બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / શું લગ્ન પહેલાં પલાશે સ્મૃતિ મંધાનાને દીધો દગો? ફ્લર્ટ ચેટિંગ વાયરલ થતાં સોશિયલ મીડિયામાં હડકંપ

ઘટસ્ફોટ / શું લગ્ન પહેલાં પલાશે સ્મૃતિ મંધાનાને દીધો દગો? ફ્લર્ટ ચેટિંગ વાયરલ થતાં સોશિયલ મીડિયામાં હડકંપ

Priyankka Triveddi

Last Updated: 02:47 PM, 25 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Palaash Muchhal Smriti Mandhana: ઇંડિયન ક્રિકેટર સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલના લગ્ન અચાનક અટકાવી દેવાનું કારણ સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાની તબિયત હોવાનું કહેવાઈ રહ્યું છે. પણ આ વચ્ચે હવે એક કારણ બીજું સામે આવ્યું છે જે ખરેખર ખૂબ ચોંકાવનારું છે.

Palaash Muchhal Smriti Mandhana: જાણીતી ઇંડિયન ક્રિકેટર સ્મૃતિ અને ગાયક પલાશના લગ્નની રંગેચંગે તૈયારી થઈ હતી. બનેંની હલ્દી, મહેંદી અને સંગીતની રસમ પણ પૂરી થઈ ગઈ હતી અને બંને જણા આ રિવજોને ભરપૂર રીતે એન્જોય કરી રહ્યા હતા. જેના ફોટો અને વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. તેવામાં અચાનક બંનેના લગ્ન સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાને હાર્ટ એટેક આવ્યો હોવાથી મુલતવી રાખવામાં આવ્યા છે. જોકે અહેવાલો સૂચવે છે કે આ કેન્સલ થવા પાછળ અન્ય કારણો પણ હોઈ શકે છે. સ્મૃતિ મંધાના અને પલાશ લગભગ છ વર્ષથી રિલેશનશિપમાં હતા. જોકે આ વચ્ચે એવા સમાચારો અને અટકળ પણ વહેતી થઈ છે કે પલાશ સ્મૃતિને ચીટ કરી રહ્યો હતો.

smriti-mandanna,

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના અને સંગીતકાર-ફિલ્મ નિર્માતા પલાશ મુચ્છલના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી. લગ્ન 23 નવેમ્બરના રોજ સાંગલીમાં એક ખાનગી સમારોહમાં થવાના હતા. લગ્ન પહેલાના સમારોહ પૂરજોશમાં ચાલી રહ્યા હતા, ત્યારે સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાને સંગીત રાત્રિ દરમિયાન હૃદયરોગનો હુમલો આવ્યો હતો, જેના કારણે લગ્ન મુલતવી રાખવા પડ્યા હતા. પલાશની બહેન અને ગાયિકા પલક મુચ્છલ અને સ્મૃતિના મેનેજર તુહિન મિશ્રાએ પુષ્ટિ આપી હતી કે લગ્ન તેમના પિતા સંપૂર્ણપણે સ્વસ્થ ન થાય ત્યાં સુધી અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યા છે.પરંતુ લગ્ન અચાનક મુલતવી રાખવાથી હવે આઘાતજનક વળાંક આવ્યો છે. મુલતવી રાખવાની જાહેરાત પછી, પલાશની એક મહિલા સાથેની કથિત ચેટના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા (રેડિટ) પર ફરતા થઈ રહ્યા છે.

Smriti-Mandhana

24 નવેમ્બરના રોજ પલાશની બહેન જાણીતી સિંગર પલક મુચ્છલે પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લગ્ન મુલતવી રાખવાની જાહેરાત કરી અને પરિવાર માટે ગોપનીયતા રાખવાની વિનંતી કરી. થોડા સમય પછી, સ્ક્રીનશોટ રેડિટ પર વાયરલ થયા, જેના કારણે હંગામો મચી ગયો.

chat

મેરી ડી'કોસ્ટા નામની એક મહિલાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પલાશ સાથેની ચેટના સ્ક્રીનશોટ શેર કર્યા. ચેટમાં, પલાશ સ્મૃતિ સાથેના તેના લાંબા અંતરના સંબંધો અને તેમના પ્રવાસો વિશે ખુલ્લેઆમ વાત કરતો જોવા મળ્યો. તેણે મેરીની પ્રશંસા કરી, તેને સ્વિમિંગ, સ્પા અને સવારે 5 વાગ્યે મુંબઈના વર્સોવા બીચ પર મળવાનું આમંત્રણ આપ્યું. જ્યારે મેરીએ પૂછ્યું કે શું તે સ્મૃતિને પ્રેમ કરે છે, ત્યારે પલાશે જવાબ ટાળ્યો.

આ પણ વાંચો: VIDEO : જાડેજાએ ફેંક્યો રહસ્યમયી બોલ, એડન મારક્રમને ખબર જ ન પડી કે આઉટ થયો, ડિફેન્સ ચીરીને કર્યો બોલ્ડ "

vtv app add

શું પલાશ સ્મૃતિને ચીટ કરતો હતો?

અમે આ સ્ક્રીનશોટની સત્યતાની પુષ્ટિ નથી કરતાં. આ એક વાયરલ સ્ક્રીન શૉટ છે જેની સત્યતા અંગે હજુ સુધી કોઈ સાબિતી આવી નથી. પણ હાલ તે ઝડપથી રેડિટ થ્રેડ પર વાયરલ થઈ ગયા છે. કેટલાક યુઝર્સ દાવો કરે છે કે લગ્નની એકતરફ ઉજવણી ચાલી રહી હતી અને બીજી તરફ પલાશતે કોરિયોગ્રાફર સાથે અફેરમાં હતો જે કદાચ સાચું પણ હોઈ શકે. પલાશની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગી, જ્યારે અન્ય લોકોએ તેને આ સંવેદનશીલ સમયમાં તેના પરિવારને એકલા છોડી દેવાની વિનંતી કરી. એક રેડિટ યુઝરે લખ્યું, "સ્મૃતિ એક મજબૂત મહિલા છે જેણે વર્લ્ડ કપ જીત્યો છે, પરંતુ આ વિશ્વાસઘાત સહન કરવો મુશ્કેલ હશે."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Smriti Mandhana Palaash Muchhal Mary D'Costa
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ