ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / 'હું ટીકિટ લેવા નહોતો ગયો, ચાહકો અમારી ટીકિટ', PM મીટિંગ પર માયાભાઈ આહિરે ટોણો માર્યો
Last Updated: 02:26 PM, 21 December 2025
ADVERTISEMENT
વડોદરામાં ભાદરવા ગામમાં યોજાયેલા ડાયરામાં માયાભાઈ આહીરે નિવેદન આપ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદી સાથે થયેલ મુલાકાત અંગે ખુલાસો કર્યો હતો કે, હું કોઈ પાસે ટિકિટ લેવા ગયો ન હતો. અમારી કલા સાથે અનેક ટિકિટોવાળા મિત્રો જોડાયેલા છે. અમારા ચાહકો અમારી ટિકિટ છે. ટિકિટ મુદ્દે ચાલી રહેલી અફવાઓને નકારી હતી. ડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. નિવેદન બાદ રાજકીય ચર્ચા ગરમાઈ હતી. આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી ધારાસભ્ય સહિત અનેક આગેવાનો ઉપસ્થિત હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
Jayraj Ahir Become MLA ભગુડામાં હાલ માંગલમાતાનો પાટોત્સવ ચાલી રહ્યો છે. જેમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડાયરામાં ગુજરાતનાં તમામ નામી અનામી ડાયરાના કલાકારો આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, માંગલધામ ટ્રસ્ટમાં માયા આહીર અગ્રણી છે. તેઓ જ પ્રતિવર્ષ ડાયરા તથા વિવિધ કર્મકાંડનું આયોજન કરાવે છે.
બ્રિજરાજ ગઢવીએ કહ્યું ધારાસભ્ય તરીકે જોવા માંગુ છું
ADVERTISEMENT
ભગુડા ધામમાં આયોજીત લોકડાયરામાં બ્રિજરાજ ગઢવીએ મોટું નિવેદન આપ્યું હતું. બ્રિજરાજદાને કહ્યું કે, માયાના દિકરા જયરાજ આહિર ધારાસભ્ય બને. હું તેમને ધારાસભ્ય તરીકે જોવા માંગુ છું. બ્રિજરાજ ગઢવીએ જણાવ્યું કે, હું માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીશ કે તેઓને ટિકિટ મળે અને તેઓ ધારાસભ્ય બને. એક ચારણ તરીકે હું માતાજીને પ્રાર્થના કરીશ કે હું જયરાજનાં નામ આગળ ધારાસભ્ય લખેલું જોવા માંગુ છું. તળાજાના ધારાસભ્ય બને તે માટે મારી પ્રાર્થના છે. લોકસાહિત્યકાર બ્રિજરાજ ગઢવીનાં નિવેદનથી રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે.
ભગુડા ધામમાં લોકડાયરામાં બ્રિજરાજદાન ગઢવીનું મોટું નિવેદન, કહ્યું માયાભાઈ આહીરના દીકરો ધારાસભ્ય બને#lokdayro #bhagudadham #brijdangadhvi #mayabhaiaahir #jayrajahir #mla #gujarat #viralvideo #VTVDigital pic.twitter.com/tdMVyt3mVn
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 14, 2025
ADVERTISEMENT
અમરીશ ડેર કદ તેટલા વેતરાઇ ગયા
અત્રે ઉલ્લેખનીય છે કે, પોતાના દિકરાને ભાજપમાંથી ટિકિટ અપાવવા માટે માયા આહિર લાંબા સમયથી લોબિંગ ચલાવી રહ્યા છે. તેના જ ભાગરૂપે તેઓ પોતાના મિત્ર અને કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરને ભાજપમાં લઇ આવ્યા હતા. ભાજપ તરફથી સી.આર પાટીલ સહિતનાં અનેક નેતાઓ જે કરી શક્યા નહોતા તે કામ માયા આહીરે કરી દેખાડ્યું અને ડેરને ભાજપમાં લઇ આવ્યા. જેથી માયા આહીરનું કદ પણ ભાજપનાં નેતાઓ વચ્જોચે વધ્યું હતું. બીજી તરફ જયરાજ આહિરને પણ યુવા મોરચા પ્રમુખ બન્યા બાદ હવે તે પણ ધારાસભાની ટિકિટ ઝંખે છે. તે માટે માયા આહીર સતત પુત્રને પ્રમોટ કરવા ઉપરાંત લોબિંગ પણ કરી રહ્યા છે. કે ભાજપમાં અમરીશ ડેર રંગેચંગે આવી તો ગયા પરંતુ કદ એટલા વેતરાઇ ગયા હતા. હીરા સોલંકી પોતાની રાજુલા સીટ છોડવા માટે તૈયાર નહી થતા આખરે સમગ્ર કોકડું ગુંચવાયું હતું અને અમરીશ ડેરે પોતાનું ધારાસભ્યપદ તો ગુમાવ્યું હતું હવે ગુજરાત મેરીટાઇમ બોર્ડનાં અધ્યક્ષ બનીને જ સંતોષ મનાવવો પડ્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો