બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / સુરત / Students of Surat will wish PM Modi by writing a birthday letter

શુભેચ્છા / PM મોદીના જન્મદિવસને ઉજવવા સુરતી વિદ્યાર્થીઓનું ખાસ આયોજન, દિલ્હી મોકલશે જાતે જ લખેલો શુભેચ્છા સંદેશ, જુઓ વીડિયો

Dinesh

Last Updated: 11:41 PM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

surat news : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરે 73મો જન્મદિવસ છે. ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં PM મોદીના 73મા જન્મદિવસની ઉજવણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે.

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરે 73મો જન્મદિવસ
  • સુરતના વિદ્યાર્થીઓ PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવશે
  • વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકોએ મળીને કુલ 730 જેટલા પત્રો લખ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ બધાની વચ્ચે સુરતના વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે કંઈક વિશેષ તૈયારીઓ કરી છે. 

73મો જન્મદિવસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરે 73મો જન્મદિવસ છે. ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં PM મોદીના 73મા જન્મદિવસની ઉજવણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. PM મોદીના ચાહકો તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે આતૂર છે. ત્યારે સુરતની એક શાળાના વિદ્યાર્થીઓએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના 73મા જન્મદિવસની શુભેચ્છા પાઠવવાની વિશેષ તૈયારી શરૂ કરી દીધી છે. વિદ્યાર્થીઓ દ્વારા PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા પત્રો લખવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકોએ મળીને કુલ 730 જેટલા પત્રો લખ્યા છે. 

PMને શુભેચ્છા સંદેશ
આ પત્રોને દિલ્લી ખાતે PM મોદીને મોકલવામાં આવશે. જન્મદિવસની સાથે સાથે ચંદ્રયાન-3ની સફળતા બદલ PMને શુભેચ્છા સંદેશ લખવામાં આવ્યો છે. આ સાથે જ સુરતની શાળાના વિદ્યાર્થીઓએ દિલ્લીમાં બનેલા નવા સંસદ ભવનની મુલાકાત લેવાની પણ ઈચ્છા વ્યક્ત કરી છે. આ અંગે પત્રમાં ઉલ્લેખ કરતા સંસદ ભવનની મુલાકાત માટેની વ્યવસ્થા કરવા PM મોદીને વિનંતી પણ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ PM મોદીને મળવા અને નવા સંસદ ભવનને અંદરથી નિહાળવા માટે ખૂબ જ ઉત્સુક છે. ત્યારે વિદ્યાર્થીઓને તેમની આ વિનંતી PM મોદી ધ્યાને લઈને યોગ્ય વ્યવસ્થા કરશે તેવી આશા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ