બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ખેડૂતો અને વિદ્યાર્થીઓને મોટી ભેટ, મોદી સરકારે લીધા બે મોટા નિર્ણય, જાણો શું સહાય?

કેન્દ્રીય કેબિનેટ નિર્ણય / ખેડૂતો અને વિદ્યાર્થીઓને મોટી ભેટ, મોદી સરકારે લીધા બે મોટા નિર્ણય, જાણો શું સહાય?

Last Updated: 10:13 PM, 25 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી સરકારે ખેડૂતો અને વિદ્યાર્થીઓને મોટી ભેટ આપી છે.

સોમવારે પીએમ મોદીની આગેવાની મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતો અને વિદ્યાર્થી માટે બે મોટા નિર્ણય લેવાયાં છે. ખેડૂતો માટે નેશનલ મિશન ફોર નેચરલ ફાર્મિંગ અને વિદ્યાર્થીઓ માટે વન નેશન વન સબસ્ક્રિપ્શનને મંજૂરી આપવામાં આવી છે.

1 કરોડ ખેડૂતો માટે કુદરતી ખેતી

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, કુદરતી ખેતી પર રાષ્ટ્રીય મિશન એક અગ્રણી નિર્ણય છે. 2481 કરોડ રૂપિયાના બજેટ સાથે આ મિશન દેશભરના 1 કરોડ ખેડૂતોને આવરી લેશે. જમીનની ગુણવત્તામાં સુધારો કરવાની અને રાસાયણિક મુક્ત ખોરાક સાથે લોકોના સ્વાસ્થ્યને જાળવવાની જરૂર છે, તેથી કુદરતી ખેતી પરનું રાષ્ટ્રીય મિશન એક અગ્રણી નિર્ણય છે. 2019-20 અને 2022-23માં સફળ પ્રયોગો બાદ કુદરતી ખેતીને મિશન મોડ પર પ્રોત્સાહન આપવામાં આવશે. હાલમાં સમગ્ર દેશમાં લગભગ 10 લાખ હેક્ટર જમીન કુદરતી ખેતી હેઠળ છે.

વિદ્યાર્થીઓ માટે વન નેશન વન સબસ્ક્રિપ્શન યોજના

અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મોદી સરકારે બીજો મોટો નિર્ણય વિદ્યાર્થીઓ માટે લીધો છે જેમને માટે વન નેશન વન સબસ્ક્રિપ્શન યોજનાને મંજૂરી આપવામાં આવી છે. સંશોધન માટે ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રકાશનોની જરૂર પડે છે જે ખૂબ ખર્ચાળ હોય છે તેથી વિદ્યાર્થીઓની મદદ માટે આવા મોંઘા જર્નલ લાવવામાં આવશે, તેનું સબસ્ક્રિપ્શન લેવામાં આવશે અને પછી દેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આના માટે અંદાજે 100 કરોડ રૂપિયાનો ખર્ચ થશે તેવો અંદાજ છે.

QR કોડવાળા નવા પાન કાર્ડ

સોમવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં PAN 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપી દેવાઈ છે. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે PAN ને QR કોડ સાથે મફતમાં અપગ્રેડ કરવામાં આવશે. PAN બદલાશે નહીં પરંતુ QR કાર્ડ સાથેનું નવું કાર્ડ મફતમાં મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

modi cabinet decision National Mission Natural Farming One Nation One Subscription
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ