બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Strict action will be taken against those who cause accidents on Vadodara Akota Bridge
Last Updated: 01:00 PM, 22 April 2024
વડોદરાનાં અકોટા બ્રિજ પર અકસ્માતને લઈ પોલીસ દ્વારા સખ્ત કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી કલ્પ પંડ્યાનું લાયસન્સ રદ્દ કરવા તજવીજ હાથ ધરી છે. પોલીસ લાયસન્સ રદ્દ કરવા આરટીઓને પત્ર લખશે. ત્યારે કાર ચાલક કલ્પ પંડ્યાનો દારૂનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આરોપીનાં પિતા ઓમાનથી આવતા પોલીસે તેમનું પણ નિવેદન લીધું છે. કાર ચાલક કલ્પ પંડ્યાનાં રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાશે. આરોપી અને તેની મંગેતરનાં પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. આરોપી અને તેની મંગેતર વચ્ચે ઝઘડો થતાં આરોપીએ પુરપાટ ઝડપે કાર ચલાવી હતી. આરોપીએ બ્રિજ પર બેઠેલા ચાર લોકોને અડફેટે લેતા યુવકનું મોત થયું હતું.
ADVERTISEMENT

પૂછપરછમાં મંગેતર સાથે બોલાચાલી થતા અકસ્માત સર્જાયો
વડોદરાના અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર શુક્રવારે સર્જાયેલા અકસ્માતમાં કાર ચાલક કલ્પ કનક પંડ્યાએ ત્રણ યુવતી અને એક યુવકને અડફેટે લીધા હતા. ઘટનામાં 24 વર્ષીય આકાશ રાકેશ ચોમલનું મોત થયું હતું. પોલીસે ગુનાની તપાસ કરવા માટે કલ્પના પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા. જોકે કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. અકોટા પોલીસે કલ્પને કોર્ટમાં રજૂ કરી તે દારૂ ક્યાંથી અને કોણી પાસે લાવ્યો હતો? તેવા મુદ્દા રજૂ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારે અકસ્માતને લઈ ક્લપની પૂછપરછમાં તેણી મંગેતર સાથે બોલાચાલી થતી હોવાના દરમિયાન અકસ્માત થઈ ગયો હોવાનું જણાવ્યું હતું
ADVERTISEMENT

વધુ વાંચોઃ ગુજરાતથી UP-બિહાર જનારા લોકો માટે સારા સમાચાર, પશ્ચિમ રેલવે શરૂ કરી 5 સ્પેશિયલ ટ્રેન, જુઓ ટાઈમ ટેબલ
ADVERTISEMENT
6 દિવસની સારવાર બાદ મોત
રાજ્ય અને દેશના લોકોને ઝડપી આરોગ્યની સુવિધા માટે 108ની શરૂઆત કરવામાં આવી છે. ઈમરજન્સીના સમયમાં ફોન કરવાથી ગણતરીના સમયમાં એમ્બ્યુલન્સ દર્દી સુધી પહોંચે છે. જો કે, ક્યારેક આ એમ્બ્યુલન્સ સમયસર પહોંચી શકતી નથી. જેના કારણે દર્દીએ જીવ પણ ગુમાવવાનો વારો આવે છે. આવી જ એક ઘટના 16 એપ્રિલે અમદાવાદના રિલીફ રોડ પર બની હતી. રિલીફ રોડ પરથી ધનાસુથારની પોળમાં સમીર વ્યાસ નામના દર્દીની તબિયત લથડી હતી. જેથી 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. જો કે, દર્દીને લઈને જનારી એમ્બ્યુલન્સ રિલીફ રોડ પર ટ્રાફિકમાં ફસાઈ હતી. જેના કારણે દર્દી સમયસર હોસ્પિટલ પહોંચી શક્યો નહતો. જે બાદ આ દર્દી કોમામાં ગયો હતો. જેથી હોસ્પિટલમાં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. જો કે, 6 દિવસની સારવાર બાદ સમીર વ્યાસ નામના આ દર્દીનું મોત થયું છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.