બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / માત્ર ફેન્સ નહીં, કુદરતના પણ કોહલીને સેલ્યુટ! વરસાદી માહોલ વચ્ચે જોવા મળ્યો અદભુત આકાશી નજારો
Last Updated: 09:11 AM, 18 May 2025
અચાનક નિવૃત્તિની જાહેરાત પછી, વિરાટ કોહલી પહેલીવાર મેદાન પર જોવા મળ્યો અને ચાહકો માટે આ એક ભાવનાત્મક ક્ષણ બની ગઈ. વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની ઘોષણા કરી ત્યારે આખો ક્રિકેટ વિશ્વ આશ્ચર્યચકિત થઈ ગયો. વિરાટ કોહલીના ખૂબ જ ખાસ સફરનો અંત આવી ગયો, જેને તેણે વર્ષો સુધી શ્રેષ્ઠ બનાવ્યો હતો. એના પડઘા તેના ચાહકોના દિલમાં ભારે લાગણીઓ જગાવનારા બન્યા હતા. જ્યારે તે ફરી મેદાન પર આવ્યો ત્યારે ચાહકો ખાસ સફેદ જર્સી પહેરીને સ્ટેડિયમમાં પહોંચ્યા અને વિરાટને વિદાય આપવા આવ્યા.
ADVERTISEMENT
બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે IPL 2025ની મહત્વની મેચ યોજાવાની હતી. પણ વરસાદના કારણે આ મેચનું ભવિષ્ય અનિશ્ચિત બની ગયું. આ દરમિયાન એક અદભૂત દ્રશ્ય જોવા મળ્યું જ્યારે મેદાનના આકાશમાં સફેદ કબૂતરો ઉડી રહ્યાં હતા. આ દ્રશ્યને જોઈને એવું લાગ્યું કે કુદરત પણ વિરાટ કોહલીના ટેસ્ટ ક્રિકેટના યોગદાનને સલામ આપી રહી હોય. ચાહકો માટે આ ક્ષણ અનોખી અને યાદગાર બની રહી.
ADVERTISEMENT
Virat Kohli steps off the field, but his legacy soars high, like white birds in the sky — proud, unmatched, eternal. 🤍 pic.twitter.com/nW2aBPwb9g
— leisha (@katyxkohli17) May 17, 2025
મેચ દરમિયાન સતત વરસાદને કારણે ટોસ પણ થઈ શક્યો નહીં અને અંતે આ મેચ રદ કરવી પડી. કોઈ એક બોલ પણ ન રમાતાં બંને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યો. RCBએ 12માંથી 8 જીત, ૩ હાર અને 1 ડ્રો સાથે 17 પોઈન્ટ મેળવી લીધા છે અને આ પોઈન્ટના આધારે ટીમે પ્લેઓફમાં પોતાનું સ્થાન પક્કું કરી દીધું છે.
આ પણ વાંચો : વૈભવ સૂર્યવંશીને ટીમમાંથી બહાર કરશે રાજસ્થાન રોયલ્સ! રાહુલ દ્રવિડે લેવો પડશે કડક નિર્ણય
બીજી તરફ, KKR માટે પરિસ્થિતિ વધુ કઠિન બની ગઈ છે. ટીમે અત્યાર સુધી 13 મેચ રમી છે જેમાં તેને માત્ર 5 જીત, 6 હાર અને 2 ડ્રો મળ્યા છે. હવે છેલ્લી મેચ જીત્યા બાદ પણ ટીમ માત્ર 14 પોઈન્ટ સુધી જ પહોંચી શકે છે, એટલે તેના માટે પ્લેઓફનું દરવાજું બંધ થઈ ગયું છે. વિરાટ કોહલીની નિવૃત્તિ બાદની પહેલી મેચ વરસાદના કારણે ભલે રદ થઈ ગઈ હોય, પણ મેદાનમાં સર્જાયેલી લાગણીસભર ક્ષણો અને ચાહકોનો પ્રેમ વિરાટ કોહલીના કરિયર માટે એક અમૂલ્ય શ્રદ્ધાંજલિ બની ગઈ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.