ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Statement of DCP of Crime Branch regarding the arrest of Kiran Patel's wife Malini Patel

મહાઠગ / કિરણ પટેલની પત્ની માલિની પટેલની ધરપકડ અંગે ક્રાઈમ બ્રાન્ચના DCPનું નિવેદન

Published By: Vishal Khamar

Last Updated: 07:17 PM, 28 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કરોડો રૂપિયાનો બંગલો પચાવી પાડનાર મહાઠગ દંપતી મામલે ફરિયાદ નોંધાયા બાદ ક્રાઇમ બ્રાંચે માલિની પટેલની કરી ધરપકડ. ઠગ પતિ સાથે પત્નીએ પણ અનેક કૌભાંડ આચર્યા છે.

ADVERTISEMENT

  • કિરણ પટેલની પત્નીની ધરપકડ
  • જંબુસરથી માલિની પટેલની ધરપકડ
  • જગદિશ ચાવડાની ફરિયાદના આધારે કાર્યવાહિ

કરોડો રૂપિયાનો બંગલો પચાવી પાડનાર મહાઠગ દંપતી મામલે ફરિયાદ નોંધાયા બાદ ક્રાઇમ બ્રાંચે માલિની પટેલની કરી ધરપકડ. ઠગ પતિ સાથે પત્નીએ પણ અનેક કૌભાંડ આચર્યા છે.  જેમાં જમ્મુ કશ્મીરમાં ઝેડ પલ્સ સિક્યુરિટી અને ફાઈવસ્ટાર હોટલમાં પત્ની પણ રોકાઈ હતી. પરતું પતિનું જમ્મુ કશ્મીરમાં કારસ્તાન પર્દાફાશ થતાં પત્ની ઘર છોડી ગાયબ થઈ ગઈ હતી. પણ પત્ની આગોતર જમીન મલેવે તે પહેલાં ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડી છે.કોણ છે આ મહાઠગની પત્ની.

ઠગ કિરણ પટેલની પત્નિએ પણ અનેક કૌભાંડ આચર્યા છે

પત્ની માલિની પોતાનું ઘર બંધ કરી ગાયબ થઈ ગઈ હતી
ક્રાઇમ બ્રાંચની કસ્ટડીમાં રહેલ મોઢું છુપાવી રહેલી આ મહિલા મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલ છે. પતિના કારસ્તાન સાથે પત્નીએ પણ ઠગાઇમાં સાથ આપીને પત્નીવર્તાની ફરજ નિભાવી હોય તેવા ગુના આચર્ય..ખાસ વાત કર્યે તો માલિની પટેલ જમ્મુમાં પતિ કિરણ પટેલના નકલી પીએમઓ અધિકારી અને ઝેડ પલ્સ સિક્યુરિટી વિવાદ વચ્ચે પત્ની માલિની પોતાનું ઘર બંધ કરી ગાયબ થઈ ગઈ હતી. આ દરમિયાન ક્રાઇમ બ્રાંચમાં જગદીશ ચાવડાએ કરોડો નો બંગલો પચાવવાના પ્રયાસમાં આ ઠગ દંપતી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં કિરણ પટેલ પીએમઓ તરીકેના અધિકારીની ઓળખ આપી હતી અને પોતાને મકાન રીનોવેશન કે બિલ્ડીંગ કન્સ્ટ્રકશન કામ કરતો હોવાનું કહીને 35 લાખ રૂપિયા મેળવ્યા હતા. જોકે કામ પૂર્ણ કરી દીધું હતું અને પોતે બંગલા પૂજા હવન કરી બંગલાની બહાર ઠગ પોતાના નામનું બોર્ડ લગાવીને કોર્ટમાં ખોટો દાવો ઉભો કર્યો હતો. જે મામલે ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધી જમ્બુસરથી માલિની પટેલની ધરપકડ કરી છે. ઠગ દંપતીએ બન્ને મળીને બંગલો પચાવવાનું કાવતરું રચ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે.

ચૈતન્ય માંડલીક (DCP,ક્રાઇમ બ્રાંચ)

પકડાયેલ માલિની પટેલની BAMS ડોકટર છે
પકડાયેલ માલિની પટેલની પૂછપરછ માં સામે આવ્યું કે પોતે BAMS ડોકટર છે અને અગાઉ ગાયકનેક હોસ્પિટલમાં નોકરી કરતી હતી અને પોતાનું ક્લિનિક શરૂ કર્યું હતું. પરતું દીકરીઓની જવાબદારી કારણે કિલીનીક બંધ કર્યું અને પતિના ઠગાઇના ધંધામાં પ્રવેશ કર્યો. અગાઉ તેનો પતિ કિરણ પટેલ અને જેઠ મનીષ ટ્રાવેલ્સ ટાર્ગેટ્સ નામની કન્સલ્ટન્સી ,એર ટીકીટ બુકીંગ કામ કરતા હતા તે વખતે દેવું થઈ જતા બન્ને ભાઈઓ વિરુદ્ધ જુદા જુદા પોલીસ સ્ટેશન છેતરપીંડી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી..માલિની પટેલ વિરુદ્ધ નરોડામાં ફોર વ્હિલર ગાડીઓ ભાડે રાખવાનું કહી બારોબાર વેચી દેવાના કૌભાંડમાં ઠગ દંપતીની ધરપકડ થઈ ચૂકી છે...ઓક્ટોમ્બર 2022માં દિવાળીના તહેવારમાં માલિની પોતાના પતિ કિરણ અને બે દીકરીઓ સાથે જમ્મુ કશ્મીર અને શ્રીનગર સિટીમાં ફરવા માટે ગઈ હતી..ત્યારે પતિ કિરણ પટેલ પીએમઓના અધિકારી ઓળખ આપીને ફરવા માટે પ્રોટેક્શન અને રહેવા માટે ફાઈવસ્ટાર લલિત હોટલમાં રોકાયો હતો..એટલું જ નહીં કિરણ પટેલએ પોતાને હેવમોર કંપનીની ફ્રેન્ચાઇઝ અને એપલ જ્યુસના મન્યુફેક્ચરના પ્રોજેકટ ના કામથી આવ્યો હોવાથી પ્રોટેક્શન મળ્યું હોવાનું પત્ની માલિની કહેવું છે...ક્રાઇમ બ્રાંચની તપાસમાં આરોપી માલિની પટેલ પતિના ઝેડ પલ્સ સિક્યુરિટીની લઈને અજાણ હોવાનું દાવો કરી રહી છે..

31 માર્ચના રોજ ક્રાઇમ બ્રાંચ શ્રીનગરથી ટ્રાન્સફર વોરંટથી કિરણની ધરપકડ કરશે
અમદાવાદના આ ઠગ દંપતીના કારસ્તને દેશભરમાં ચકચાર મચાવી છે..પતિ કિરણના ગુનામાં સાથ આપનાર માલિની પોલીસ સકંજામાં આવતા પોતે અને પોતાનો પતિ નિર્દોષ હોવાનું રટણ કરી રહી છે પરતું ક્રાઈમ બ્રાંચે ઠગાઇ કેસમાં માલિની ભૂમિકા લઈને મહત્વના પુરાવા મેળવા રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે સાથે જ કિરણ પટેલની ટ્રાન્સફર વોરંટ કસ્ટડી મેળવા 7 દિવસની નોટિસ પાઠવી છે અને 31 માર્ચના રોજ ક્રાઇમ બ્રાંચ શ્રીનગરથી ટ્રાન્સફર વોરંટથી કિરણની ધરપકડ કરશે..

 

સંકળાયેલા મુદ્દાઓ

Malini Patel ahmedabad arrested kiran patel thug couple ધરપકડ મહાઠગ દંપતી ahmedabad

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ