બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / somanth glass tunnel in sea

ખુશખબર / ટ્રસ્ટના ચેરમેન બનતાની સાથે જ PM મોદીની સોમનાથ મંદિરને મોટી ભેટ : 300 કરોડના ખર્ચે બનશે વિશ્વકક્ષાનો પ્રોજેક્ટ

Gayatri

Last Updated: 03:57 PM, 29 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વધુ એક વિશ્વ કક્ષાનો પ્રોજેક્ટ સ્થપાશે. વિશ્વ પ્રસિદ્વ સોમનાથના સમુદ્રમાં ટનલ બનાવાશે.

  • દરિયાની અંદર પાણીની જીવસૃષ્ટિ નિહાળી શકશે
  • PM મોદી ટ્રસ્ટના ચેરમેન બન્યા રૂ.300 કરોડનો પ્રોજેક્ટને મંજૂરી આપી  
  • મંદિર સંકુલનાં ભુર્ગભમાં વિવિધ સ્થળોએ બાંધકામો હોવાનો રિપોર્ટ

સોમનાથ નજીક સમુદ્રમાં કાચની ટનલ બનાવાશે. જેનાથી દરિયાઈ જીવ સૃષ્ટીનો સાક્ષાત્કાર દરિયામાં જઈને કરી શકાશે અને દરિયાઈ જીવોને નજીકથી નીહાળી શકાશે. આ માટે રૂા. 300 કરોડ ફાળવવામાં આવ્યા છે. 

PM મોદી ટ્રસ્ટના ચેરમેન બન્યા રૂ.300 કરોડનો પ્રોજેક્ટને મંજૂરી આપી છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં જ સોમનાથ ટ્રસ્ટનાં ચેરમેન બન્યા એ વખતે યોજાયેલી બેઠકમાં મંદિર સંકુલનાં ભુર્ગભમાં વિવિધ સ્થળોએ બાંધકામો હોવાનો આઇઆઇટી ગાંધીનગરનાં રિપોર્ટની ચર્ચા પણ થઇ હતી. સાથે અનેક વિકાસકામો હાથ ધરવાનાં નિર્ણય પણ થયા હતા. તેમાં આ કાચની ટનલ અંગે પણ ચર્ચા થઈ હતી. 

દરિયાની અંદર પાણીની જીવસૃષ્ટિ નિહાળી શકશે

પર્યટકો આ ટનલમાં જઇ એક્વેરિયમની જેમ સોમનાથના દરિયાની અંદર પાણીની જીવસૃષ્ટિ નિહાળી શકશે. તો બીજા તબક્કામાં પાર્કિંગ ડોરમેટરી વચ્ચે થીમ આધારિત કેવ મ્યુઝિયમ બનશે. જેમાં પશુ-પક્ષી, વિવિધ સંપ્રદાય ધર્મ અને બાર જ્યોતિર્લિંગના ઓડીયો વીઝ્યુલનો પ્રોજેક્ટ હાથ ધરાશે. ત્રિવેણી દેહોત્સર્ગથી સામાકાંઠે કેબલ બ્રિજ, વોટર સ્પોર્ટસ, રેસ્ટોરન્ટ સહિતની સુવિધાઓ સાથે ઘાટને સુશોભીત કરાશે. સોમનાથ ટ્રસ્ટ આગામી દિવસોમાં પાર્વતી મંદિર નિર્માણ કરી રહ્યું છે. સાથે યાત્રિ પ્લાઝા ઉપરાંત શહિદ હમીરજી ગોહિલ સર્કલથી સીધી લીટીમાં સોમનાથ મંદિર જોઇ શકાય એવી વ્યવસ્થા ઉભી કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

PM modi Sea Somanth glass tonal ગ્લાસ ટનલ સોમનાથ Somnath temple
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ