બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / આખરે 17 વર્ષ બાદ સામે આવ્યો હરભજનના 'થપ્પડ કાંડ'નો અસલી Video! જોઇને ચોંકી જશો
Last Updated: 02:42 PM, 29 August 2025
IPL 2008 Slapgate: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્પિનર હરભજન સિંઘ અને શ્રીસંત વચ્ચે IPL 2008 માં એક થપ્પડની ઘટના બની હતી જેના પર ઘણી બબાલ થઈ હતી. આ ઘટના પછી ઘણા વર્ષો સુધી બંને વચ્ચે વાતચીત પણ બંધ હતી. જ્યારે હવે હરભજન અને શ્રીસંત વચ્ચે બધુ ઠીક થઈ હ્યુ છે ત્યારે ફરી આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. IPL 2008ના પહેલઆ એડિશનથી અત્યાર સુધી છુપાવીને રાખવામાં આવેલ થપ્પડનો આ unseen ફૂટેજ IPL ના સ્થાપક અને પૂર્વ અધ્યક્ષ લલિત મોદીએ શેર કર્યો છે.
ADVERTISEMENT
2008 માં મુંબઈ ઇન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચેની મેચ દરમિયાન મુંબઈના હરભજન સિંહે પંજાબના ફાસ્ટ બોલર એસ શ્રીસંતને થપ્પડ મારી હતી. જે 'સ્લેપગેટ' તરીકે જાણીતી થઈ. હવે IPLના સ્થાપક અને ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીએ હરભજન અને શ્રીસંત વચ્ચેની ઘટનાનું અદ્રશ્ય ફૂટેજ જાહેર કર્યું છે. લલિત મોદીએ તે ફૂટેજ Beyond 23ક્રિકેટ પોડકાસ્ટ પર ઓસ્ટ્રેલિયન વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન માઈકલ ક્લાર્ક સાથે શેર કર્યું હતું.
ADVERTISEMENT
લલિત મોદીએ ઘટનાના ફૂટેજ બતાવતા પહેલા કહ્યું,
ADVERTISEMENT
"રમત પૂરી થઈ ગઈ હતી, કેમેરા બંધ હતા. મારો એક સિક્યોરીટી કેમેરા ચાલુ હતો. તેમાં શ્રીસંત અને ભજ્જી (હરભજન) વચ્ચેની ઘટના કેદ થઈ હતી. તેમાં બતાવવામાં આવ્યું છે કે ભજ્જીએ તેને કેવી રીતે થપ્પડ મારી હતી. મેં આટલા લાંબા સમય સુધી તેને બહાર રાખ્યો ન હતો. અમારી પાસે આની પાછળ 18 વર્ષ છે. "
વધુ વાંચો: રોજર બિન્નીની BCCIના અધ્યક્ષ પદેથી છુટ્ટી! તો કોને સંભાળ્યો પદભાર? આવી મોટી અપડેટ
ADVERTISEMENT

તાજેતરમાં જ હરભજને શ્રીસંત સાથે થયેલી થપ્પડની ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેણે કહ્યું હતું કે આ તેની કારકિર્દીની એક એવી ક્ષણ છે જેને જો તેને તક મળે તો તે હંમેશા માટે કાઢી નાખવા માંગશે. રવિચંદ્રન અશ્વિન સાથેની વાતચીતમાં હરભજને કહ્યું, "મારા જીવનમાં એક વાત જે હું બદલવા માંગુ છું તે શ્રીસંત સાથેની ઘટના છે. હું તે ઘટનાને મારી કારકિર્દીમાંથી દૂર કરવા માંગુ છું. જે થયું તે ખોટું હતું અને મારે તે ન કરવું જોઈતું હતું. મેં 200 વાર માફી માંગી."
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.