બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ગુવહાટી ટેસ્ટમાં આફ્રિકાનું પલડું ભારે, ત્રીજા દિવસનો ખેલ ખતમ, સાઉથ આફ્રિકા પાસે 314 રનોની લીડ

ક્રિકેટ / ગુવહાટી ટેસ્ટમાં આફ્રિકાનું પલડું ભારે, ત્રીજા દિવસનો ખેલ ખતમ, સાઉથ આફ્રિકા પાસે 314 રનોની લીડ

Pravin Joshi

Last Updated: 05:18 PM, 24 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુવહાટી ટેસ્ટના ત્રીજા દિવસના અંતે દક્ષિણ આફ્રિકાએ 314 રનની નોંધપાત્ર લીડ મેળવી છે. સેનોરન મુથુસામીના શતક અને જાન્સેનના પાંચ વિકેટે ભારત પર દબાણ વધાર્યું છે.

ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની બે ટેસ્ટની શ્રેણીની બીજી અને છેલ્લી મેચ ગુવહાટી ખાતે રમાઈ રહી છે અને ત્રીજા દિવસની રમણ સમાપ્ત થઈ છે. દક્ષિણ આફ્રિકાએ પોતાની બીજી ઈનિંગમાં વિકેટ ગુમાવ્યા વગર 26 રન બનાવી લીધા છે અને તેમની કુલ લીડ હવે 314 રનની થઈ ગઈ છે. ભારતે પોતાની પ્રથમ ઈનિંગમાં માત્ર 201 રન જ બનાવી શકી હતી, જ્યારે દક્ષિણ આફ્રિકાએ પહેલી ઈનિંગમાં જ 489 રન કર્યા હતા.

આટલી મોટી લીડ દર્શાવે છે કે દક્ષિણ આફ્રિકા આ મેચમાં મજબૂત સ્થિતિમાં છે અને ભારતને શ્રેણી 1–1થી ડ્રૉ કરાવવા માટે ટાર્ગેટ ચેઝ કરવો કઠિન બની શકે છે. અગાઉ કોલકાતા ટેસ્ટમાં ભારતને 30 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તેઓ પહેલાથી જ શ્રેણીમાં 0–1થી પાછળ છે.

ભારત માટે યશસ્વી જયસ્વાલ અને કે.એલ. રાહુલે શરૂઆત સારી આપી હતી. તેમણે દક્ષિણ આફ્રિકાના બોલરોને બીજા દિવસના અંતિમ સત્રમાં ટક્કર આપી અને 6.1 ઓવરમાં કોઈ વીકેટ ગુમાવી નહોતી. પરંતુ ત્રીજા દિવસે ચિત્રિ અલગ જ હતું.

યશસ્વીએ 85 બોલમાં શાનદાર 50 રન કર્યા, 6 ચોગ્ગા અને એક છગ્ગા સાથે, જ્યારે રાહુલ 22 રન પર કેશવ મહારાજનો શિકાર બન્યો. ત્યારબાદ ભારતના મધ્યક્રમને જાન્સન અને હાર્મરના સ્પિન–પેસ કોમ્બિનેશન સામે સંઘર્ષ કરવો પડ્યો. સાઈ સુદરશન (15), ધ્રુવ જુરેલ (0), કેપ્ટન ઋષભ પંત (7), નીતિશ રેડ્ડી (10) અને રવિન્દ્ર જડેજા (6) રન પર આઉટ થયા.

જ્યારે સ્કોર 122/7 હતો, ત્યારે વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવે ભારતને બચાવવા માટે લડત લડી. બંન્નેએ આઠમો વિકેટ માટે 72 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી. સુંદરે 92 બોલમાં 48 રન કર્યા અને કુલદીપે 134 બોલમાં 19 રન બનાવ્યા. તેમ છતાં ભારત આખરે માત્ર 201 રન પર ઓલઆઉટ થઈ ગયું.

દક્ષિણ આફ્રિકા માટે ભારતીય મૂળના ખેલાડી સેનોરન મુથુસામીએ 109 રનનું શાનદાર શતક જડ્યું. તેમની 206 બોલની પારીમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ રહ્યા. કારકિર્દીનું આ પ્રથમ આંતરરાષ્ટ્રીય શતક હતું. મારકો જાન્સને 91 બોલમાં 93 રન કર્યા જેમાં 7 છગ્ગા અને 6 ચોગ્ગા હતાં. પછી બોલિંગમાં તેમણે 5 વિકેટ લઈ ભારતની પીઠતોડ બોલિંગ કરી. કુલદીપ પાસે ચાર વિકેટ તો જડેજા, બુમરાહ અને સિરાજે બે–બે વિકેટ મેળવી હતી.

આ પણ વાંચો: રોહિતને કેમ કેપ્ટન ન બનાવ્યો? સિલેક્ટર્સે જણાવી પડદા પાછળની વાસ્તવિકતા

આ સ્થિતિએ ભારત માટે આ ટેસ્ટ મેચ અને શ્રેણી બચાવવામાં સ્થિતિ જોખમી બની છે. ચોથા દિવસે ટીમ ઇન્ડિયાને પહેલાથી જ 314 રનની તગડી લીડ સામે બોલિંગ સાથે ચમત્કાર સર્જવો પડશે અને પછી બેટિંગમાં પ્રચંડ પ્રતિરોધ કરવો પડશે. આ મેચ માત્ર તકનીકી બાબતોનો તડકો નથી, પરંતુ માનસીક દબાણનો સામનો કરવાની કસોટી પણ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TeamIndia INDvsSA GuwahatiTest
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ