બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / students of basic mathematics in standard 10 will get admission in group B of science stream in gujarat
Parth
Last Updated: 02:00 PM, 22 November 2021
ADVERTISEMENT
બેઝિક ગણિતનું પેપર પાસ કર્યું હોય તો વિજ્ઞાનપ્રવાહમાં ગ્રુપ B માં મળશે પ્રવેશ
ગુજરાતનાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ શિક્ષણ જગતને લઈને મોટા નિર્ણયનું આજે એલાન કર્યું છે, હવેથી ધોરણ 10માં બેઝિક ગણિત રાખનારા વિદ્યાર્થીઓને વિજ્ઞાનપ્રવાહ B ગ્રુપમાં પ્રવેશ આપવામાં આવશે.
ADVERTISEMENT
નોંધનીય છે કે ગુજરાતમાં વિજ્ઞાનપ્રવાહમાં B ગ્રુપમાં પ્રવેશ લેવા માટે જો બેઝિક ગણિત રાખ્યું હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હતો નહીં.
ધોરણ 12માં બે અલગ અલગ ગ્રુપ
નોંધનીય છે કે ધોરણ 12માં બે અલગ અલગ પ્રકારનાં વિદ્યાર્થીઓ હોય છે એક ગ્રુપ A અને બીજા ગ્રુપ B, A ગ્રુપમાં મેથ્સ વિષય આવે જેમાં વિદ્યાર્થીઓ આગળ જતા એન્જિનિયરીંગ જેવા કોર્ષ લઈ શકે જ્યારે જ્યારે B ગ્રુપમાં ફિઝિક્સ, કેમેસ્ટ્ર, બાયોલોજી, મેડિકલ અને પેરામેડિકલ લઈ શકાય.
ધોરણ 10માં ગણિતનાં બે અલગ અલગ સ્ટાઈલનાં પેપર આવે છે
હવે ધોરણ 10માં બે પ્રકારનાં ગણિતનાં પેપર આપવામાં આવે છે, પહેલું બેઝિક ગણિત અને બીજું સ્ટેન્ડર્ડ ગણિત. જે વિદ્યાર્થીઓનો ગણીતનો પાયો કાચો હોય તેઓ બેઝીક ગણીત સાથે ધોરણ 10ની પરીક્ષા આપવાનું પસંદ કરતા હોય છે. જ્યારે જેમને ગણિતમાં ખૂબ જ રસ હોય તે વિદ્યાર્થીઓ સ્ટેન્ડર્ડ ગણિત પસંદ કરે છે.
ખાસ વાત છે કે ધોરણ 10માં ગણિતનું પાઠ્યપુસ્તતક તો એક જ હોય છે ખાલી પેપરની સ્ટાઈલ જ બે અલગ અલગ પ્રકારની આપવામાં આવે છે. ધોરણ 11માં આવ્યા બાદ બેઝીક અને સ્ટાન્ડર્ડ ગણીત નીકળી જાય છે અને એક જ પાઠ્યપુસ્તક સાથે એક જ પેપર સ્ટાઈલ રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.