Sonu sood statement on loudspeaker controversy maharashtra
મહારાષ્ટ્ર /
લાઉડસ્પીકર પર અઝાન અને હનુમાન ચાલીસા વિવાદને લઇને સોનૂ સૂદે નેતાઓને આપી આ સલાહ
Team VTV08:49 PM, 07 May 22
| Updated: 08:49 PM, 07 May 22
મસ્જિદો પરના લાઉડસ્પીકરને લઇને મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ વચ્ચે હવે એક્ટર સોનૂ સૂદે પણ ઝંપલાવ્યું છે.
મહારાષ્ટ્રમાં લાઉડ સ્પીકર વિવાદ
લાઉડસ્પીકર અને હનુમાન ચાલીસા વિવાદ પર દુઃખઃ સોનૂ સૂદ
સોનૂ સૂદની નેતાઓને અપીલ
દેશમાં હાલ લાઉડસ્પીકર અને હનુમાન ચાલીસા વિવાદ છવાયેલો છે. આ બન્ને મુદ્દાઓ પર મોટાપાયે રાજનીતિ થઇ રહી છે. બધા આ કંટ્રોવર્સી પર પોતાનો પક્ષ રાખી રહ્યા છે. હવે બૉલીવુડ એક્ટર સોનૂ સૂદે પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.
શું બોલ્યા સોનૂ સૂદ ?
બૉલીવુડ એક્ટર સોનૂ સૂદે તમામ ભેગા રહેવાની અપીલ કરી છે. તેમણે પોતાની વાત રાખતા કોરોનાકાળનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, લાઉડસ્પીકર અને હનુમાન ચાલીસા વિવાદ પર દુઃખ છે અને જે પ્રકારે લોકો હવે એકબીજા વિરૂદ્ધ ઉભા થઇને ઝેર ઓકિં રહ્યા છે, તેને જોઈને દિલ તૂટે છે. ગત અઢી વર્ષોમાં આપણે સૌએ મળીને કોરોના વાયરસ સામે જંગ લડ્યા.
રાજકીય પક્ષોએ પણ ખભાથી ખભો મેળવીને આ મહામારીનો સામનો કર્યો. કોરોનાની પહેલી અને બીજી લહેરમાં, જ્યારે તમામ કોરોના દર્દીઓને ઑક્સિજનની જરૂરિયાત હતી, કોઈએ પણ ધર્મની ચિંતા ન કરી. કોરોનાના ખતરાએ આપણા દેશને એક કરી દીધો હતો. ધર્મથી ઉપર ઉઠીને આપણા સંબંધો અતૂટ બંધનમાં બંધાયા હતા.
સોનૂ સૂદની નેતાઓને અપીલ
સોનૂ સૂદે તમામ રાજકીય પાર્ટીઓને અપીલ કરતા કહ્યું કે, આ તે સમય છે જ્યારે આપણે શ્રેષ્ઠ ભારત માટે સાથે આવવું પડશે. આપણે ધર્મ અને જાતિની દિવાલ તોડવી પડશે. જેથી આપણે માનવીય આધારે યોગદાન આપી શકીએ. જો આપણે ધર્મથી ઉપર એકસાથે ઉભા થઇશું તો લાઉડસ્પીકર વિવાદ આપોઆપ ખતમ થઇ જશે. માનવતા, ભાઈચારો સમાજમાં ગુંજશે. સોનૂ સૂદે આ નિવેદન પુણેમાં JITO Connect 2022 સમિટમાં આપ્યું.