બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / VIDEO : "યે તુને ક્યા કિયા', સ્મૃતિ મંધાનાએ પોતાના લગ્નમાં પતિ પલાશ સાથે જુઓ શું કર્યું, વીડિયો જોરદાર વાયરલ
Last Updated: 11:03 AM, 23 November 2025
ક્રિકેટરોને રોમેન્ટિક બનતા જોવાનું ભાગ્યે જ બને છે. પરંતુ જ્યારે લગ્નની વાત આવે છે, ત્યારે ક્રિકેટરો પણ ડાન્સ કરવાનું ટાળી શકતા નથી. વર્લ્ડ કપ વિજેતા અને ક્રિકેટર સ્મૃતિ મંધાના સાથે પણ આવું જ બન્યું હતું, જેણે તેની સંગીત સેરેમનીમાં દિલથી ડાન્સ કર્યો હતો. સ્મૃતિએ તેના ભાવી પતિ પલાશ મુચ્છલ સાથે રોમેન્ટિક ડાન્સ કર્યો હતો જેના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ચાહકો તેમના ડાન્સ મૂવ્સથી પ્રભાવિત થયા હતા.
ADVERTISEMENT
Smriti Mandhana and Palash muchhal dancing together ❤️ pic.twitter.com/cIFvv3WkCl
— JosD92 (@JosD92official) November 22, 2025
"યે તુને ક્યા કિયા', સ્મૃતિ મંધાના પલાશ સામે જોઈને કહ્યું
ADVERTISEMENT
બીજા વીડિયોમાં, સ્મૃતિ મંધાના ખુરશી પરથી ઉભી રહીને પલાશ તરફ જોઈ રહી છે અને "યે તુને ક્યા કિયા" ગીત પર લિપ-સિંક કરતી જોવા મળે છે. વીડિયોમાં ચાહકોને તેનો રોમેન્ટિક અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તે કહે છે, "હું આખી દુનિયા જીતીને અહીં આવી છું." ચાહકો આ વીડિયો પર હાર્ટ ઇમોજીસ સાથે પ્રતિક્રિયા આપી રહ્યા છે.
oh my god smriti's girl gang performed for her 🥹💕 pic.twitter.com/1MzVGpycCD
— IWCT WORLD CHAMPIONS🎊 (@mandyyc0re) November 22, 2025
ADVERTISEMENT
23 નવેમ્બરે સ્મૃતિ અને પલાશના લગ્ન
ADVERTISEMENT
સ્મૃતિ મંધાના "દેશી ગર્લ" ગીત પર નાચતી જોઈ શકાય છે. ચાહકોને આ વીડિયો ખૂબ જ ગમ્યા હોય તેવું લાગે છે. જે લોકો જાણતા નથી તેમના માટે, સ્મૃતિ મંધાના અને પલાશ મુછલ 23 નવેમ્બરના રોજ લગ્ન કરવાના છે. ગઈકાલે મહેંદી સમારોહ અને તે સાંજે સંગીત સમારોહ યોજાયો હતો, જેના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.