ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2026 પહેલા ચેન્નઈ સુપર કિંગ્સમાંથી 5 ખેલાડીઓનું પત્તુ કપાશે, MS ધોની રમશે?

સ્પોર્ટ્સ / IPL 2026 પહેલા ચેન્નઈ સુપર કિંગ્સમાંથી 5 ખેલાડીઓનું પત્તુ કપાશે, MS ધોની રમશે?

Published By: Pravin Joshi

Last Updated: 06:07 PM, 10 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2026 માટે ઓક્શનની તારીખો, રિલીઝ અને રિટેન્શન અંગે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. CSK હવે ઘણા ખેલાડીઓને રિલીઝ કરી શકે છે.

ADVERTISEMENT

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માટેની ટીમોની તૈયારીઓ હવે તેજ થઈ ગઈ છે. આવતી સિઝનના ઓક્શન પહેલાં જ મોટી ખબર બહાર આવી છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ પાંચ ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય લઈ શકે છે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સ (RR) સંજુ સેમસનને ટીમમાં રાખી શકશે કે નહીં તે બાબતે હજુ સસ્પેન્સ છે.

IPL-Auction-2026-Possible-Date-vtv

રિપોર્ટ મુજબ IPL 2026નો મેગા ઓક્શન ડિસેમ્બરનાં બીજા કે ત્રીજા અઠવાડિયામાં, સંભવતઃ 13થી 15 ડિસેમ્બર વચ્ચે યોજાઈ શકે છે. ફ્રેન્ચાઈઝીઓને પોતાની રિટેન્શન લિસ્ટ 15 નવેમ્બર સુધી સોંપવી પડશે. એટલે કે, દરેક ટીમને તે પહેલાં નક્કી કરવું પડશે કે કયા ખેલાડીઓને રાખવાના અને કયા ખેલાડીઓને છોડવાના.

csk

ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાના સ્ક્વોડમાં મોટો ફેરફાર કરવાની તૈયારી શરૂ કરી છે. રિપોર્ટ અનુસાર દીપક હુડ્ડા, વિજય શંકર, રાહુલ ત્રિપાઠી, સેમ કરન અને ડેવોન કોનવેને ટીમ રિલીઝ કરી શકે છે. રવિચંદ્રન અશ્વિનના નિવૃત્ત થવાથી ટીમના પર્સમાં રૂ. 9.75 કરોડની વધારાની જગ્યા મળી છે, એટલે કે ફ્રેન્ચાઈઝી આગામી ઓક્શનમાં કેટલાક મોટા દાવ રમવા તૈયાર છે.

Sanju Samson

સંજુ સેમસન રાજસ્થાનમાં રહેશે કે નહીં ?

સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સનો ભાગ રહેશે કે નહીં તે મુદ્દે હજી પણ ગૂંચવણ છે. કેટલાક અહેવાલ મુજબ સેમસન ટીમ છોડવા ઈચ્છે છે, પરંતુ ફ્રેન્ચાઈઝી તેમને મનાવવાનો પ્રયાસ કરી રહી છે. તે સાથે વાનિંદુ હસ્સરંગા અને મહીષ તીક્ષણાને પણ છોડવાની ચર્ચા ચાલી રહી છે. જો કુમાર સંગાકારા ફરીથી ટીમના હેડ કોચ તરીકે વાપસી કરે છે તો આ નિર્ણયમાં ફેરફાર પણ થઈ શકે છે.

ipl-2025

ઓક્શનમાં આવશે આ સ્ટાર ખેલાડીઓ

IPL 2026ના ઓક્શનમાં અનેક મોટા નામો જોવા મળશે. જેમાં મિચેલ સ્ટાર્ક, ડેવિડ મિલર, મયંક યાદવ, ટી નટરજન, અને આકાશ દીપ જેવા ખેલાડીઓ પર ટીમો ભારે બોલી લગાવી શકે છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે પણ મોટો નિર્ણય રહેશે, કારણ કે ટીમે વેંકટેશ અય્યર માટે અગાઉ ₹23.75 કરોડ ખર્ચ્યા હતા. હવે તેને રાખવો કે નહીં એ ચર્ચાનો વિષય છે.

આ પણ વાંચોઃ VIDEO : જાસ્મીન બાદ હવે કોણ છે Hardik ની રુમર્ડ ગર્લફ્રેન્ડ, કરવા ચોથ પર જ સાથે દેખાયા

કેમરૂન ગ્રીનની વાપસી

ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીન ઇજાથી સંપૂર્ણપણે સાજા થઈ ચૂક્યા છે. જો તે ઓક્શનમાં ભાગ લે છે, તો તેઓ આ સિઝનના સૌથી મોટા બિડેડ ખેલાડી બની શકે છે. IPL 2026નું મેગા ઓક્શન ટીમો માટે નવા યુગની શરૂઆત બની શકે છે. ચેન્નાઈની ટીમ જૂના ખેલાડીઓ છોડીને નવી રણનીતિ અપનાવવા તત્પર છે, જ્યારે રાજસ્થાન માટે સંજુ સેમસનની સ્થિતિ નિર્ણાયક સાબિત થઈ શકે છે. આવતી ડિસેમ્બર સુધી IPL ફેન્સને અનેક ધમાકેદાર સમાચાર મળવાની પૂરી શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MSDhoni IPL2026 ChennaiSuperKings

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ