બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / યશસ્વી જયસ્વાલની અચાનક તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ, જાણો શું થયું

સ્પોર્ટ્સ / યશસ્વી જયસ્વાલની અચાનક તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ, જાણો શું થયું

Pravin Joshi

Last Updated: 05:42 PM, 17 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુવા ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના મેચ બાદ પેટમાં તીવ્ર દુખાવાની ફરિયાદ થતાં પુણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોના જણાવ્યા મુજબ તેમને એક્યુટ ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ છે અને હાલ તેમની સ્થિતિ સ્થિર છે.

ટીમ ઈન્ડિયાના યુવા સ્ટાર ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના મહત્વપૂર્ણ મુકાબલા બાદ તેમની તબિયત અચાનક બગડતાં તેમને પુણેની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મેચ પૂરો થયા પછી યશસ્વીને પેટમાં ભારે દુખાવાની ફરિયાદ થઈ હતી, જે બાદ ટીમ મેનેજમેન્ટે તાત્કાલિક તબીબી સલાહ લઈ તેમને હોસ્પિટલ ખસેડ્યા.

પુણેમાં રમાયેલા સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના સુપર લીગ ગ્રુપ-બીના મુકાબલામાં મુંબઈ અને રાજસ્થાન વચ્ચે રસપ્રદ લડત જોવા મળી હતી. આ મેચમાં મુંબઈએ રાજસ્થાનને ત્રણ વિકેટે પરાજય આપ્યો હતો. જોકે, આ મુકાબલા બાદ થોડા કલાકોમાં જ યશસ્વી જયસ્વાલની તબિયત ખરાબ થવાની માહિતી સામે આવી, જેના કારણે ક્રિકેટ જગતમાં ચિંતા ફેલાઈ ગઈ. તેમણે મેચમાં 16 બોલમાં માત્ર 15 રન બનાવ્યા હતા અને તેઓ પોતાની સ્વાભાવિક લયમાં દેખાયા નહોતા. મેચ બાદ જ્યારે દુખાવો વધી ગયો, ત્યારે તેમને તાત્કાલિક પુણેના આદિત્ય બિરલા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

didha - 2025-12-17T173808.397

અહેવાલ મુજબ, ડોક્ટરોને યશસ્વી જયસ્વાલને એક્યુટ ગેસ્ટ્રોએન્ટેરાઇટિસની સમસ્યા હોવાનું નિદાન કર્યું છે. આ સ્થિતિમાં પેટમાં દુખાવો, ઉલટી અને થાક જેવી સમસ્યાઓ જોવા મળે છે. હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમની સિટી સ્કેન અને અલ્ટ્રાસાઉન્ડ સહિતની જરૂરી તપાસો કરવામાં આવી હતી. તબીબોએ જણાવ્યું કે હાલ યશસ્વીની સ્થિતિ સ્થિર છે અને તેમને નિયમિત દવાઓ તેમજ પૂરતો આરામ લેવાની સલાહ આપવામાં આવી છે. સદનસીબે, કોઈ ગંભીર સમસ્યા સામે આવી નથી અને ટીમ મેનેજમેન્ટને આશા છે કે યશસ્વી ટૂંક સમયમાં સંપૂર્ણ રીતે સાજા થઈ જશે.

આ મેચની વાત કરીએ તો, મુંબઈની જીતમાં અનુભવી અજિંક્ય રહાણે અને સરફરાઝ ખાન મુખ્ય હીરો રહ્યા. રહાણેએ પોતાની અનુભવી બેટિંગથી નાબાદ 72 રન બનાવ્યા, જ્યારે સરફરાઝ ખાને માત્ર 22 બોલમાં 73 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને મેચનું પલડું પલટાવી દીધોું બંનેએ મળીને માત્ર 38 બોલમાં 111 રનની ભાગીદારી કરી, જેના કારણે મુંબઈને જીત મળી.

વધુ વાંચો : ક્રિકેટને અલવિદા કહેવા જેને મન બનાવી દીધેલું, એ પ્લેયર આજે બન્યો IPLનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી

યશસ્વી જયસ્વાલ હાલ ભારતીય ક્રિકેટના સૌથી પ્રતિભાશાળી યુવા ખેલાડીઓમાંના એક છે. તેમની તબિયત બગડવાના સમાચારથી ચાહકોમાં ચિંતા જોવા મળી રહી છે, પરંતુ ડોક્ટરોના હેલ્થ અપડેટ બાદ થોડી રાહત મળી છે. હવે તમામની નજર તેમના ઝડપી રિકવરી પર છે, જેથી તેઓ ફરીથી મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ચાહકોનું દિલ જીતી શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

HealthUpdate TeamIndia YashasviJaiswal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ