ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થયેલી લેટેસ્ટ સિરીઝ તાંડવને લઈને વિવાદ હજુ શમ્યો નથી ત્યાં હવે મિર્ઝાપુરનાં નિર્માતાઓને સુપ્રીમ કોર્ટે નોટીસ ફટકારી છે. એક માહિતી અનુસાર ઉત્તર પ્રદેશનાં મિર્ઝાપુર જિલ્લાનાં ચિલબિલિયા ભુઈલીનાં રહેવાસી અરવિંદ ચતુર્વેદીએ મિર્ઝાપુરનાં સિરીઝનાં નિર્માતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે અંતર્ગત કોર્ટે નોટીસ ફટકારતા કહ્યું છે આ કેસની સુનાવણી બધા ઓટીટી પ્લેટફોર્મનાં કન્ટેન્ટ પર નિયંત્રણની માંગની ફરિયાદ સાથે કરવામાં આવશે. સીજેઆઈ એસએ બોબડે, જસ્ટિસ એએસ બોપન્ના અને વી રામા સુબ્રમણ્યમની બેન્ચે નોટીસ જાહેર કરી છે.
મિર્ઝાપુરને ખોટી રીતે ચીતરવાનો આરોપ
ADVERTISEMENT
લોકોની ફરિયાદ છે કે સિરીઝમાં મિર્ઝાપુરને ખોટીરીતે ચીતરવામાં આવ્યું છે. જેનાંથી તેની છબી ખરાબ થઈ છે અને ત્યાનાં સ્થાનિય લોકોની ધાર્મિક, ક્ષેત્રિય અને સામાજિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. જે અંગે મિર્ઝાપુરની વેબ સિરીઝ સાથે જોડાયેલા રિતેશ સિધવાની, ફરહાન અખ્તર અને ભૌમિક ગોડલિયા તેમજ એમેઝોન પ્રાઇમ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
રિલીઝ સમયે પણ વિવાદોમાં ઘેરાઈ હતી
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે જ્યારે ઓક્ટોબર મહિનામાં મિર્ઝાપુર વેબ સિરીઝની બીજી સિઝન રિલીઝ થઈ હતી ત્યારે પણ તે ખૂબ વિવાદોમાં ઘેરાઈ હતી અને સોશિયલ મીડિયા પર તેને બોયકોટ કરવાની માંગ પણ ઉઠી હતી.
સંકળાયેલા મુદ્દાઓ