બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / શહેરની સુરક્ષા હવે 'AI નજર' હેઠળ, AMTS બસો પર લાગશે સ્માર્ટ ડેશકેમ

અમદાવાદ / શહેરની સુરક્ષા હવે 'AI નજર' હેઠળ, AMTS બસો પર લાગશે સ્માર્ટ ડેશકેમ

Published By: Vishal Khamar

Last Updated: 04:45 PM, 6 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરમાં ચાલતી એએમટીએસ બસોમાં હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજી મારફતે હવે આપોઆપ સમસ્યાઓ ઓળખશે.

શહેરમાં હવે બસો માત્ર મુસાફરી માટે નહીં પણ 'ચાલતા સીસીટીવી કેમેરા' તરીકે કામ કરશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ટેક્નોલોજી આપોઆપ સમસ્યાઓ ઓળખશે તેમજ ગંદકી, ખાડા કે ટ્રાફિક ઉલ્લંધન માટે હવે ફરિયાદ કરવાની જરૂર નહીં પડે સિસ્ટમ પોતે જ નોંધશે. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત અમદાવાદ હવે ટેક્નોલોજીના ઉપયોગમાં એક નવું ડગલું માંડવા જઈ રહ્યું છે. શહેરના મ્યુનિસિપલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી અને સુરક્ષા માટે સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડ (SCADL) દ્વારા ૧,૦૦૦ એએમટીએસ અને અન્ય સરકારી વાહનો પર આધુનિક ‘એઆઈ આધારિત ડેશકેમ' લગાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે.

કેવી રીતે કામ કરશે આ 'સ્માર્ટ ડેશકેમ'?

આ ડેશકેમ માત્ર સામાન્ય વિવિધ રૂટ પર ફરશે ત્યારે કેમેરા રસ્તા પરની ખામીઓ અને ટ્રાફિક નિયમોના ભંગને આપમેળે શોધી : કેમેરા નથી, પરંતુ તે આર્ટિફિશિયલ : ઈન્ટેલિજન્સ (એઆઈ)થી સજ્જ હશે. આ સિસ્ટમ દ્વારા દરરોજ શહેરના અંદાજે ૫,૦૦૦ કિમીથી વધુના માર્ગોનું રિયલ ટાઈમ મોનિટરિંગ થશે.

કઈ કઈ સમસ્યાઓ પર રહેશે નજર?

આ પ્રોજેક્ટ હેઠળ એઆઈ ટેક્નોલોજી દ્વારા કુલ ૨૦ જેટલા 'યુઝ કેસીસ' નક્કી કરવામાં આવ્યા છે, જેમાંથી મુખ્ય બાબતો નીચે મુજબ છે:

રસ્તાની સુરક્ષા: ખાડાઓ, ગટરનાં તૂટેલાં ઢાંકણા અને રોડ માર્કિંગની ખામી શોધવી.

એઆઈ કરશે ૨૦ પ્રકારની સમસ્યાઓની ઓળખ

ડેશકેમમાં લાગેલી એઆઈ ટેક્નોલોજી ૨૦ પ્રકારના 'યુઝ કેસ' ઓળખી શકશે, જેમાં મુખ્યત્વે

પ્રાથમિક (Priority-1) કેસ:

  • રસ્તા પર કચરો
  • પાણી ભરાવું
  • ખાડા અને તૂટેલા મેનહોલ
  • હેલ્મેટ વગર વાહન ચલાવવું
  • રોંગ સાઈડ ડ્રાઈવિંગ રોડ પર રખડતાં પશુઓ

બીજા તબક્કાના કેસઃ

  • ગેરકાયદે સ્ટોલ
  • પાર્કિંગ એન્કોયમેન્ટ
  • રોડ કેક
  • ફૂટપાથ પર સૂતા લોકો

ટ્રાફિક નિયમો: હેલ્મેટ વગર ડ્રાઇવિંગ અને રોગ સાઈડમાં વાહન ચલાવનારાઓની આપમેળે ઓળખ.

સફાઈ અને નાગરિક સુવિધા: રસ્તા પરનો કચરો, પાણી ભરાવાની સમસ્યા અને રખડતાં ઢોરની હાજરી,

ઈન્ફાસ્ટ્રક્ચર: તૂટેલી સ્ટ્રીટ લાઈટ અને ટ્રાફિક સિગ્નલની ઓળખ.

ફરિયાદ નોંધવાની પ્રક્રિયા થશે ઝડપી

આ સિસ્ટમની ખાસિયત એ છે કે જેવી કોઈ સમસ્યા શોધાશે કે તરત જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની CCRS (Citizen Complaint Redressal System)માં ઓટોમેટિક ટિકિટ-જનરેટ કરશે. આ ઉપરાંત ટ્રાફિકના નિયમો તોડનારાઓ માટે ઓટોમેટિક 'ઈ-ચલણ' પણ ફાટી શકશે. આ માટે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC)માંથી પણ સીધું નિરીક્ષણ કરી શકાશે.

આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદેશ મેન્યુઅલ ઇન્સ્પેક્શનના બદલે ટેક્નોલોજી દ્વારા શહેરની સમસ્યાઓ શોધીને તેનો ઝડપથી નિકાલ લાવવાનો છે. આ પ્રોજેક્ટ છ મહિનામાં અમલી બનશે અને આગામી ત્રણ વર્ષ સુધી તેનું સંચાલન કરવામાં આવશે. એઆઈ મોડલ્સને અમદાવાદની સ્થિતિ મુજબ તાલીમ આપવામાં આવશે, જેથી તે ૮૦ ટકાથી વધુ સચોટ પરિણામ આપી શકે.

આ પણ વાંચોઃ સુરત બેંક લૂંટમાં વધુ 2 આરોપીઓ પકડાયા, 2 મહિનાથી રેકી કરતા હતા, ભાડાના મકાનમાં રહેતા હતા

આ આધુનિક ટેક્નોલોજીથી અમદાવાદ શહેર વધુ સુરક્ષિત, સ્વચ્છ અને સ્માર્ટ બનશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad AMTS Ahmedabad News

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ