ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અમિત ખૂંટ આપઘાતમાં રાજદીપસિંહ રીબડાની વધી મુશ્કેલી, સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

રાજકોટ / અમિત ખૂંટ આપઘાતમાં રાજદીપસિંહ રીબડાની વધી મુશ્કેલી, સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

Published By: Vishal Khamar

Last Updated: 03:21 PM, 14 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમિત ખૂંટ આપઘાત કેસમાં સુપ્રીમ કોર્ટે રાજદીપસિંહ રીબડાની જામીન અરજી રદ્દ કરી દેતા રાજદીપસિંહ રીબડાની મુશ્કેલી વધી છે.

ADVERTISEMENT

રીબડા ગામના ચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસમાં એક વધુ મોટો વળાંક આવ્યો છે. આરોપી તરીકે નામે આવેલા રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન માટે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીને ફગાવી દેવામાં આવી છે. જેનાથી રાજદીપસિંહની મુશ્કેલી વધી છે અને હવે તેઓને જેલની હવા ખાવી પડી શકે છે.

દિવાળી બાદ રાજદીપસિંહ જાડેજાની ધરપકડની પૂરી શક્યતા

અમિત ખૂંટના આપઘાત બાદ તપાસ દરમ્યાન રાજદીપસિંહ તથા અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ સામે આવ્યું હતું. અગાઉ અનિરુદ્ધસિંહને પણ પોલીસના હવાલે થવું પડ્યું હતું. અને હવે રાજદીપસિંહ માટે પણ જેલ જવાનું માર્ગ ખુલ્લું થયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળી બાદ રાજદીપસિંહ જાડેજાની ધરપકડની પૂરી શક્યતા છે. પોલીસે પણ તેમની સામે વધુ કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી છે. આ કેસની ગંભીરતાને લઈને સ્થાનિક રાજકીય અને સામાજિક મંચો પર પણ ચર્ચા શરૂ થઈ છે. હવે જોવાનું એ રહેશે કે દિવાળીની ઉજવણી બાદ કેસ કયા નવા વળાંકો લે છે.

રાજકોટના અમિત ખૂંટની આત્મહત્યા કેસમાં રાજદીપસિંહ જાડેજાએ આગોતરા જામીન માટે ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી છે. તેની પહેલા ગોંડલ સેશન્સ કોર્ટે પણ આગોતરા જામીન ફગાવ્યા હતા. રાજદીપ હાલમાં ફરાર છે અને પોલીસ હવે તેના વિરુદ્ધ વોરંટ કાઢવા ફરી કોર્ટમાં અરજી કરશે.

ચાર્જશીટ અનુસાર રાજદિપસિંહ અને અનિરુદ્ધસિંહે રહીમ મકરાણી મારફતે એક સગીરાનો ઉપયોગ કરીને અમિત ખૂંટને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવવાનો ષડ્યંત્ર રચ્યું હતું. આ માટે રહિમે સગીરાના સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ કરી અમિત સાથે સંપર્ક સાધ્યો અને પુરાવા તૈયાર કર્યા. વકીલ દિનેશ પાતર અને સંજય પંડિતે પણ ફરિયાદ દાખલ કરાવવામાં ભૂમિકા ભજવી હતી. અનિરુદ્ધસિંહે પોપટ સોરઠીયા હત્યા કેસમાં પોતાને થયેલી સજા માફી સામે અમિત ખૂંટે સરકારમાં અરજીઓ કરી હતી. જેથી એમણે અમિત સામે કાવતરું રચ્યું હોય તેવી આશંકા ઉઠાવવામાં આવી છે.

મૃતકની સુસાઇડ નોટ...

અમિત ખૂંટ પાસેથી ચાર પાનાની સુસાઇડ નોટ મળી હતી. જેમાંથી એક પાનું તેના હેન્ડરાઇટિંગ સાથે ન મળતાં એ પાનું કોઇએ જુદુંથી ઉમેર્યું હોવાની પણ શક્યતા છે. આ મામલે FSL રિપોર્ટ તપાસ માટે મહત્વનો છે. જોકે આરોપી તરફથી દલીલ કરવામાં આવી રહી છે કે સુસાઇડ નોટ અને રાજકીય વિવાદ સિવાય તેમના વિરુદ્ધ કોઈ સીધો પુરાવો નથી.

સરકારી વકીલનું કહેવું છે કે, 2022ની ચૂંટણી દરમિયાન થયેલા ઝઘડા અને સજા માફી સામેની અરજીઓથી સાબિત થાય છે કે, અમિત વિરુદ્ધ કાવતરું રચાયું હતું. સુસાઇડ નોટમાં આરોપીઓના નામ હોવા ઉપરાંત તેમના વચ્ચેના ફોન કોલ્સ અને સંપર્કો પણ કાવતરાને પુરવાર કરે છે. આ સાથે જ રહીમ મકરાણી, અતા ઉલા અને રાજદીપ ત્રણેય હાલ ગાયબ છે જેને લઈને વધુ તપાસ આવશ્યક બની છે.

આ પણ વાંચોઃ નવું મંત્રીમંડળ : દિગ્ગજ કોંગ્રેસીને સ્થાન, 3 યુવા ધારાસભ્યોને તક, હર્ષ સંઘવીને મળી શકે પ્રમોશન

શું છે અમિત ખૂંટ આપઘાત કેસ?

ઉલ્લેખનીય છે કે, 3 મેના રોજ રાજકોટ શહેરમાં મોડેલિંગ ક્ષેત્રે કાર્યરત 17 વર્ષીય સગીરાએ અમિત ખૂંટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ 5 મે, 2025એ દુષ્કર્મના આરોપી અમિત ખૂંટે રીબડા ગામમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી, જેમાં લખ્યું હતું કે મને મારવા પાછળ અનિરુદ્ધસિંહ અને રાજદિપસિંહનો હાથ છે. ઉલ્લેખનીય છે કે મૃતક અમિત ખૂંટ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો સમર્થક હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajdeep Singh Ribada Bail Denied Rajkot news

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ