બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વધુ એક વાવાઝોડાનો ખતરો! દેશના 8 રાજ્યોમાં પવન સાથે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

નેશનલ / વધુ એક વાવાઝોડાનો ખતરો! દેશના 8 રાજ્યોમાં પવન સાથે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

Last Updated: 11:55 PM, 25 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં ફરી એકવાર ચક્રવાતી તોફાન ફેંગલની અસર જોવા મળી શકે છે. જેના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થશે.

Weather Forecast Cyclone Fengal Alert : દેશમાં ફરી એકવાર ચક્રવાતી તોફાન ફેંગલની અસર જોવા મળી શકે છે. જેના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થશે. ઉપરાંત તેજ પવનને કારણે ઘણા વિસ્તારોમાં તબાહી મચી શકે છે.

દેશમાં ફરી એકવાર હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. મેદાની વિસ્તારોમાં ધુમ્મસ સાથે ઠંડી પડી રહી છે, જ્યારે ઉત્તર-પૂર્વ અને દક્ષિણ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. બંગાળની ખાડી પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે, જેના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ અંગે ભારતીય હવામાન વિભાગ (IMD)એ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ચાલો જાણીએ કે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ક્યાં જોવા મળશે?

બંગાળની ખાડીના દક્ષિણ ભાગ અને અડીને આવેલા પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગરના મધ્ય ભાગો પર દબાણ સર્જાયું છે, જે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને આગામી 24 કલાકમાં ડીપ પ્રેશરમાં પરિવર્તિત થવાની સંભાવના છે. આ પછી તે આગામી 2 દિવસમાં તમિલનાડુ-શ્રીલંકાના દરિયાકાંઠા તરફ આગળ વધશે. લોવર ટ્રોપોસ્ફેયર સ્તરે ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ પર સાઇક્લોનિક સર્કુલેશન બનેલું છે. 29 નવેમ્બરથી પશ્ચિમ હિમાલયી ક્ષેત્રને નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરે તેવી શક્યતા છે.

Website_Ad_3_1200_628_Oe30oNh.width-800

તોફાન ફેંગલની દસ્તક

તોફાન ફેંગલ બંગાળની ખાડીમાં દસ્તક દઇ ચુક્યુ છે, જેના કારણે તામિલનાડુ અને પુડુચેરીમાં 26 થી 28 નવેમ્બર સુધી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. જો આંધ્રપ્રદેશની વાત કરીએ તો 26 થી 29 નવેમ્બર સુધી ભારે વરસાદ પડશે. કેરળમાં 26 થી 28 નવેમ્બર સુધી વરસાદ ચાલુ રહેશે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 28 અને 29 નવેમ્બરે વરસાદની સંભાવના છે.

આ પણ વાંચોઃ ખેડૂતો અને વિદ્યાર્થીઓને મોટી ભેટ, મોદી સરકારે લીધા બે મોટા નિર્ણય, જાણો શું સહાય?

75 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે

આઇએમડીએ ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યું છે. વરસાદની સાથે સાથે જોરદાર પવન પણ ફૂંકાશે જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં નુકસાન થઈ શકે છે. 26 નવેમ્બરે શ્રીલંકાના દરિયાકાંઠે, તમિલનાડુ-પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને તે 70 કિમી પ્રતિ કલાક સુધી વધી શકે છે. આ જ ક્ષેત્રમાં 27 થી 29 નવેમ્બર દરમિયાન પવનની ઝડપ 55-65 કિમી પ્રતિ કલાકથી વધીને 75 કિમી પ્રતિ કલાક થવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Weather Forecast News cyclone alert Cyclone Fengal Alert
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ