બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:44 PM, 28 September 2025
BCCIની કમાન કોના હાથમાં આવશે તેને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. મિથુન મન્હાસને BCCIનું સુકાન સોંપવામાં આવ્યું છે. એટલે કે મિથુન મન્હાસ BCCIના નવા અધ્યક્ષ તરીકે પદભાર સંભાળશે.
ADVERTISEMENT
મિથુન મન્હાસ એવા વ્યક્તિ છે જે પોતાની સાથે ક્રિકેટ અને પ્રશાસન બન્ને ક્ષેત્રોમાં સમૃદ્ધ અનુભવ લઈને આવ્યા છે. તેઓ જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશન (JKCA)માં પ્રશાસકીય ભૂમિકા નિભાવી ચૂક્યા છે અને BCCIની વાર્ષિક સામાન્ય બેઠકમાં રાજ્યનું પ્રતિનિધિત્વ પણ કરી ચૂક્યા છે. મેદાન પર મિથુન મન્હાસ ભારતીય ગૃહ ક્રિકેટના સૌથી પ્રતિષ્ઠિત ખેલાડીઓમાંથી એક ગણાય છે.
ADVERTISEMENT
મિથુન મન્હાસે 1997/98ની સીઝનમાં પોતાનો પ્રોફેશનલ ડેબ્યૂ કર્યો હતો. તેઓ મધ્યક્રમના બેટ્સમેન હતા.. રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણ જેવા મહાન બેટ્સમેનોની હાજરીને લીધે તેઓ ક્યારેય ભારતીય રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવી શક્યા નહોતા, પણ તેમ છતાં ઘરેલુ ક્રિકેટમાં તેમણે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
2007/08ની સીઝનમાં, તેમણે દિલ્હી ટીમને રણજી ટ્રોફી ચેમ્પિયન બનાવવા માટે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ સીઝનમાં તેમણે 57.56ની સરેરાશથી 921 રન બનાવ્યા હતા.
ADVERTISEMENT
મિથુન મન્હાસ જમણેરી બેટ્સમેન અને ઓફ-સ્પિનર રહી ચૂક્યા છે. અનેક વખત તેમણે વિકેટકીપર તરીકેની જવાબદારી પણ નિભાવી છે.
આ પણ વાંચોઃ તો શું જીત પછી પણ ટીમ ઈન્ડિયા ટ્રોફી લેશે નહીં? ફાઈનલ પછી થશે હોબાળો? જાણો
ADVERTISEMENT
ADVERTISEMENT
તેમનો સર્વોચ્ચ સ્કોર:
ADVERTISEMENT
તેઓ IPLમાં પણ દિલ્હી ડેરડેવિલ્સ, પુણે વોરિયર્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ માટે રમી ચૂક્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.