બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / stock market up after budget second day

તેજી / બજેટના બીજા દિવસે પણ શેર બજારમાં ઉછાળોઃ સેંસેક્સ ફરી 50,000ની સપાટીની ઉપર

Published By: Divyesh

Last Updated: 10:29 AM, 2 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બજેટના બીજા દિવસે પણ શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ 50 હજારના સ્તર પર ફરી જોવા મળ્યો.

  • બજેટના બીજા દિવસે પણ માર્કેટમાં ઉછાળો
  • સેન્સેક્સમાં 1300 પોઈન્ટનો ઉછાળો
  • નિફ્ટીમાં પણ 400 પોઈન્ટનો ઉછાળો

1લી ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યું. જેનું શેર બજારે ભવ્ય સ્વાગત કર્યું. જો કે આજે બીજા દિવસે પણ સ્થાનિક શેર બજારમાં રોનક જોવા મળી છે. 

માર્કેટ ખૂલવાની સાથે બોમ્બે સ્ટોક એક્સચેંજનો પ્રમુખ ઇંડેક્સ સેન્સેક્સ 1,403 પોઇન્ટ ઉપર ખુલવાની સાથે 50,004.06 પર પહોંચેલો જોવા મળ્યો. જ્યારે નિફ્ટી પણ 406 પોઇન્ટ ઉપર ખુલવાની સાથે 14,687.35 પર કારોબાર કરતી જોવા મળી. 

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ 21 જાન્યુઆરીના રોજ સેંસેક્સ 223.17 પોઇન્ટના વધારા સાથે 50,015.29ના સ્તર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટની શરુઆત 14,707.70ના સ્તર પર થઇ હતી. 

ગઇકાલે તૂટ્યો હતો 24 વર્ષનો રેકોર્ડ

ગઇકાલે બીએસઇ ઇંડેક્સ પાંચ ટકા ઉપર બંધ થયો હતો. બજેટના દિવસે આ સેન્સેક્સમાં 24 વર્ષનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. 1 ફેબ્રુઆરીના રોજ સેંસેક્સ 2314.84 પોઇન્ટ ઉપર 48,600ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 646.60 પોઇન્ટ એટલે કે 4.74 ટકાના વધારા સાથે 14281.20ના સ્તર પર બંધ થઇ હતી. 

વૈશ્વિક માર્કેટમાં સકારાત્મક વલણ

આજે વૈશ્વિક માર્કેટ પણ વધારાની સાથે કારોબાર કરી રહ્યાં છે. જેની અસર સ્થાનિક માર્કેટ પર જોવા મળી. કોરિયાનું કોસ્પી, હોંગકોંગનું હેંગસેંગ ઇંડેક્સ, ઓસ્ટ્રેલિયાનું ઓલ ઓર્ડિનરીઝ ઇંડેકસ અને જાપાનનું નિક્કેઇ ઇંડેક્સ 1-1 ટકાના વધારા સાથે કારોબાર કરતા જોવા મળ્યાં. 

દિગ્ગજ શેરની વાત કરીએ તો

દિગ્ગજ શેરની વાત કરીએ તો આજે પ્રારંભિક કારોબાર દરમિયાન શ્રી સિમેંટ સિવાય બધી કંપનીઓ ગ્રીન ઝોન પર ખુલેલી જોવા મળી. જેમાં ટીસીએસ, એક્સિસ બેંક, ઓએનજીસી, એનટીપીસી, એશિયન પેન્ટસ, મારુતિ રિલાયંસ, એમએન્ડએમ, એલએન્ડટી, આઇટીસી, આઇસીઆઇસીઆઇ બેંક અને ટેક મહેન્દ્રા સામેલ છે. 

સેક્ટોરિયલ ઇંડેકસ પર નજર

સેક્ટોરિયલ ઇંડેક્સ પર નજર કરીએ તો આજે પણ બધા સેક્ટર્સની શરુઆત વધારા પર થઇ. જેમાં બેંક, ફાઇનાન્સ સર્વિસસ, મેટલ, ફાર્મા, પ્રાઇવેટ બેંક, આઇટી, પીએસયુ બેંક, એફએમસીજી, મીડિયા અને રિયાલ્ટી સામેલ છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Budget 2021 stock market બજેટ શેરબજાર Stock market

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ