ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 'પાજી, હું ક્રિકેટ છોડી દઇશ...', જ્યારે ટીમ ઇન્ડિયામાંથી આઉટ થવા પર શમીએ હાર માની લીધેલી

સ્પોર્ટ્સ / 'પાજી, હું ક્રિકેટ છોડી દઇશ...', જ્યારે ટીમ ઇન્ડિયામાંથી આઉટ થવા પર શમીએ હાર માની લીધેલી

Published By: Shilpa Parmar

Last Updated: 04:27 PM, 29 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભૂતપૂર્વ ભારતીય બોલિંગ કોચ ભરત અરુણે મોહમ્મદ શમી અંગે એક વાતને લઈને ખુલાસો કર્યો છે. ભરત અરુણે ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળતા મળ્યા પછી મોહમ્મદ શમીની સ્થિતિ અંગે વાત કરી હતી. જાણો શું કહ્યું ભરત અરુણે?

ADVERTISEMENT

ભૂતપૂર્વ ભારતીય બોલિંગ કોચ ભરત અરુણે ટીમ ઇન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વિશે એક મોટો ખુલાસો કર્યો છે. જમણા હાથના આ ઝડપી બોલરે 2023માં ICC વનડે વર્લ્ડ કપ ફાઇનલ રમી હતી, ત્યારથી આજ સુધી તેઓ કોઈ આંતરરાષ્ટ્રીય મેચમાં ઉતર્યા નથી.

હાલ તેઓ ટીમમાં વાપસી માટે ભારે મહેનત કરી રહ્યા છે અને બેંગલોરમાં ચાલી રહેલી દુલીપ ટ્રોફીમાં ઈસ્ટ ઝોન તરફથી રમી રહ્યા છે.

મોહમ્મદ શમી વર્ષ 2018માં એક કઠિન સમયમાંથી પસાર થયા હતા. તેમણે ભારતીય ટીમમાંથી બહાર કરી દેવાયા હતા અને સાથે જ તેમના ખાનગી જીવનમાં પણ ભારે ઉથલપાથલ ચાલી રહી હતી.

ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ થતા જ શમીએ ક્રિકેટ છોડી દેવાનો નિર્ણય કરી લીધો હતો. એક પોડકાસ્ટમાં ભરત અરુણે યાદ કર્યું કે કેવી રીતે તેમણે અને તે સમયના કોચ રવિ શાસ્ત્રીએ મોહમ્મદ શમીને હિંમત આપી હતી.

ભરત અરુણે શું કહ્યું?

“2018માં ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા જ અફઘાનિસ્તાન સામે એક ટેસ્ટ મેચ હતી.શમી ફિટનેસ ટેસ્ટમાં ફેલ થયા હતા અને તેમને ટીમમાંથી બહાર કરી દેવાયા હતા. તે ખૂબ નિરાશ હતા અને તેમના ખાનગી જીવનમાં પણ મોટી મુશ્કેલી ચાલી રહી હતી. તેઓ મારા રૂમમાં આવ્યા અને કહ્યું, પાજી, હું ક્રિકેટ છોડી દઈશ."

ભરત અરુણે શમીને શું જવાબ આપ્યો?

‘ક્રિકેટ છોડ્યા પછી તમે શું કરશો? જે કંઈ તમે છો અને જે કંઈ મેળવ્યું છે, તે બધું ક્રિકેટના કારણે છે.’

ભરત અરુણે આગળ જણાવ્યું કે,

'તેઓ ગુસ્સામાં હતા. પછી હું તેમને રવિ પાસે લઈ ગયો.'

કોચ રવિ શાસ્ત્રીએ શું કહ્યું ?

‘જો તમને ગુસ્સો આવે છે અને તમારા હાથમાં બોલ છે, તો તમારો ગુસ્સો બોલ સામે બતાવો. તમે ક્રિકેટ છોડવા માંગો છો કારણ કે તમારું શરીર હાલ ફિટ નથી? તમને કોઈ પણ રીતે મદદ જોઈતી હોય તો કહેજો’

આગળ ભરત અરુણે કહ્યું કે,

“પછી અમે તેમને નેશનલ ક્રિકેટ અકેડેમી મોકલ્યા અને કહ્યું કે તેમને ફક્ત શરીર પર કામ કરવાનું છે, બોલિંગ બિલકુલ નથી કરવાની . ત્રણ અઠવાડિયા પછી, જ્યારે તેઓ NCA ગયા, ત્યારે તેમણે મને ફોન કર્યો અને કહ્યું, પાજી, હું તો અત્યારે ઘોડા જેવી દોડ કરું છું."

વધુ વાંચો: આખરે 17 વર્ષ બાદ સામે આવ્યો હરભજનના 'થપ્પડ કાંડ'નો અસલી Video! જોઇને ચોંકી જશો

ભરત અરુણે અને કોચ રવિ શાસ્ત્રીની સમજાવટથી મોહમ્મદ શમીને ફરી એકવાર ક્રિકેટ રમવાની હિંમત મળી અને તેઓ પોતાના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપી શક્યા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mohammad Shami Ravi shastri Team India

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ