નહીં, જે વીમો લેનાર વ્યક્તિએ ફોરમમાં જણાવ્યું જ હતું.
સર્વોચ્ચ અદાલત મનમોહન નંદા દ્વારા નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (NCDRC) ના આદેશ સામે દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી કરી રહી હતી, જેણે યુએસમાં થયેલા તબીબી ખર્ચનો દાવો કરવાની તેમની અરજીને ફગાવી દીધી હતી.
ADVERTISEMENT
આ હતો આખો કેસ
નંદાએ 'ઓવરસીઝ મેડિક્લેમ બિઝનેસ એન્ડ હોલીડે પોલિસી' લીધી હતી કારણ કે તેઓ અમેરિકા જવાના હતા. ત્યાર બાદ તેઓ સાન ફ્રાન્સિસ્કો એરપોર્ટ પર પહોંચ્યા પછી, તેમને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી અને હૃદયની નળીઓમાં અવરોધ દૂર કરવા માટે ત્રણ સ્ટેન્ટ નાખવામાં આવ્યા. ત્યારબાદ, અપીલકર્તાએ વીમા કંપની પાસેથી સારવારનો ખર્ચ માંગ્યો હતો જેને પાછળથી એમ કહીને ફગાવી દેવામાં આવ્યો હતો કે અપીલકર્તાને 'હાયપરલિપિડેમિયા' અને ડાયાબિટીસ છે, જે વીમા પૉલિસી ખરીદતી વખતે જાહેર કરવામાં આવ્યા ન હતા.
ADVERTISEMENT
NCDRC એ તારણ કાઢ્યું હતું કે ફરિયાદી સ્ટેટિન દવા લેતો હોવાથી, જે મેડિક્લેમ પોલિસી ખરીદતી વખતે જાહેર કરવામાં આવ્યું ન હતું, અને આ રીતે તે તેના સ્વાસ્થ્યની સ્થિતિ વિશે સંપૂર્ણ જાહેરાત કરવાની તેમની ફરજ નિભાવવામાં દર્દી નિષ્ફળ ગયો હતો. આ મામલે સર્વોચ્ચ અદાલતે કહ્યું કે યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની દ્વારા દાવાને બરતરફ કરવો એ ગેરકાયદેસર છે અને યોગ્ય નથી.
વીમા કંપનીએ વળતર આપવું પડે
તેમાં જણાવવામાં આવ્યું હતું કે મેડિક્લેમ પોલિસી ખરીદવાનો ઉદ્દેશ્ય એવી અચાનક બીમારી કે બીમારી કે જે અપેક્ષિત નથી અથવા તો નજીક છે અને જે વિદેશમાં પણ થઈ શકે છે તેના કેસમાં વળતર મેળવવાનો છે. બેન્ચે કહ્યું હતું કે, "જો વીમાધારક અચાનક જ કોઈ બીમારીથી પીડાય છે જે પોલિસી હેઠળ સ્પષ્ટપણે બાકાત નથી, તો તે ખર્ચ માટે અપીલકર્તાને વળતર આપવાની વીમા કંપનીની ફરજ બને છે."
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.