બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું વિચારો, સુપ્રીમ કોર્ટની કડક ટીપ્પણી
Last Updated: 02:28 PM, 19 February 2026
ફ્રીબીજ (મફત યોજનાઓ) મુદ્દે સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું છે કે ઘણા રાજ્યોની સરકાર ભારે દેવા અને ખોટમાં ચાલી રહી છે છતાં પણ તેઓ મફત સુવિધા આપી રહી છે.કોર્ટનું માનવું છે કે મફત યોજનાઓ વહેંચવાને બદલે સરકારે રોજગારી ઊભી કરવા પર વધુ ધ્યાન આપવું જોઈએ. આ ટિપ્પણી મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સુર્યકાંતની આગેવાની હેઠળની બેંચે કરી છે.
ADVERTISEMENT
મુખ્ય ન્યાયાધીશ સુર્યકાંતની આગેવાની હેઠળની બેંચ તમિલનાડુની વીજ કંપની સંબંધિત એક કેસની સુનાવણી કરી રહી હતી. વીજ કંપનીએ કહ્યું કે અમે પહેલેથી જ વીજદર (ટેરિફ) નક્કી કરી દીધા હતા. પછી સરકારે જાહેરાત કરી કે અમે વીજળી મફત આપીશું. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરી.બેંચે કહ્યું કે જો સરકાર મફત પૈસા, મફત વીજળી અથવા બીજી સુવિધાઓ આપતી રહેશે તો તેનો ખર્ચ કોણ ભરશે? આખરે આ બોજો ટેક્સ ચૂકવનારા લોકો પર જ પડશે. કોર્ટે જણાવ્યું કે સરકારે ફક્ત મફત વસ્તુઓ આપવાની જગ્યાએ રોજગાર ઊભો કરવા પર વધુ ધ્યાન આપવું જોઈએ જેથી લોકો પોતાની કમાણીથી જીવન જીવી શકે.
મુખ્ય ન્યાયાધીશ સુર્યકાંતે દેશના ફ્રીબીજ સિસ્ટમ પર ટિપ્પણી કરતા કહ્યું કે આ રીતે સતત મફત વસ્તુઓ વહેંચવાથી દેશનો આર્થિક વિકાસ અટકી શકે છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો શિક્ષણ અથવા જીવનની મૂળભૂત જરૂરિયાતો પણ પૂરી કરી શકતા નથી એવા લોકોને મદદ કરવી રાજ્યની ફરજ છે. પરંતુ હાલ મફત સુવિધાઓનો લાભ પહેલા એ લોકોને મળી રહ્યો છે જે સક્ષમ છે અને આરામથી જીવી રહ્યા છે. શું આ એવી બાબત નથી કે જેમાં સરકારે ગંભીરતાથી ધ્યાન આપવું જોઈએ?
ADVERTISEMENT

આ પણ વાંચોઃ સ્પીકર ઓમ બિરલાના AI વીડિયો પર કોંગ્રેસ મીડિયા સેલને નોટીસ, 8 નેતાઓ પાસેથી મગાયો જવાબ
ADVERTISEMENT
CJIએ કહ્યું અમને એવા રાજ્યોની ખબર છે જ્યાં ફ્રી વીજળી છે. ભલે તમે મોટા જમીનના માલિક હોવ વીજળી વાપરો છો.જો તમારે કોઈ ફેસિલીટી જોઈએ તો તમારે તેના માટે પૈસા આપવા પડે છે. આ ટેક્સના પૈસા છે. તેમણે કહ્યું કે, અમે માત્ર તમિલનાડુની જ વાત નથી કરી રહ્યા. સીજેઆઈએ કહ્યું કે અમે એવું પુછવા માંગીયે છીએ કે ઈલેક્શનના ઠીક પહેલા યોજનાઓની જાહેરાત કેમ કરવામાં આવી રહી છે.
તેમણે કહ્યું કે, આ અંગે પણ તમામ રાજકીય પક્ષ, સમાજવિજ્ઞાનિઓની આઈડિયોલોજી પર ફરી વિચારવાની જરૂર છે. આ ક્યાં સુધી ચાલશે. CJIએ કહ્યું કે રાજ્ય નુકસાનમાં છે. પણ તેમ છતા મફતમાં આપી રહ્યું છે. તેમણે કહ્યું કે જો તમે એક વર્ષમાં 25 ટકા રેવન્યૂ ભેગી કરો છો તો તેનો ઉપયોગ રાજ્યના વિકાસ માટે કેમ ન કરી શકાય?
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.