બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Stormy innings of rain in which area today in Gujarat, Modi government's big decision on women's reservation in elections

2 મિનિટ 12 ખબર / ગુજરાતમાં આજે ક્યા વિસ્તારમાં વરસાદની તોફાની ઈનિંગ? ચૂંટણીમાં મહિલા આરક્ષણ પર મોદી સરકારનો મોટો નિર્ણય

Dinesh

Last Updated: 07:27 AM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 19 સપ્ટેમ્બરે એટલે કે, આજે બનાસકાંઠામાં અતિભારે વરસાદ પડશે, ભારે વરસાદને પગલે બનાસકાંઠાની નદીઓમાં પૂરની સ્થિતી સર્જાશે

આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 19 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે મહેસાણા, ગાંધીનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 20મી તારીખ એટલે કે, બુધવારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. એટલે કચ્છમાં અતિભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી છે. 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 19 સપ્ટેમ્બરે બનાસકાંઠામાં અતિભારે વરસાદ પડશે. ભારે વરસાદને પગલે બનાસકાંઠાની નદીઓમાં પૂરની સ્થિતી સર્જાશે. જળાશયોમાં વરસાદના કારણે જળ તાંડવની શક્યતા રહેશે. બનાસકાંઠા ઉપરાંત કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે. કચ્છના વાગડ સહિત પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં ભારે વરસાદ પડશે. કચ્છમા ભારેથી અતિભારે વરસાદના કારણે સતર્ક રહેવું જરૂરી છે. તેમણે જણાવ્યું કે, કચ્છના રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, આદીપુર, માંડવી, જખાઉ, નખત્રાણા અને ભુજમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત થરાદ, વાવ, ઈકબાલગઢ, તખતગઢ, કાંકરેજ, સૂઈગામના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. સાથે જ જામનગરના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા અને હળવદમાં પણ વરસાદ વરસી શકે છે.

Flooding in Banaskantha rivers, see what Ambalal Patel's forecast says

Rain Forecast in Gujarat: પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે,  લો પ્રેશર મધ્ય-પૂર્વ ગુજરાત પર છે. હાલ વેલમાર્ક લો પ્રેશરની કેટગરીમાં છે. જે મધ્ય, ઉત્તર ગુજરાત અને કચ્છ પરથી થઈને આગળ વધશે. જેના કારણે આજથી 20 તારીખ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. વરસાદના નવા રાઉન્ડનો 80% વિસ્તારને લાભ મળશે. રાજ્યના 80 ટકા વિસ્તારને વરસાદના ચોથા રાઉન્ડનો લાભ મળશે.તેઓએ જણાવ્યું છે કે, કેટલાક વિસ્તારોમાં થન્ડરસ્ટોર્મ એક્ટિવિટિ જોવા મળશે. સૌરાષ્ટ્રમાં 18, 19, 20 તારીખમાં સાર્વત્રિક વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ થશે. ચોથા રાઉન્ડ બાદ ગુજરાતમાં ફરી પાંચમા રાઉન્ડનો વરસાદ વરસશે. આ રાઉન્ડ બાદ પણ વધુ એક રાઉન્ડ આવશે. ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં વધુ એક રાઉન્ડ આવશે.

ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની આગાહી સ્કાયમેટ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદી શક્યતા છે. ત્યારે 2 દિવસ બાદ વરસાદ ઘટશે તેવી આગાહી કરવામાં આવી છે. સ્કાયમેટ દ્વારા જણાવ્યું હતું કે, ગુજરાતમાં હવે ચોમાસાની સીઝન ફરી જામી છે. ત્યારે આગામી સમયમાં ગુજરાતનાં ઘણા જીલ્લાઓમાં મેઘમહેર થશે. કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, પાલનપુર, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, ભરૂચ આ તમામ વિસ્તારોમાં આગામી 2 થી 3 દિવસ હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.   

There will be heavy rain in this district including Ahmedabad, Banaskantha for 2 days

રાજ્યમાં 16 કલાકમાં 246 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 12 ઈંચ વરસાદ નોંધાયો છે જ્યારે 90 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ગઈકાલે સવારે 6થી રાત્રીના 10 સુધીમાં 246 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં મેંદરડામાં 7.5 ઈંચ વરસાદ વરસાદ નોંધાયો છે. જ્યારે મહેસાણાના બેચરાજીમાં 6.5  ઈંચ, પાટણના રાધનપુરમાં 6 ઈંચ તેમજ વંથલીમાં 5.5 ઈંચ વરસાદ નોંધાયો છે. મહેસામણામાં 5.4 ઈંચ બનાસકાંઠાના ભાભરમાં 5.3 ઈંચ દિયોદરમાં 5.3 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના બાર તાલુકાઓમાં છેલ્લા 16 કલાકમાં 4 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

Migration of people from districts affected by heavy rains in the state

 આ સંદર્ભમાં પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન અને વરિષ્ઠ સચિવો સહભાગી થયાં હતાં. મંત્રી ઋષિકેશ અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર, પાણીમાં ફસાયેલા લોકોને NDRF અને SDRFની મદદથી બહાર કાઢવા સહિતની વિગતો તેમણે સંબંધિત કલેક્ટરો પાસેથી જાણી હતી. આ બેઠકમાં સમીક્ષા દરમ્યાન જણાવવામાં આવ્યું હતું કે, વરસાદ પ્રભાવિત જિલ્લાઓમાં NDRFની 10 અને SDRFની 10 ટીમ તૈનાત કરવામાં આવેલી છે. એટલુ જ નહિ વધુ 5 ટીમ NDRFની અને SDRFની 13 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. પટેલે ભારે અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટર સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરીને તેમના જિલ્લામાં થઈ રહેલી કામગીરીની વિગતો મેળવી હતી. 

A high-level meeting was held to review the rainfall in Gujarat

નર્મદાના પાણીના પ્રવાહને જોતા તંત્રને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. તો બીજી તરફ ગોલ્ડન બ્રિજ ખાતે જળસપાટીમાં વધારો થયો છે. જો કે, સમગ્ર બાબતને લઈ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે સરકાર પર આકરા પ્રહારો કર્યો છે. તો જેને લઈ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે.નર્મદા ડેમ ઓવરફ્લો થવા મામલે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહએ સરકાર પર આકરા પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, અત્યંત દુ:ખની વાત છે કે, આજે નર્મદા ડેમમાંથી 17 લાખ ક્યૂસકથી વધારે પાણી એક સાથે છોડવામાં આવ્યું છે. 18.2 લાખ ક્યૂસક છેલ્લે એક સાથે પાણી છૂટ્યું અને જેના કારણે નર્મદા અને ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં બે બે માળ સુધી પાણી ચડી આવ્યું.શક્તિસિંહના આરોપ પર સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, દોઢ દિવસમાં નર્મદા ડેમમાં પાણીની આવક થઈ હતી. 

Rushikesh Patel reaction to Shaktisinh statement regarding Narmada dam overflow has come to light

જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વરસાદ વિસાવદરમાં પડ્યો છે. જૂનાગઢના વિસાવદરમાં 16 કલાકમાં 12 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે વંથલીમાં 16 કલાકમાં 6.5 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે જૂનાગઢના મેંદરડા તાલુકામાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે.

After a long break in Junagadh district universal rain since last night

 કેન્દ્રીય કેબિનેટે આજે સાંજે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત સુનિશ્ચિત કરવાના બિલને મંજૂરી આપી દીધી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની અધ્યક્ષતામાં સોમવારે બેઠક મળી હતી. સંસદના એનેક્સી ભવનમાં થયેલી આ બેઠક લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠક દરમિયાન મહિલા અનામત બિલને કેબિનેટે પાસ કરી દીધું હતું. જેમાં પીએમ મોદી સહિત વિવિધ મંત્રીઓએ હાજરી આપી હતી. 6.30 વાગ્યે પ્રધાનમંત્રી મોદીએ કેબિનેટની ખાસ બેઠક બોલાવી હતી. મોદી સરકારે 27 વર્ષથી અટવાયેલું મહિલા અનામત બીલને ક્લિયર કરી દીધું છે. મહિલા અનામત બીલને 20 સપ્ટેમ્બરે નવી સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે.

Women's Reservation Bill Cleared In Key Cabinet Meeting

ભારતીય સંસદ માટે આવતીકાલનો વિશેષ ખૂબ મહત્વનો છે. એક તો નવા સંસદ ભવનમાં વિશેષ સત્ર મળી રહ્યું છે અને બીજી તરફ તેની સાથે સાથે બંધારણની કોપી પણ સ્થાપિત કરવામાં આવશે. મંગળવારે નવી સંસદમાં ગૃહના વિશેષ સત્રની કાર્યવાહી થશે. આ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. નવી સંસદમાં સાંસદોની એન્ટ્રીને ખાસ બનાવવાની તૈયારી છે. પીએમ મોદી જુની સંસદથી નવી સંસદ સુધી હાથમાં બંધારણની કોપી લઈને પગપાળા ચાલશે અને પાછળ 783 સાંસદો પણ કદમ મિલાવશે. 

old to new parliament building pm modi on foot with all mps with constitution in hand

લાંબા સમયબાદ આજે ઉઘડતા દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું, સેન્સેક્સ અને નિફ્ટીના શેરોમાં ધડામ દઈને નીચે પટકાતા  શેરબજારમાં રોકાણકારોના અંદાજે 50,000 કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું. શેર બજારમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડા સાથે વેપાર બંધ થયો હતો. બજાર માટે આજનો સોમવાર શુકનવંતો સાબિત થયો ન હતો અને દિવસભર બજારમાં લાલ રંગમાં જ આંકડા જોવા મળ્યા હતા. નિફટીના 12માંથી 8 સેક્ટર્સમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે PSU અને ખાનગી બેંકોએ આજે બજારની સ્થિતિ બગાડી હતી અને પાવર શેરોમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી હતી.

.

Stock market boom calms down after 11 days investors lose Rs 50,000 crore

ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝ માટે ટીમ ઈન્ડીયાનું એલાન કરાયું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ પ્રથમ 2 મેચ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે જેમાં કેએલ રાહુલને કેપ્ટન બનાવાયો છે. 3માંથી 2 વનડેમાં રોહિત, કોહલી, હાર્દિક પંડયા, અક્ષર પટેલ અને કુલદીપ યાદવને આરામ અપાયો છે જ્યારે ત્રીજીમાં આ બધા રમશે. દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની વનડે ટીમમાં વાપસી થઈ છે. ભારત માટે રાહતની વાત એ છે કે, મીડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર આગામી શ્રેણીમાં રમશે. અય્યર એશિયા કપ 2023માં માત્ર બે મેચમાં મેદાનમાં ઉતરી શક્યો હતો. આ પછી ઐય્યર અન્ય મેચોમાં પણ ટાઇટનેસના કારણે નહીં રમે.

India squad announcement for Australia ODI series : Ashwin returns, KL Rahul to lead in 1st two matches

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ