બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Sportsmen can roam around till late night on Navratri, Home Department issues verbal notice to state police

BIG NEWS / મોડી રાત સુધી ગરબે ઘૂમો, કોઈ નહીં રોકે: નવરાત્રી પર ખેલૈયાઓ માટે સૌથી મોટા ગુડ ન્યૂઝ, હોમ મિનિસ્ટ્રીએ આપ્યો આદેશ

Dinesh Chaudhary

Last Updated: 04:59 PM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Navratri 2023 : ખેલૈયાઓ હવે મોડી રાત સુધી ગરબે ઘુમી શકશે, ગૃહવિભાગે રાજ્યની પોલીસને મૌખિક સૂચના આપી છે

 

  • મોડીરાત સુધી ગરબે ઘુમી શકશે ખેલૈયાઓ
  • ગૃહરાજ્ય વિભાગે પોલીસને આપી મૌખિક સૂચના 
  • પોલીસને ગરબા બંધ નહીં કરવા જવાની સૂચના


નવરાત્રી પર ખેલૈયાઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગરબામાં મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘુમી શકશે. અત્રે જણાવીએ કે, પોલીસ આજથી ગરબા બંધ કરાવવા જશે નહીં. કારણ કે, ગૃહવિભાગે રાજ્યની પોલીસને આપી મૌખિક સૂચના આપી છે. તમામ SP અને પોલીસ કમિશનરને ગરબા બંધ કરાવવા ન જવા સૂચના આપવામાં આવી છે. 

નવરાત્રીને લઈ મહત્વનો નિર્ણય
નવરાત્રીને લઈને ગુજરાતભરના માઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ખેલૈયાઓ મન મૂકીને માતાજીના ગરબા ઘૂમી રહ્યા છે. ગુજરાતના હોટ ફેવરિટ ફેસ્ટિવલ નવરાત્રી ચાલી રહી છે. ત્યારે ગુજરાતીઓમાં પણ અનેરો રંગ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ગૃહરાજ્ય વિભાગે પણ મહત્વનો નિર્ણય લીધો છે. 

જાણો નવરાત્રીનું શું છે મહત્વ
આસો માસના શુક્લ પક્ષની પહેલી તિથિથી મનાવાતો નવરાત્રીનો તહેવાર સનાતન યુગથી જ મનાવવામાં આવી રહ્યો છે. એવી માન્યતા છે કે સૌથી પહેલા ભગવાન રામે નવરાત્રીની શરૂઆત કરી હતી. સમુદ્ર કિનારે શક્તિની ઉપાસના કર્યા બાદ જ ભગવાન રામે લંકા પર આક્રમણ કર્યું હતું. બાદમાં તેમણે રાવણનો વધ કરી જીત પણ મેળવી. એટલા માટે નવરાત્રીના નવ દિવસ સુધી માં અંબેની પૂજા કર્યા બાદ દસમા દિવસે દશેરાનો પર્વ મનાવવામાં આવે છે. આને અધર્મ પર ધર્મનો અને અસત્ય પર સત્યના વિજય તરીકે પણ મનાવવામાં આવે છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar news Navratri 2023 ખેલૈયાઓ માટે નિર્ણય ગૃહવિભાગનો નિર્ણય નવરાત્રી માટે નિર્ણય Navratri 2023
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ