ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / એશિયા કપ 2025 : ફરી જામશે ભારત પાકિસ્તાન વચ્ચે ખરાખરીનો જંગ, ઈતિહાસમાં પહેલી વખત આવી ફાઈનલ

ક્રિકેટ / એશિયા કપ 2025 : ફરી જામશે ભારત પાકિસ્તાન વચ્ચે ખરાખરીનો જંગ, ઈતિહાસમાં પહેલી વખત આવી ફાઈનલ

Published By: Pravin Joshi

Last Updated: 03:50 AM, 26 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુબઈના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ગુરુવારે રમાયેલી સુપર-ફોરની જંગમાં પાકિસ્તાને બાંગ્લાદેશને 11 રનમાં હરાવીને એશિયા કપ 2025ની ફાઈનલમાં પહોંચી ગયું છે.

ADVERTISEMENT

દુબઈના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ગુરુવારે રમાયેલી સુપર-ફોરની જંગમાં પાકિસ્તાને બાંગ્લાદેશને 11 રનમાં હરાવીને એશિયા કપ 2025ની ફાઈનલમાં પહોંચી ગયું છે. હવે 28 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખિતાબી મુકાબલો જોવા મળશે. એશિયા કપના 41 વર્ષના ઈતિહાસમાં પહેલી વાર આ બન્ને દેશો ફાઈનલમાં આમને-સામને આવશે.

આ મેચમાં ટોસ હારીને પહેલી બેટિંગ કરનારી પાકિસ્તાનની ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 135 રન બનાવ્યા. વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ હારિસે 31 રન સાથે ટોપ સ્કોરર બન્યો. મોહમ્મદ નવાઝે 25 રન, જ્યારે શાહીન આફ્રિદી અને સલમાન અલી આગાએ 19-19 રનનો ફાળો આપ્યો. બાંગ્લાદેશ તરફથી તસ્કીન અહમદે 3 વિકેટ ઝડપી, જ્યારે રિશાદ હુસૈન અને મહેંદી હસને 2-2 વિકેટ મેળવ્યા. લક્ષ્યાંક હતો 136 રનનો પરંતુ બાંગ્લાદેશ 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 124 રન જ બનાવી શક્યો. ટીમ માટે શમીમ હુસૈને 30 રન કર્યા. ઉપરાંત સૈફ હસને 18, નુરુલ હસન અને રિશાદ હુસૈને 16-16 રન બનાવીને લડત આપવાનો પ્રયાસ કર્યો.

ind-vs-Pak

ભારત સામે ઐતિહાસિક મુકાબલો

આ જીત સાથે પાકિસ્તાન સીધું ફાઈનલમાં પહોંચ્યું છે જ્યાં તેનો મુકાબલો ભારત સામે થશે. ક્રિકેટ ચાહકો માટે આ ઐતિહાસિક જંગ સૌથી મોટી ટક્કર ગણાશે કારણ કે એશિયા કપના ઇતિહાસમાં પહેલી વાર ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં આમને-સામને આવશે. ક્રિકેટપ્રેમીઓ જેની દાયકાઓથી રાહ જોઈ રહ્યા હતા, તે ક્ષણ આખરે આવી પહોંચી છે. એશિયા કપ 2025ના ફાઈનલમાં હવે ભારત અને પાકિસ્તાન આમને–સામને આવશે. ગ્રુપ સ્ટેજ, સુપર–ફોર બાદ હવે બંને પડોશી ટીમો સીધી ખિતાબી જંગ માટે ટકરાશે.

Asia-Cup-Team-India-Squad

પહેલી વાર ઇતિહાસ રચાયો

1984માં એશિયા કપની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીના 16 એડિશનમાં ક્યારેય ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટક્કર થઈ નથી. પરંતુ આ વખતે એ રેકોર્ડ તૂટવા જઈ રહ્યો છે. 28 સપ્ટેમ્બર, દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પહેલી વાર ભારત–પાકિસ્તાન વચ્ચે ફાઈનલ રમાશે. ટીમ ઇન્ડિયા આ ટુર્નામેન્ટમાં અપરાજિત રહી છે. ગ્રુપ સ્ટેજમાં ભારતે યુએઈ, પાકિસ્તાન અને ઓમાનને હરાવી સુપર-4માં પ્રવેશ કર્યો હતો. સુપર-4માં પણ ભારતે પાકિસ્તાન અને બાંગ્લાદેશને હરાવીને ફાઈનલ ટિકિટ મેળવી લીધી. અત્યાર સુધી ભારતે 8 વખત એશિયા કપ જીત્યો છે (1984, 1988, 1990-91, 1995, 2010, 2016, 2018, 2023). હવે ટીમ 9મા ખિતાબ માટે મેદાનમાં ઉતરશે.

વધુ વાંચો : એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશની આશાઓ પર પાણી ફર્યું

પાકિસ્તાનનું અભિયાન

પાકિસ્તાનને ગ્રુપ સ્ટેજમાં ભારત સામે હાર મળી હતી, પરંતુ યુએઈ અને ઓમાનને હરાવીને તેણે સુપર-4માં સ્થાન મેળવ્યું. ત્યારબાદ પાકિસ્તાને શ્રીલંકા અને બાંગ્લાદેશ પર જીત મેળવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો. પાકિસ્તાન અત્યાર સુધી માત્ર 2 વખત (2000 અને 2012) એશિયા કપ વિજેતા બન્યું છે. આ ફાઈનલ માત્ર ખિતાબ માટેનો જ નહીં, પરંતુ એશિયા કપના ઈતિહાસમાં એક નવો અધ્યાય લખવાનો મુકાબલો બનશે. ભારતની નજર રેકોર્ડ 9મા ટાઈટલ પર રહેશે, જ્યારે પાકિસ્તાન ત્રીજી વાર કપ જીતવાનો પ્રયત્ન કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IndiaPakistanMatch AsiaCupFinal Asia Cup 2025 Final

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ