બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / space station build 2035 send an indian to the moon 2040 union minister jitendra singh

અંતરિક્ષ / સ્પેસ સેક્ટરમાં કિંગ બનશે ભારત! 2035 સુધીમાં રખાયો સૌથી મહત્વનો ટાર્ગેટ, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહનું મોટું નિવેદન

Manisha Jogi

Last Updated: 07:31 PM, 19 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વદેશી માનવયુક્ત મિશન ગગનયાન લોન્ચ થયા પછી વર્ષ 2035 સુધીમાં પોતાનું અંતરિક્ષ સ્ટેશન હશે. ભારત 2040માં ચંદ્ર પર પગ મુકવાની તૈયારી કરી રહ્યું છે.

  • કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહનું મહત્ત્વપૂર્ણ નિવેદન
  • ‘2035 સુધીમાં પોતાનું અંતરિક્ષ સ્ટેશન હશે’
  • ‘ભારત 2040માં ચંદ્ર પર પગ મુકવાની તૈયારી કરી રહ્યું છે’

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે, વર્ષ 2025માં સંપૂર્ણપણે સ્વદેશી માનવયુક્ત મિશન ગગનયાન લોન્ચ થયા પછી વર્ષ 2035 સુધીમાં પોતાનું અંતરિક્ષ સ્ટેશન હશે. ભારત 2040માં ચંદ્ર પર પગ મુકવાની તૈયારી કરી રહ્યું છે. 

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે એરોનોટિકલ સોસાયટી ઓફ ઈન્ડિયાને 75 વર્ષ પૂર્ણ થવાના મોકા પર આયોજિત થયેલ સમારોહમાં આ નિવેદન આપ્યું છે. જિતેન્દ્ર સિંહે જણાવ્યું છે કે, AESI હંમેશા ભારતમાં નવાચાર કેન્દ્ર અને સહયોગનો મંચ તથા એરોસ્પેસ ક્ષેત્ર માટે પ્રેરણાસ્ત્રોત રહી છે. ભારતે 9-10 વર્ષોમાં વિજ્ઞાન તથા ટેકનોલોજી, વિમાન ક્ષેત્ર અને એરોસ્પેસમાં પ્રગતિ કરી છે. વર્ષ 2020માં અંતરિક્ષ ક્ષેત્રની સંભાવનાઓ પછી 2014માં 4-5ની સરખામણીએ હાલમાં 150 પ્રોદ્યોગિકી સ્ટાર્ટઅપ કાર્ય કરી રહ્યા છે. 

ભારત અંતરિક્ષ ક્ષેત્રે વધુ પ્રગતિ કરવા માટે તૈયાર છે અને સરકાર વૈજ્ઞાનિકોને સમર્થન આપી રહી છે. સરકાર આગળ વધવા માટે જરૂરી સંસાધન અને યોગ્ય સ્ટ્રક્ચર પૂરું પાડી રહી છે. ‘મેક ઈન ઈન્ડિયા’ પહેલથી એરોસ્પેસ ક્ષેત્રે સ્વદેશી ઉત્પાદન અને નવાચારને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. 

9 વર્ષમાં એરપોર્ટની સંખ્યામાં વધારો
કેન્દ્રીય મંત્રીએ હવાઈ યાત્રાનું ઉદાહરણ આપીને જણાવ્યું છે કે, ઉડાન જેવી દૂરંદેશી યોજનાઓની મદદથી બારતમાં એરપોર્ટની સંખ્યામાં વધારો થયો છે, સીમિત હવાઈ યાત્રા ભાડું તથા સામાન્ય માણસ પણ હવાઈ યાત્રા કરી શકે છે. છેલ્લા 9 વર્ષમાં એરપોર્ટની સંખ્યા બમણી થઈ ગઈ છે. વર્ષ 2014માં 75 એરપોર્ટ હતા, હવે એરપોર્ટની સંખ્યા 150 કરતા પણ વધુ થઈ ગઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ