બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Supreme Court hearing on Rahul Gandhi's petition, notice issued to Gujarat government and Purnesh Modi

માનહાનિ / મોદી સરનેમ કેસ: રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, દોષમુક્તની મનાઈ કરી ગુજરાત સરકાર અને પૂર્ણેશ મોદીને ફટકારી નોટિસ

Priyakant

Last Updated: 01:17 PM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rahul Gandhi Defamation Case News: સુપ્રીમ કોર્ટે કેસની આગામી સુનાવણી માટે 4 ઓગસ્ટની તારીખ નક્કી કરી, ગુજરાત સરકાર અને પૂર્ણેશ મોદીને ફટકારી નોટિસ

  • આજે રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
  • સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને પૂર્ણેશ મોદીને ફટકારી નોટિસ
  • સુપ્રીમ કોર્ટે કેસની આગામી સુનાવણી માટે 4 ઓગસ્ટની તારીખ નક્કી કરી

આજે રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં સુપ્રીમ કોર્ટે 'મોદી અટક' પર તેમની વિવાદાસ્પદ ટિપ્પણીને લગતા ફોજદારી માનહાનિના કેસમાં ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને પડકારતી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર ગુજરાતના ભૂતપૂર્વ પ્રધાન પૂર્ણેશ મોદી અને રાજ્ય સરકારનો જવાબ માંગ્યો હતો. મહત્વનું છે કે, ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં રાહુલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી, જેમાં તેમને દોષિત ઠેરવવા પર સ્ટે મૂકવાની વિનંતી કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ પીકે મિશ્રાની બેંચે રાહુલની અરજી પર સુનાવણી કરતી વખતે પૂર્ણેશ મોદી અને ગુજરાત સરકારને નોટિસ પાઠવી હતી. નોંધનીય છે કે, પૂર્ણેશ મોદીએ 13 એપ્રિલ 2019 ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલી દરમિયાન 'મોદી અટક' વિશેની તેમની વિવાદાસ્પદ ટિપ્પણી માટે વર્ષ 2019માં કોંગ્રેસ નેતા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.  

રાહુલ ગાંધીના વકીલે શું કહ્યું ? 
રાહુલ ગાંધી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ કહ્યું કે, કોંગ્રેસના નેતાએ 111 દિવસ સુધી સહન કર્યું છે, સંસદના એક સત્રમાં હાજરી આપવાની તક ગુમાવી છે અને બીજા સત્રમાં હાજરી આપવાની તક ગુમાવવાના છે. સુપ્રીમ કોર્ટે કેસની આગામી સુનાવણી માટે 4 ઓગસ્ટની તારીખ નક્કી કરી છે. રાહુલ ગાંધીએ 15 જુલાઈએ દાખલ કરેલી અરજીમાં કહ્યું હતું કે, જો 7 જુલાઈના રોજ આપવામાં આવેલા આદેશ પર સ્ટે નહીં મુકવામાં આવે તો તે વાણી, અભિવ્યક્તિ, અભિપ્રાય અને નિવેદનની સ્વતંત્રતાનો ગૂંગળામણ થઈ જશે. 

રાહુલ ગાંધીને 'મોદી અટક' વિશેની તેમની વિવાદાસ્પદ ટીપ્પણીને લગતા ગુનાહિત માનહાનિના કેસમાં ગુજરાતની અદાલતે તેમને દોષિત ઠેરવ્યા અને બે વર્ષની જેલની સજા ફટકાર્યા બાદ 24 માર્ચે લોકસભાના સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. રાહુલની સજા પર સ્ટે મુકવાથી તેમના લોકસભાના સભ્ય તરીકે પુનઃસ્થાપિત થવાનો માર્ગ મોકળો થઈ શક્યો હોત પરંતુ તેમને સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટમાંથી કોઈ રાહત મળી ન હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ