બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / VTV વિશેષ / State Government Secondary Service Selection Board has announced the recruitment of more than 4 thousand 300 Class-3 posts

મહામંથન / ગૌણ સેવાના નવા નિયમો: પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી? ઉમેદવારો માટે શું બદલાશે?

Dinesh

Last Updated: 10:41 PM, 4 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: રાજ્ય સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3ની 4 હજાર 300થી વધુ જગ્યાઓ ઉપર ભરતીની જાહેરાત થઈ છે

  • સરકારી નોકરીની રાહ જુઓ છો?
  • ગૌણ સેવા પસંદગી મંડળે કરી ભરતીની જાહેરાત
  • વર્ગ-3ની 4304 જગ્યાઓ ઉપર ભરતી


લાંબા સમયથી ગુજરાતના સરકારી નોકરી વાંચ્છુઓ જેની રાહ જોતા હતા તેની માટે થોડી રાહત આપતા સમાચાર એ છે કે રાજ્ય સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3ની 4 હજાર 300થી વધુ જગ્યાઓ ઉપર ભરતીની જાહેરાત થઈ છે. ભરતીની જાહેરાતો સમયાંતરે બહાર પડતી જ રહે છે પણ મોટેભાગે એવું બને છે કે જગ્યાની સામે ધસારો હદ બહારનો છે અને સરવાળે જેનો ધ્યેય સરકારી નોકરી મેળવવાનો છે અને તેના માટે જ જે મહેનત કરે છે તેઓ ક્યાંકને ક્યાંક પાછળ રહે છે. અગાઉ પેપર ફૂટવાની કે પેપરલીક થવાની અનેક ઘટનાઓમાંથી રાજ્ય સરકાર બોધપાઠ લઈને નવી રણનીતિઓ બનાવી રહી છે. ભરતી કેલેન્ડર મુજબ નિયમિત ભરતી થાય એવો પણ સરકારનો પ્રયાસ છે. આ વખતે વર્ગ-3ની ટેકનિકલ અને નોન ટેકનિકલ પરીક્ષાની પદ્ધતિમાં સરકારે તાજેતરમાં જ ફેરફાર કર્યા. સરકારનો હેતુ હતો કે જરૂરી અને લાયક ઉમેદવારો જ પરીક્ષામાં ઉપસ્થિત થાય અને તેને જ તક મળે. જો કે સિક્કાની બીજી બાજુ એ પણ છે કે અરજીઓ તો હજારોની સંખ્યામાં આવવાની જ છે. ગૌણ સેવા પસંદગી મંડળ અગાઉના ઘટનાક્રમમાંથી પદાર્થપાઠ શિખીને ભરતીના આયોજન પારદર્શી થાય તે દિશામાં સક્રિય બન્યું છે પરંતુ સરકારના બીજા પણ અનેક વિભાગ છે કે જેમાં 40 ટકાથી વધુ જગ્યાઓ ખાલી છે. લાખો ઉમેદવારો નોકરીની રાહ જોતા હોય અથવા તો તૈયારી કરતા હોય ત્યારે 4 હજાર જેટલી ભરતી ઘણી ઓછી કહી શકાય પરંતુ એક શરૂઆત થઈ છે તે આશ્વાસન છે. જો ગૌણ સેવા પસંદગી મંડળની વાત કરીએ તો નવી પદ્ધતિથી ઉમેદવારો માટે શું બદલાશે?. બીજો સવાલ એ પણ થશે કે અન્ય વિભાગમાં જે પડતર ભરતીઓ છે તેનું શું. 

સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વની જાહેરાત
ગૌણ સેવા પસંદગી મંડળે જાહેરાત બહાર પાડી છે. વર્ગ-3ની 4304 જગ્યાઓ માટે ભરતી પડી છે. વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પડી, જેમાં સરકારમાં હજારો જગ્યાઓ પડતર છે. નિયમિત ભરતીની પ્રક્રિયા ચાલુ રહેશે કે કેમ તે મહત્વનો સવાલ છે. અન્ય વિભાગોની ભરતી ક્યારે તે પણ મહત્વનો સવાલ છે

વર્ગ-3ની ક્યા વિભાગમાં કેટલી જગ્યા?

ગૃપ-A 
સિનિયર ક્લાર્ક- 532
હેડ ક્લાર્ક- 169
ઓફિસ આસિસ્ટન્ટ, સચિવાલય- 210
જુનિયર ક્લાર્ક, કલેક્ટર કચેરી- 590
કાર્યાલય અધિક્ષક, મત્સ્યોદ્યોગ કચેરી- 2
કચેરી અધિક્ષક, ખેતી નિયામક કચેરી- 3
સબ રજિસ્ટ્રાર ગ્રેડ (1)- 45
સબ રજિસ્ટ્રાર ગ્રેડ(2)- 53
સ્ટેમ્પ નિરીક્ષક- 23
સમાજ કલ્યાણ નિરીક્ષક- 46
મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી- 13
સમાજ કલ્યાણ નિરીક્ષક- 102
ગૃહમાતા- 6
ગૃહપતિ- 14
મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી- 65
મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી- 7
ડેપો મેનેજર નાગરિક પુરવઠા નિગમ- 26
જુનિયર આસિસ્ટન્ટ, મુદ્રણ, લેખન સામગ્રી- 8

ગૃપ-B 
જુનિયર ક્લાર્ક- 2018
આસિસ્ટન્ટ ડેપો મેનેજ- 372
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ