બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરત બેંક લૂંટમાં વધુ 2 આરોપીઓ પકડાયા, 2 મહિનાથી રેકી કરતા હતા, ભાડાના મકાનમાં રહેતા હતા
Last Updated: 04:30 PM, 6 May 2026
સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચમાં થયેલી ચોંકાવનારી લૂંટકાંડ કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મહત્વપૂર્ણ સફળતા મળી છે. પોલીસે આ કેસમાં સંડોવાયેલા બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે લૂંટારુઓને આશરો આપનાર ત્રીજા આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT

અયોધ્યા અને ગોંડા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા
ADVERTISEMENT
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ અયોધ્યા અને ગોંડા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં શુભમ કુમાર ઠાકુર અને વિકાસસિંહનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT
બે મહિનાથી લૂંટની તૈયારી કરી રહ્યા
તપાસ દરમિયાન ખુલ્યું છે કે આરોપીઓ છેલ્લા બે મહિનાથી લૂંટની તૈયારી કરી રહ્યા હતા અને બેંકની વિગતવાર રેકી કરતા હતા. તેઓ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા. ઓછા અવરજવરવાળા વિસ્તારને ધ્યાનમાં રાખીને તેમણે SBI બેંકને નિશાન બનાવી હતી.
ADVERTISEMENT
ગત 27 એપ્રિલના રોજ કુલ 7 લૂંટારુઓએ આ લૂંટને અંજામ આપ્યો હતો અને આશરે 50 લાખ રૂપિયાની રકમ લૂંટી ફરાર થઈ ગયા હતા. ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી હતી.
આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદ, બે સિસ્ટમ સક્રિય, હવામાન વિભાગની આગાહી
ADVERTISEMENT
હાલમાં પોલીસે બાકી રહેલા આરોપીઓની શોધખોળ તેજ બનાવી છે અને ટૂંક સમયમાં તમામ આરોપીઓને પકડી પાડવાની આશા વ્યક્ત કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.