બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / વિશ્વ / south asia afghanistan taliban crisis horrible situation at kabul airport people pay rs 3000 for water bottle 7500 for plate of rice

દુઃખદ / કાબૂલ એરપોર્ટ પર પાણીની બોટલ 3000 રુ. તો ભાતની પ્લેટ 7500માં વેચાય છે, જાણો ભૂખથી લોકોના કેવા છે હાલ

Dharmishtha

Last Updated: 09:48 AM, 26 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એરપોર્ટ પર ફુડ અને પાણીના ભાવ આસમાને પહોંચ્યા છે. ભાવ જાણીને ચોંકી જશો.

  • ઘરેથી કાબૂલ એરપોર્ટ પહોંચવા માટે 5થી 6 દિવસ લાગે છે
  • ભાતની એક પ્લેટ માટે 100 ડોલર એટલે કે 7500 હજાર રુપિયા
  • પાણીની બોર્ટલ 40 ડોલરની એટલે કે 3 હજારમાં વેચાય છે

અફઘાનિસ્તાનમાં વધારેમાં વધારે લોકો દેશ છોડવા માંગે છે. અફઘાનિસ્તાનથી બહાર નીકળવાનો એક માત્ર રસ્તો કાબૂલ એરપોર્ટ છે. અહીંની સુરક્ષા અમેરિકાની પાસે છે. કાબૂલ એરપોર્ટ પર લગભગ અઢી લાખની ભીડ છે. જે અફઘાનિસ્તાન છોડીને જવા માંગે છે. સ્થિતિ એવી છે કે એરપોર્ટ પર ભૂખ- તરસથી લોકો દમ તોડી રહ્યા.

ભાતની એક પ્લેટ માટે 100 ડોલર એટલે કે 7500 હજાર રુપિયા

આ દરમિયાન મોટા સમાચાર આવી રહ્યા છે કે એરપોર્ટ પર ફુડ અને પાણીના ભાવ આસમાને પહોંચ્યા છે. અહીં પાણીની બોર્ટલ 40 ડોલરની એટલે કે 3 હજારની મળી રહી છે. જ્યારે ભાતની એક પ્લેટ માટે 100 ડોલર એટલે કે 7500 હજાર રુપિયા ખર્ચવા પડે છે. એરપોર્ટ પર ફુડ કે પાણી કંઈ પણ ખરીદવું હોય તો અહીં અફઘાનિસ્તાનની કરન્સી સ્વીકારવામાં નથી આવતી. ફક્ત ડોલરમાં જ પેમેન્ટ સ્વીકારવામાં આવે છે. તેવામાં અફઘાનિસ્તાનની સમસ્યા તમે સમજી જ શકો છો.

ઘરેથી એરપોર્ટ પહોંચવા માટે 5થી 6 દિવસ લાગે છે

અફઘાનિસ્તાનમાં ઘરેથી કાબૂલ એરપોર્ટ પહોંચવા માટે 5થી 6 દિવસ લાગે છે. કેમ કે શહેરથી એરપોર્ટ સુધી તાલિબાનની તૈનાતી છે. તાલિબાનની ગોળીબારીના ભયની વચ્ચે હજારો ભીડને પાર કરી એરપોર્ટની અંદર જવું મુશ્કેલ છે. અને જો  એરપોર્ટ પહોંચી પણ ગયા તો પ્લેન મળવામાં 5થી 6 દિવસ લાગી શકે છે. ફક્ત બિસ્કિટ નમકીનથી કામ ચલાવવું પડે છે. ખાવા પીવાની કિંમત વધારે હોવાથી સમસ્યા હજું વધારે વધી ગઈ છે. સ્થિતિ એવી છે કે અનેક બાળકો માતાપિતા વગર દેશ છોડી રહ્યા છે.

અફરાતફીમાં અત્યાર સુધી 20 લોકોના મોત

ખાવા પીવાની કિંમત વધારે હોવાથી લોકો ભૂખ્યા પેટે તડકામાં ઉભા રહેવા મજબૂર છે. તેમની હિંમત જવાબ આપી દે છે. શરીર નબળુ પડી રહ્યું છે અને તેઓ બેભાન થઈ પડી રહ્યા છે. તેવામા તાલિબાન લોકોની મદદ કરવાની જગ્યાએ તેમને ડરાવી રહ્યા છે મારપીટ કરી રહ્યા છે. કાબૂલ એરપોર્ટની બહાર અફરાતફીમાં 20 લોકોના મોત થયા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ