મુંબઇ: સની લિયોની અને અરબાઝ ખાન સ્ટાર અપકમિંગ ફિલ્મ 'તેરા ઇન્તઝાર' નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મમાં સની અને અરબાઝ ખાન લવ બડર્સનો રોલ પ્લે કરી રહ્યા છે. સ્ટોરી પ્રમાણે અરબાઝ સનીને મળે છે એ પહેલા જ એનો ફોટો બનાવે છે જે એને ખૂબ જ પસંદ આવે છે. બંનેની મિત્રતા થાય છે અને પછીથી એકબીજા સાથે પ્રેમ થઇ જાય છે. સ્ટોરીમાં અચાનક ટ્વિસ્ટ તો ત્યારે જ આવે છે જ્યારે અરબાઝ અચાનક ગાયબ થઇ જાય છે અને સની લોકો પાસે મદદ માંગે છે અને નવી પરેશાનીમાં ફસાઇ જાય છે.
ટ્રેલરમાં જ્યાં સની અરબાઝની સાથે રોમાન્સ કરતી જોવા મળી રહી છે તો બીજી બાજુ ફિલ્મમાં એના આઇટમ નંબર પણ જોવા મળશે. પહેલા પણ સની 'બેબી ડોલ' આઇટમ સોન્ગ કરી ચૂકી છે જે ખૂબ જ ફેમસ થયું હતું. આ ઉપરાંત સની અને અરબાઝના કેટલાક રોમેન્ટિક સોન્ગની ઝલક પણ ટ્રેલરમાં જોવા મળશે.
સનીની આ ફિલ્મ એક રોમેન્ટિક મ્યૂઝિકલ છે. જેમાં સનીએ અરબાઝની સાથે બોલ્ડ સીન પણ આપ્યા છે. ફિલ્મમાં સની અરબાઝ ઉપરાંત ગૌહર ખાન અને આર્ય બબ્બર પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ 24 નવેમ્બરના રોજ રિલીઝ થશે.