બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Sunny Deol will back on screens again, shooting of Gadar 2 is going to start soon
ટૂંક સમયમાં જ થશે "ગદર 2"થી સંકળાયેલ અનાઉંસમેંટ
'ગદર 2'માં ઉત્કર્ષ ભજવશે સની-અમીષાના પુત્રની ભૂમિકા
અમીષા પટેલે અનિલ શર્મા સાથે ફિલ્મ વિશે કરી હતી વાતચીત
ADVERTISEMENT
સની દેઓલનો ડાઈલોગ 'હમારા હિન્દુસ્તાન ઝિંદાબાદ થા ઝિંદાબાદ હૈ ઓર ઝિંદાબાદ રહેગા' અને હેન્ડપંપ ઉપાડવાનો આઇકોનિક દ્રશ્ય દર્શકોને યાદ જ હશે. સની દેઓલ, અમીષા પટેલ અને અમરીશ પુરીની ફિલ્મ "ગદર: અ લવ સ્ટોરી", જે માત્ર બોક્સ ઓફિસ પર જબરદસ્ત બિઝનેસ કર્યો ન હતો, પણ ઘણી લોકપ્રિય થઈ હતું. આ સુપરહિટ ફિલ્મ વર્ષ 2001માં રિલીઝ થઈ હતી અને ઘણા વર્ષો બાદ પણ દર્શકો તેની સિક્વલની રાહ જોઈ રહ્યા છે.
ટૂંક સમયમાં જ થશે "ગદર 2"થી સંકળાયેલ અનાઉંસમેંટ
તમને જણાવી દઈએ કે આ રાહ હવે સમાપ્ત થવા જઈ રહી છે, કારણ કે મેકર્સે "ગદર 2" પર કામ શરૂ કરી દીધું છે. એક રિપોર્ટ અનુસાર, અનિલ શર્મા તેના પુત્ર ઉત્કર્ષ શર્મા સાથે "ગદર 2"ની શૂટિંગ અંગે સંપૂર્ણ રીતે તૈયાર છે. તે ટૂંક સમયમાં જ આ ફિલ્મથી સંકળાયેલ અનાઉંસમેંટ કરશે. ફિલ્મની સ્ક્રિપ્ટ અગાઉ જ તૈયાર થઈ ચૂકી છે.
ADVERTISEMENT
'ગદર 2'માં ઉત્કર્ષ ભજવશે સની-અમીષાના પુત્રની ભૂમિકા
'ગદર'ની વાત કરીએ તો, આ ફિલ્મના સીન્સથી લઈને ડાઈલોગને ગીતો ખૂબ હિટ થયા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા મેળવી હતી. આમાં અમીષા પટેલે સકીનાની અને સની દેઓલે તારા સિંહની ભૂમિકા ભજવી હતી. તેમના પુત્રની ભૂમિકા હવે 'ગદર 2'માં ઉત્કર્ષ ભજવશે. તેણે વર્ષ 2018માં 'જીનિયસ' દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.
અમીષા પટેલે અનિલ શર્મા સાથે ફિલ્મ વિશે કરી હતી વાતચીત
એક્ટર્સ અમીષા પટેલે પણ ઓગસ્ટ મહિનામાં ગદરના ડિરેક્ટર અનિલ શર્મા સાથે ફોટાઝ શેર કર્યા હતા અને કહ્યું હતું કે તેમની ફિલ્મ વિશે વાતચીત થઈ હતી. તે ઉપરાંત અમીષા પટેલે કેપ્શનમાં એવું પણ લખ્યું હતું કે તે વર્ષ 2022માં "ગદર 2"ના માધ્યમથી બોલીવુડમાં કમ બેક કરવા માટે રાહ જોઈ શકતી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.