બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Storm riding in Chhotaudepur 10 people sat above the capacity

ધજાગરા / છોટાઉદેપુરમાં તૂફાનની તૂફાની સવારી, એક બે નહીં ક્ષમતા કરતાં બેસાડ્યા 10થી વધુ લોકો, કાર્યવાહી પર બ્રેક કેમ?

Kishor

Last Updated: 10:57 PM, 23 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છોટાઉદેપુરમાં જીવના જોખમે મુસાફરીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા મુસાફરોને વાહનમાં ક્ષમતા કરતા વધુ બેસાડવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતાં પોલીસ તંત્રની કામગીરી પર સવાલ ઉભા થયા છે.

  • છોટાઉદેપુરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘ
  • ક્ષમતા કરતા વધુ મુસાફરોને બેસાડ્યાં
  • અકસ્માત થશે તો જવાબદાર કોણ?

છોટાઉદેપુર જિલ્લામાં લોકો આંતરીયાળ ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરમાં આવી મજૂરી થકી રોજી રોટી મેળવી પોતાનું ગુજરાત ચલાવી રહ્યા છે. ત્યારં આવા અંતરીયાળ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટના નામે જીરો સુવિધા જોવા મળે છે. જેને પગલે ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા લોકો ના છૂટકે આવા પ્રાઈવેટ વાહનોમાં સવારી કરતા હોય છે. આવા સમયે નફો કમાવવાની લાલચમાં ખાનગી વાહન ચાલકો ક્ષમતા કરતા વધુ લોકોને ઘેટા બકરાની જેમ બેસાડતા હોય છે. જીવના જોખમે મુસાફરીનો વીડિયો વાયરલ થયો છે.ત્યારે સવાલ અહીં પોલીસ તંત્ર પર ઉઠી રહ્યા છે કે તેઓ ટ્રાફિકના નિયમને લઈને કેટલા સતર્ક છે. 

ટ્રાફિક નિયમોનો ઊલાળીયો

પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે જે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે તે મોતની સવારી કરતા હોય તેવુ લાગી રહ્યુ છે. આ વીડિયો પરથી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. જો કોઈ અકસ્માતની ઘટના બને તો જવાબદાર કોણ તેવા પણ અનેક સવાલો ઉભા થયા છે. ઉલ્લેખનીય છે કે, છોટાઉદેપુર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં એસટી બસની સુવિધાના અભાવે વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો જીવના જોખમે મુસાફરી કરવા મજબુર બન્યા છે. ટ્રાફિક નિયમોને નેવે મૂકીને ખાનગી વાહનો પોલીસની રહેમ નજર હેઠળ ઘમધમી રહ્યા છે.

હજારો લોકો મોતની સવારી કરી રહ્યા છે

છોટાઉદેપુરમાં પણ ખાનગી વાહન ચાલકો કેટલાય લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા હોવાનું સામે આવ્યું છે. છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારમાંથી શહેર સુધી દરરોજ હજારો લોકો મોતની સવારી કરી રહ્યા છે. જોકે એક તરફ રાજ્ય સરકાર દ્વારા માર્ગ સલામતી સપ્તાહ ઉજવવામાં આવે છે તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે માટે પોલીસ તંત્ર વિવિધ રેડ કરી લોકો પાસેથી મસ્ત મોટો દંડ વસૂલ કરે છે જો…કે મોતની સવારી કરાવનારા વાહન ચાલકો સામે વહીવટી તંત્ર તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસની મીઠી નજર જણાઈ આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ