બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / south cinema crore rs were spent on these 5 films in promotion in 2023 still all super flop

મનોરંજન / 2023ની એવી 5 ફિલ્મ્સ, જેના પ્રમોશનમાં ખર્ચ કરાયા કરોડો રૂપિયા, છતાંય રહી સુપર ફ્લોપ

Manisha Jogi

Last Updated: 04:19 PM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અગાઉના વર્ષોની સરખામણીએ વર્ષ 2023માં ઘણી ફિલ્મો રિલીઝ કરવામાં આવી છે. અહીંયા 5 એવી તમિલ ફિલ્મો વિશે જણાવી રહ્યા છીએ, જેણે ફેન્સને નિરાશ કરી દીધા અને મેકર્સને કરોડોનું નુકસાન થયું છે.

  • વર્ષ 2023માં ઘણી ફિલ્મો રિલીઝ કરવામાં આવી
  • આ ફિલ્મનું શાનદાર પ્રમોશન કરવામાં આવ્યું 
  • ફિલ્મમાં કરોડોનો ખર્ચ તેમ છતાં સુપરફ્લોપ થઈ આ ફિલ્મો

અગાઉના વર્ષોની સરખામણીએ વર્ષ 2023માં ઘણી ફિલ્મો રિલીઝ કરવામાં આવી છે. ઘણી ફિલ્મો એવી છે, જેણે બોક્સઓફિસ પર ધૂમ મચાવી દીધી, તો ઘણી ફિલ્મો એવી છે, જેણે સારું પ્રમોશન કરવામાં આવ્યું તેમ છતાં દર્શકોને પસંદ આવી ન હતી. અહીંયા 5 એવી તમિલ ફિલ્મો વિશે જણાવી રહ્યા છીએ, જેણે ફેન્સને નિરાશ કરી દીધા અને મેકર્સને કરોડોનું નુકસાન થયું છે. 

માઈકલ (Michael)- રંજીથ જયકોડીએ નિર્દેશિત કરેલ ફિલ્મ 'માઇકલ'માં સંદીપ કિશન, વિજય સેતુપતિ, દિવ્યાંશા કૌશિક, ગૌતમ મેનન, વરુણ સંદેશ, અયપ્પા શર્મા, અનસૂયા અને વરલક્ષ્મી સરથકુમારે મુખ્ય ભૂમિકા ભજવી છે. આ ફિલ્મના શાનદાર પ્રમોશનથી દર્શકો ફિલ્મ જોવા માટે ખૂબ જ આતુર હતા, પરંતુ ફિલ્મ રિલીઝ થયા પછી કંઈ ખાસ સફળતા મેળવી શકી નથી. આ ફિલ્મ બોક્સઓફિસ પર ફ્લોપ થઈ હતી અને માત્ર 11 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. 

પિચૈકરન 2 (Pichaikkaran 2): 'પિચૈકરન' વિજય એન્ટનીની સૌથી મોટી હિટ ફિલ્મોમાંની એક હતી. વિજય એન્ટનીએ આ ફિલ્મથી દિગ્દર્શક તરીકેની સફર શરૂ કરી હતી. 'પિચૈકરન 2' એપ્રિલમાં રિલીઝ થઈ હતી પરંતુ ઈમોશનલ ડ્રામા દર્શકોને પસંદ આવ્યો ન હતો. 15 કરોડમાં બનેલી આ ફિલ્મે માત્ર 36 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

ઈરાઈવન (Iraivan): જયમ રવિની ફિલ્મ ' ઈરાઈવન' બનાવવામાં વધુ સમય લાગ્યો હતો અને આ સાયકો-થ્રિલર ગયા સપ્ટેમ્બરમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને CBFC તરફથી 'A' સર્ટિફિકેટ મળ્યું જેના કારણે બહુ ઓછા લોકો તેને જોવા આવ્યા. 'પોનીયિન સેલવાન' જેવી હિટ ફિલ્મો કરવા છતાં, જયમ રવિ આ ફિલ્મમાં સફળતા મેળવી શક્યા નહોતા. આ ફિલ્મ 28 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી પરંતુ, આ ફિલ્મે માત્ર 5 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. 

જાપાન (Japan): ફિલ્મ 'જાપાન' એક્ટર કાર્થીની 25મી ફિલ્મ હતી અને આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું પ્રમોશન શાનદાર રીતે કરવામાં આવ્યું હતું, પરંતુ આ ફિલ્મ દર્શકોને પસંદ આવી ન હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી ઓપનિંગ હોવા છતાં, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર  સફળ થઈ શકી નહોતી. રૂ.30 કરોડના ખર્ચે બનેલ ફિલ્મ 'જાપાન' માત્ર 28 કરોડ રૂપિયાનું કલેક્શન કરી હતી. 

ચંદ્રમુખી 2- વર્ષ 2005માં આવેલ રજનીકાંતની ફિલ્મ 'ચંદ્રમુખી' તમિલની સૌથી હિટ ફિલ્મ હતી. દિગ્દર્શક પી.વાસુએ 'ચંદ્રમુખી'ની સિક્વલ બનાવી જેમાં, રાઘવ લોરેન્સ, કંગના રનૌત, લક્ષ્મી મેનન, મહિમા નામ્બિયાર અને રાધિકા મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળી હતી. 'ચંદ્રમુખી 2' સપ્ટેમ્બર 2023માં બોક્સઓફિસ પર રિલીઝ થઈ હતી. ફિલ્મ 'ચંદ્રમુખી 2'  રૂ.60-70 કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી, પરંતુ આ ફિલ્મ માત્ર રૂ.40 કરોડની કમાણી કરી શકી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ