બ્રેકિંગ ન્યુઝ
Noor
Last Updated: 12:29 PM, 8 September 2020
ADVERTISEMENT
દેશની સૌથી મોટી બેંકે કહ્યું કે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના (વીઆરએસ) યોજના બેંકની લાગત કિંમત ઘટાડવા માટે નથી. નોંધનીય છે કે, અગાઉ એક સમાચાર આવ્યા હતા કે બેંકે તેના કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના તૈયાર કરી છે, જેમાં લગભગ 30,190 કર્મચારીઓને આવરી શકાય છે. મળતી માહિતી અનુસાર, બેંકના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું છે કે બેંકની વીઆરએસ યોજના લાગત ઘટાડવા માટે નથી.
બેંક દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'બેંક હંમેશાં કર્મચારીઓ પ્રત્યે મૈત્રીપૂર્ણ વલણ રાખે છે અને તેના બિઝનેસને વિસ્તૃત કરી રહી છે જેના માટે લોકોની જરૂર પડશે. આનાથી સાબિત થાય છે કે બેંક આ વર્ષે 14,000થી વધુ કર્મચારીઓની નિમણૂક કરવાની યોજના બનાવી રહી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સ્ટેટ બેન્કમાં હાલમાં લગભગ અઢી લાખ કર્મચારી છે અને બેંક તેના કર્મચારીઓની જરૂરિયાતોને પહોંચી વળવા અને તેમના જીવનકાળમાં મદદ કરવામાં હમેશાં અગ્રેસર રહે છે.
ADVERTISEMENT
વીઆરએસ 2020 શું છે
નોંધનીય છે કે અગાઉ જણાવવામાં આવ્યું હતું કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા તેના કર્મચારીઓની નવી વીઆરએસ-2020 લઈને આવી રહી છે, જેમાં લગભગ 30,190 કર્મચારીઓ આવરી શકાશે. સમાચાર મુજબ એસબીઆઈની વીઆરએસ યોજના આવા તમામ કાયમી અધિકારીઓ અને કર્મચારીઓ માટે ખુલ્લી રહેશે, જેમણે નિયત તારીખ સુધીમાં 25 વર્ષની સેવા બેંકમાં આપી હશે અથવા 55 વર્ષની વય પૂર્ણ કરી હશે. આ યોજના આ વર્ષે 1 ડિસેમ્બરથી ફેબ્રુઆરી 2021 સુધી ખુલ્લી રહેશે. એટલે કે, આ સમયગાળા દરમિયાન વીઆરએસ માટેની અરજીઓ સ્વીકારવામાં આવશે.
કર્મચારીઓને શું ફાયદો થશે
જે કર્મચારીઓની વીઆરએસ અરજી સ્વીકારવામાં આવશે તેમને વાસ્તવિક સેવા નિવૃત્તિની તારીખ સુધી બાકી રહેલાં સેવાના સમયગાળા માટે 50 ટકા પગાર એક્સ ગ્રેશિયા તરીકે મળશે. આ સિવાય ગ્રેજ્યુટી, પેન્શન, પ્રોવિડન્ટ ફંડ અને મેડિકલ બેનિફિટ જેવા અન્ય ફાયદા પણ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.