બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / તો શું જીત પછી પણ ટીમ ઈન્ડિયા ટ્રોફી લેશે નહીં? ફાઈનલ પછી થશે હોબાળો? જાણો
Last Updated: 08:48 AM, 28 September 2025
Asia Cup 2025 Final: ભારતીય ક્રિકેટ ટીમે છેલ્લા 13-14 મહિનામાં બે મોટી ટ્રોફી જીતી છે. જૂન 2024માં, કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં, ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતી હતી. એ પછી માર્ચ 2025માં, રોહિત શર્માની કેપ્ટનશીપમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. હવે, બધાની નજર સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપવાળી ટીમ ઇન્ડિયા પર છે, જેની પાસે એશિયા કપ 2025 ટ્રોફી કબજે કરવાની તક છે. પરંતુ સવાલ એ છે એક કેપ્ટન સૂર્યા કે ટીમ ઇન્ડિયા આ ટ્રોફી ઉપાડશે?
ADVERTISEMENT

એશિયા કપ 2025 ફાઇનલ મેચ આજે દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આ ટુર્નામેન્ટમાં બંને ટીમો વચ્ચે ત્રીજી વખત આમને-સામને આવશે, પરંતુ એશિયા કપના ઇતિહાસમાં પહેલી વાર એવું બનશે કે ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. આ ફાઇનલ ખૂબ જ ખાસ છે અને બંને ટીમો ટ્રોફી કબજે કરવા માટે મેદાન પર ઉતરશે. જોકે, એવી શક્યતા છે કે ટીમ ઇન્ડિયા ફાઇનલ જીતી જાય છે, તો પણ તેઓ ટ્રોફી નહીં ઉપાડે.
ADVERTISEMENT
જો ટીમ ઇન્ડિયા ફરીથી એશિયા કપ જીતી જાય છે, તો તેઓ આ ટ્રોફી તો ઉપાડશે, પરંતુ જ્યારે મેદાન પર પહેલીવાર કેપ્ટનને સોંપવાનો વારો આવશે, એ વખતે આવું કદાચ નહીં બની શકે. આનું કારણ છે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ મોહસીન નકવી, જેઓ ACC સિવાય પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના પણ અધ્યક્ષ છે અને પાકિસ્તાની સરકારમાં મંત્રી પણ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે, ટીમ ઇન્ડિયાએ પહેલાથી જ પાકિસ્તાની ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ અને અધિકારીઓ સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક રાખ્યો નથી.
ADVERTISEMENT
પહેલી મેચમાં હાથ ન મિલાવવાને લઈને પહેલાથી જ મોટો વિવાદ થઈ ગયો હતો, જેના કારણે એવા સમાચાર પણ આવ્યા હતા કે જો ટીમ ઇન્ડિયા ફાઇનલમાં ટાઇટલ જીતવાની સ્થિતિમાં મોહસીન નકવી ટ્રોફી આપે છે તો ટીમ ઇન્ડિયા તેનો બહિષ્કાર કરશે. નકવી ACCના પ્રમુખ છે, અને નિયમો અનુસાર, ACC અધ્યક્ષ વિજેતા કેપ્ટનને ટ્રોફી સોંપે છે. જો કે, નકવી પાકિસ્તાનથી હોવાને કારણે ટીમ ઇન્ડિયાના વર્તમાન વલણમાં આડે આવે છે.

ADVERTISEMENT
મુદ્દો એ નથી કે નકવી પીસીબી કે પાકિસ્તાન સરકાર સાથેનો જોડાયેલા છે, પણ એશિયા કપ વિવાદ દરમિયાન તેમણે જે પ્રકારનું વર્તન કર્યું તેના કારણે પણ ભારતીય ટીમ તેમનો બહિષ્કાર કરી શકે છે. એસીસી અધ્યક્ષ હોવા છતાં, નકવીએ ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન થયેલા વિવાદ વચ્ચે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ભારતને નિશાન બનાવતી પોસ્ટ્સ કરી હતી, જેમાં ભારત-પાકિસ્તાન યુદ્ધ તરફ ઇશારો કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન વચ્ચે આજે ખિતાબી જંગ, ફાઈનલમાં આ ખેલાડીઓ પર રહેશે નજર
એટલું જ નહીં, હાથ ન મિલાવવા અને ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પહેલગામના મૃતકોને લઈને આપેલા નિવેદન પર નકવીએ જ મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને હટાવવા અને સુર્યા પર પ્રતિબંધ લગાવવા માટે ICC આઈસીસીનો સંપર્ક કર્યો હતો. પરિણામે, ફાઇનલ પછી પ્રેઝન્ટેશન સમારોહમાં કોણ ટ્રોફી રજૂ કરે છે અને કોણ ટ્રોફી લે છે તે અંગે ઘણી ઉત્સુકતા રહેશે. હવે શું કોઈ વચ્ચેનો રસ્તો મળી જાય છે કે આના પર પણ વિવાદ થશે, તે ફાઇનલ પછી જ ખબર પડશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.