ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / એશિયા કપમાં ફરી થશે ભારત-પાકનો મુકાબલો, બની રહ્યું છે રોમાંચક સમીકરણ

સ્પોર્ટ્સ / એશિયા કપમાં ફરી થશે ભારત-પાકનો મુકાબલો, બની રહ્યું છે રોમાંચક સમીકરણ

Published By: Nidhi Panchal

Last Updated: 02:51 PM, 22 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટુર્નામેન્ટનો તણાવ વધતો જાય છે, દરેક મેચ સાથે ચાહકોની ધડકનો વધી રહી છે. હવે પ્રશ્ન એ છે કે, પાકિસ્તાન પોતાની આશાઓ બચાવી શકશે કે નહીં?

ADVERTISEMENT

એશિયા કપ 2025માં સુપર ફોર તબક્કામાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું. આ હારથી પાકિસ્તાનની ફાઇનલમાં પહોંચવાની આશાઓને મોટો ફટકો પડ્યો છે. પરંતુ હજી પણ પાકિસ્તાન પાસે તક બાકી છે. જો પાકિસ્તાન તેની બાકીની બે મેચ જીતી જશે, તો તે ચાર પોઈન્ટ સાથે ફાઇનલની દોડમાં મજબૂત બની જશે.

Asia-Cup-Team-India-Squad

સુપર ફોરમાં ચારેય ટીમો ત્રણ-ત્રણ મેચ રમશે. પાકિસ્તાનને હવે શ્રીલંકા (23 સપ્ટેમ્બર) અને બાંગ્લાદેશ (25 સપ્ટેમ્બર) સામે ટકરાવવું છે. જો શ્રીલંકા સામે પાકિસ્તાન હારી જાય, તો તેનું બહાર થવું લગભગ નિશ્ચિત થઈ જશે. એટલે, પાકિસ્તાન માટે બન્ને મેચ જીતવી ફરજિયાત છે.

ASIA-CUP

ભારતની સ્થિતિ થોડો વધુ મજબૂત છે. ભારત પાસે પહેલેથી જ બે પોઈન્ટ છે અને સારા નેટ રન રેટ (+0.689) સાથે ટોચ પર છે. ભારતની આગામી મેચો બાંગ્લાદેશ (24 સપ્ટેમ્બર) અને શ્રીલંકા (26 સપ્ટેમ્બર) સામે છે. જો ભારત એક પણ મેચ જીતે, તો તે ફાઇનલ માટે દાવેદાર રહેશે. જો ભારત બન્ને મેચ જીતી જાય, તો ફાઇનલમાં તેનો સ્થાન નિશ્ચિત બની જશે.

app promo3

બીજી તરફ, બાંગ્લાદેશે સુપર ફોરની પહેલી જ મેચમાં શ્રીલંકાને હરાવીને પહેલેથી જ બે પોઈન્ટ મેળવી લીધા છે. તેનો નેટ રન રેટ +0.121 છે. શ્રીલંકા અને પાકિસ્તાન હજી સુધી પોતાના ખાતામાં પોઈન્ટ મેળવી શક્યા નથી. શ્રીલંકાનો નેટ રન રેટ -0.121 છે, જ્યારે પાકિસ્તાનનો -0.689 છે.

એશિયા કપ બાકીની મેચોનું શેડ્યૂલ

  • 23 સપ્ટેમ્બર: પાકિસ્તાન vs શ્રીલંકા, અબુ ધાબી, 8 PM IST
  • 24 સપ્ટેમ્બર: ભારત vs બાંગ્લાદેશ, દુબઈ, 8 PM IST
  • 25 સપ્ટેમ્બર: પાકિસ્તાન vs બાંગ્લાદેશ, દુબઈ, 8 PM IST
  • 26 સપ્ટેમ્બર: ભારત vs શ્રીલંકા, દુબઈ, 8 PM IST

આ પણ વાંચો : IND vs PAK: કારમી હાર બાદ પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાનું નિવેદન, ફોડ્યું પરાજયનું ઠીકરું

ભારત અને પાકિસ્તાનની વચ્ચે ફાઇનલ શક્ય છે, પરંતુ શરત એટલી છે કે બન્ને ટીમો તેમની બાકી રહેલી તમામ મેચ જીતી જાય. જો એમ બને તો 2025ના એશિયા કપમાં ભારત-પાકિસ્તાન ત્રીજી વખત સામસામે આવશે. પરંતુ જો કોઈ ટીમ એક મેચ હારી જાય, તો નેટ રન રેટ મોટો નિર્ણાયક તત્વ સાબિત થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India vs Pakistan Asia Cup 2025 Super Four

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ