ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Health / Smart gel for colon cancer treatment

સંશોધન / હવે આવી રહી છે અનોખી સ્માર્ટ નેનો જેલ, આંતરડાના કેન્સરના દર્દીઓ માટે થશે ફાયદાકારક

Published By: vtvAdmin

Last Updated: 05:41 PM, 29 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિમાચલ પ્રદેશના સોલન સ્થિત શૂલિની યુનિવર્સિટીના પ્રોફેસર અને તેમની ટીમે ઉંદર પર તેનું સફળ પરીક્ષણ કરી લીધું છે. ટૂંક સમયમાં જ માનવ શરીર પર પણ તેનું પરીક્ષણ કરવામાં આવશે. આ માધ્યમથી કેન્સરની દવાને યોગ્ય જગ્યાએ પહોંચાડી શકાશે. આ જેલ આંતરડાના કેન્સર માટે ખાસ લાભદાયક સાબિત થશે.

ADVERTISEMENT

colon cancer

આંતરડાના કેન્સર (colon cancer) પર સીધો વાર કરવા માટે હવે સ્માર્ટ નેનો જેલ (Smart gel) તૈયાર કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશના સોલન સ્થિત શૂલિની યુનિવર્સિટીના પ્રોફેસર અને તેમની ટીમે ઉંદર પર તેનું સફળ પરીક્ષણ કરી લીધું છે. ટૂંક સમયમાં જ માનવ શરીર પર પણ તેનું પરીક્ષણ કરવામાં આવશે. આ માધ્યમથી કેન્સરની દવાને યોગ્ય જગ્યાએ પહોંચાડી શકાશે. આ જેલ આંતરડાના કેન્સર માટે ખાસ લાભદાયક સાબિત થશે.

કેન્રસ નિરોધક સ્માર્ટ નેનો જેલ ટ્રાન્સપોર્ટરનું કામ કરશે. દુનિયામાં આજ સુધીમાં અનેક કેન્સર નિરોધક દવાઓની શોધ થઈ ચૂકી છે, જે કેન્સર પર નિયંત્રણ માટે અક્સીર સાબિત થાય છે, પરંતુ તે પહેલેથી જ કામ શરૂ કરી દે છે, જેનાથી સામાન્ય કોશિકાઓ ઉપર પણ તેની વિપરિત અસર પડે છે. આ સમસ્યાનું સમાધાન આ સ્માર્ટ નેનો જેલ છે, જે દવાને સીધી કેન્સર કોશિકાઓ સુધી પહોંચાડે છે અને તેને નષ્ટ કરી દેશે. તેનાથી શરીર પર કોઈ વિપરીત અસર પણ નહીં થાય.

Shoolini University

એ કેપ્સ્યુલ કે ટેબલેટના રૂપમાં હશે અને જ્યાં કેન્સર સેલ હશે ત્યાં જ કામ કરવાનું શરૂ કરશે. સ્કૂલ ઑફ ફાર્માસ્યૂટિકલ સાયન્સીસના એસોસિએટ પ્રોફેસર ડૉ.પૂનમ નેગીએ જણાવ્યું કે, તેમની ટીમ વર્ષ 2016થી આ પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી. 2018માં તેમણે આ શોધની પેટન્ટ કરાવી હતી. તેમાં ડૉ. ચેતના વર્મા અને ડૉ. દીપક પઠાનિયાએ પણ યોગદાન આપ્યું હતું.

ચેતના અને પૂનમે પીએચડી એકસાથે કર્યું હતું. ચેતના હવે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલોજી (આઈઆઈટી) દિલ્હીમાં પોસ્ટ ડૉક્ટરલ ફેલો છે. ડૉ. દીપક પઠાનિયા જમ્મુના કેન્દ્રિય વિશ્વ વિદ્યાલયમાં રસાયણ વિજ્ઞાન વિભાગના પ્રમુખ છે. ડૉ. નેગીએ જણાવ્યું કે, ઉંદર અને અન્ય જાનવરો પર સફળ પરીક્ષણ બાદ હવે માનવ શરીર પર પણ નેનો સ્માર્ટ જેલનું પરીક્ષણ કરવામાં આવશે.

Chemotherapy

અત્યાર સુધી કેન્સર માટે કીમોથેરાપી (Chemotherapy) ને અક્સીર ઈલાજ માનવામાં આવતો હતો, પરંતુ તેની ઘણી સાઈડ ઈફેક્ટ્સ પણ આવતી હતી. કેન્સર સૌથી જટિલ બીમારીઓમાં સામેલ છે અને દુનિયાભરમાં માનવજીવનને નુકસાનના મુખ્ય કારણોમાં પણ તે એક છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના તાજેતરના રિપોર્ટ અનુસાર, 2030 સુધીમાં વૈશ્વિક કેન્સર મૃત્યુદર 45થી વધીને 70 ટકા થવાની આશંકા છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Health Shoolini University Treatment colon cancer lifestyle આંતરડાનું કેન્સર શૂલિની યુનિવર્સિટી Research

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ