બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / Smartwatch wristband has harmful bacteria and can infect humans says study

તમારા કામનું / શું તમે પણ કાંડા પર પહેરો છો બેલ્ટ અને ઘડિયાળ? તો ચેતી જજો, રિસર્ચમાં થયો હચમચાવી મૂકે તેવો ખુલાસો

Vaidehi

Last Updated: 07:49 PM, 17 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક સ્ટડીમાં સામે આવ્યું કે કાંડા પર પહેરવામાં આવતી ચીજો જેવી કે સ્માર્ટવોચ, ફિટનેસ ટ્રેકર અને રિસ્ટબેંડમાં બીમારી ફેલાવતાં બેક્ટેરિયા હોય છે.

  • રિસ્ટબેંડ/સ્માર્ટવોચ શરીર માટે ખતરનાક
  • રિસર્ચનાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યાં
  • સ્ટડીમાં કહેવાયું તે આ ઉપકરણોમાં હાનિકારક બેક્ટેરિયા હોય છે

આજકાલ ઘણાં લોકો પોતાના કાંડા પર સ્માર્ટવોચ, ફિટનેસ ટ્રેકર અને રિસ્ટબેંડ પહેરવાનો શોખ ધરાવે છે. પરંતુ આ તમામ ચીજોને લઈને એક ચોંકાવનારો ખુલાસો થયો છે. સ્ટડી અનુસાર કાંડા પર પહેરવામાં આવતી ચીજો જેવી કે સ્માર્ટવોચ, ફિટનેસ ટ્રેકર અને રિસ્ટબેંડમાં બીમારી ફેલાવતાં હાનિકારક બેક્ટેરિયા હોય છે.

હાનિકારક બેક્ટેરિયા
આ સ્ટડી ફ્લોરિડા એટલાંટિક યૂનિવર્સિટીનાં ચાર્લ્સ ઈ.નાં ગ્રુપ દ્વારા કરવામાં આવી છે. આ રિસર્ચમાં અલગ-અલગ લોકોમાંથી એકઠાં કરવામાં આવેલા સેંપલ્સની તપાસ કર્યા બાદ ચોંકાવનારા પરિણામો મળ્યાં હતાં. આ રિસર્ચમાં લોકોને કાંડા પર પહેરવા માટે અલગ-અલગ વસ્તુઓ આપવામાં આવી જેના પર તપાસ કર્યા બાદ જાણવા મળ્યું કે તેના પર ઈ.કોલી અને સ્ટેફિલોકોકસ જેવા ખતરનાક બેક્ટેરિયા હોય છે. એટલું જ નહીં સ્કિન અને રેસ્પિરેટરી ઈન્ફેક્શન સાથે સંકળાયેલા બેક્ટેરિયા પણ હાજર હોય છે.

અનેક બીમારીઓનો ખતરો
ઈ.કોલાઈ એક એવો બેક્ટેરિયા હોય છે જે સામાન્યરીતે માણસોની સાથે સાથે પ્રાણીઓનાં આંતરડામાં મળી આવે છે. આ બેક્ટેરિયા ફૂડ પોઈઝનિંગ અને યૂરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનનું કારણ બની શકે છે. જ્યારે સ્ટેફિલોકોકસ એક એવો બેક્ટેરિયા છે જેને સમયસર કંટ્રોલ ન કરવામાં આવે તો સ્કિનમાં ઈન્ફેક્શન અને નિમોનિયા જેવી હેલ્થ પ્રોબલેમ્સ થઈ શકે છે.

રિસ્ટબેંડ પર કઈ રીતે જન્મે છે બેક્ટેરિયા?

  • રિસ્ટબેંડ સ્કિન સાથે કનેક્ટેક્ટેડ હોય છે જેના લીધે બેક્ટેરિયા સ્કિનમાં પ્રવેશી શકે છે.
  • શરીરમાંથી નિકળતા પરસેવા કપડાંની સાથે-સાથે રિસ્ટબેંડ પર જમા થઈ જાય છે. પરસેવામાં બેક્ટેરિયા હોય છે જે રિસ્ટબેંડ પર ચોંટી જાય છે.  પરસેવામાં રહેલા તત્વો બેક્ટેરિયા માટે પોષકતત્વોનું કામ કરે છે.
  • સ્માર્ટફોન, લેપટોપ, રિસ્ટબેંડ, સ્માર્ટવોચ જેવા ઉપકરણો લોકો સાફ નથી કરતાં હોતા. તેના પર ધૂળની સાથે-સાથે હાથોની ગંદકી પણ હોય છે જેમાં બેક્ટેરિયા ચોંટેલા હોય છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ